SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાલ ડીસેઝાની પેઢીની સ્થાપના થઈ.૫૦ અંગ્રેજી શાસનની શરૂઆત થવી અને પરદેશી માલનું વેચાણ વ્યવસ્થિત રીતે કરવા બજારે ઊભાં થવાં એ કાંઈ અકસ્માત ન હત; આમ છતાં પણ આ પ્રક્રિયા ધીમી હતી, ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં એ વધુ ગતિશીલ બની. ગુજરાતમાં આર્થિક પરિર્વતનનું સહુથી મહત્વનું વહનવ્યવહાર તથા સંદેશાવ્યવહારના સાધનનું આધુનિકીકરણ હતું. ગુજરાતમાં પ્રજાના ઉપયોગ માટે સહુ પ્રથમ ટપાલ-વ્યવસ્થા ૧૮૫૩ માં દાખલ થઈ. તાર-વ્યવહાર ૧૮૫૬ માં શરૂ થયું. ૧૮૬૧ થી ૧૮૬૪ દરમ્યાન બે બડદા ઍન્ડ સેન્ટ્રલ ઈન્ડિયા રેલવે” દ્વારા સહુ પ્રથમ વાર રેલવેમાગ શરૂ થયું. ૧૧ રેલવે તાર તથા ટપાલનો ધીમે ધીમે ફેલાવે થતાં અને એની સાથે સ્ટીમર-વ્યવહાર (જે ઓગણીસમાં રીકાની શરૂઆતથી થઈ ચૂક્યો હતો) સંકળાતાં ગુજરાતની કાયાપલટ કરતે ન કાલ શરૂ થયો. પણ બ્રિટિશ શાસનપદ્ધતિનું સંસ્થાનવાદી પારું એટલું જનાબદ્ધ અને વ્યવસ્થિત હતું કે આ કાયાપલટ કૃત્રિમ રીતે થઈ અને ઉચ્ચ વેપારી પરંપરા ધરાવતું ગુજરાત એના આર્થિક વિકાસના મહત્વના મૂડીવાદી તબક્કામાંથી પસાર થવાને બદલે એ કાચા માલની નિકાસ અને તૈયાર માલની આયાત કરતું ઇંગ્લેન્ડનું મહત્તવનું બજાર બની ગયું. નવાં ક્રાંતિકારી સાધન(રેલવે વગેરે)ને પરિણામે ગુજરાતને વેપાર-ઉદ્યોગ વધે, સૈકાઓથી પ્રજાસત્તાક રાજ્ય તરીકે અલગ અસ્તિત્વ ધરાવતાં ગામડાં શહેરો સાથે સંકળાયાં, કૃષિ-ઉત્પાદન બજારલક્ષી બન્યું. ગુજરાત અને ગુજરાતની બહાર માલસામાન વધુ ઝડપે અને પહેલાં કરતાં સસ્તા દરે ફરવા લાગે અને આ બધાને પરિણામે વેપારી વર્ગ તથા પ્રજાની (પહેલાંના “અરાજક્તા અને યુદ્ધોની પરંપરા ધરાવતા સમયની સરખામણીમાં) આબાદીમાં વૃદ્ધિ થઈ.પર આ પ્રકારની વિચારધારા અંગ્રેજ ઈતિહાસકારે તથા રાજકારણીઓએ હિંદમાં સામ્રાજવાદી શાસનને સમર્થન આપવાના અને એને બિરદાવવાના હેતુથી જાણ્યે-અજાણે ફેલાવી હતી. આ વિચારસરણી આજે પણ ઈતિહાસ-લેખનમાં વત્તેઓછે અંશે પ્રવર્તે છે. એમના દૃષ્ટિબિંદુમાં કેટલેક અંશે તથ્ય પણ છે. જે સ ફ અઢારમી સદીના અંતમાં નોંધ્યું હતું કે હિંદના વેપારીઓ અને કારીગરો એમની સૌકાઓ-જૂની વેપારી તથા ઉત્પાદન– પદ્ધતિમાં કોઈ જ ફેરફાર કરતા નથી અને “મારો બાપ આમ કરતો હતો તે જ પ્રમાણે કરવું જોઈએ'ના સિદ્ધાંતને વળગી રહે છે.પ૩ ફેબ્સ અને ત્યારબાદ ગુજરાત અને હિંદમાં આવેલા અનેક મુસાફરોનાં આવાં અવલોકનને અસ્વીકાર
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy