SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ આર્થિક સ્થિતિ ૨૭૯ પૂરતું જ મર્યાદિત હતું, રાષ્ટ્રિય નહિ, પણ ગુજરાતમાં હાથબનાવટની જે જે ચીજો બનતી તેને એ સમયના વાહનવ્યવહારના તેમજ તેની ખરીદશક્તિ અને માંગને ઢાંચા(pattern)ના સંદર્ભમાં તપાસવામાં આવે તે ઉપરનું વિધાન પુનર્વિચારણાને પાત્ર બને છે. અગાઉ નોંધ્યું છે તે મુજબ ગુજરાતમાં અન્ય પ્રાંતની જેમ રજવાડાં મહત્તવનાં ન હતાં અને બજાર જેટલું સ્થાનિક માનવામાં આવે છે તેટલું ન હતું. ગુજરાતમાં કાંઠાના વેપાર(Coastal trade)ને વ્યાપ મોટા હતા અને એને નદી કિનારાને અને દરિયાઈ વેપાર જમીનમાગી વેપાર સાથે સંકકળાયેલ હતા. અઢારમી સદીના અંતમાં જેમ્સ ફેબ્સ નામના અંગ્રેજ સનંદી અધિકારીએ વહેરાઓને ઉલેખ “પશ્ચિમ ભારત અને ગુજરાતના ફરતા વેપારીઓ” તરીકે કરીને નોંધ્યું હતું કે તેઓ ગુજરાતનાં શહેરોમાં વિવિધ પ્રકારને માલ વેચવા ભમે છે.૪૪ ૧૮૩૮ માં શ્રીમતી પિસ્ટાન્સ નામની અંગ્રેજ સ્ત્રીએ આ જ બાબતનું પુનરુચારણ કર્યું હતું. ગુલામરસૂલ નામને ખંભાતને એક વહેરો અકીકના પથ્થરમાંથી બનાવેલ રમકડાં, માળા, ચપ્પાના હાથા, પેપર-કટર વગેરે ચીજે ગુજરાતમાં જ નહિ, પણ મદ્રાસમાં પણ વેચતે અને એને તમામ માલ ખપી જાતે.૪૫ અમદાવાદના કાગળ ગુજરાતમાં જ નહિ, પણ રાજસ્થાન અને ઉત્તર હિંદુસ્તાનમાં ખપતા.૪૨ વોટર હેમિલ્ટને (૧૮૨૦ માં) નેપ્યું હતું કે સુરત એના “સસ્તા અને ઊંચી જાતના માલના ઉત્પાદન માટે જાણીતું હતું લેખંડનાં તાળાં, સાબુ, તાબા-પિત્તળનાં વાસણ, શેતરંજીઓ કાગળ શાહી વગેરે જેવી જીવન જરૂરિયાતની ચીજે ગુજરાતમાં બનતી અને એને માટે ગુજરાતમાં અને એની બહાર પણ બજાર હતું.કટ ઉપર્યુક્ત પુરાવાઓને આધારે આપણે કહી શકીએ કે ગુજરાતમાં ગૃહ-ઉદ્યોગ કેવળ રાજાઓ અને ધનિકના મેજશેખને જ પિષનારે ન હતે. ગુજરાતના કારીગરો એમના સંઘબળ વગરના ન હતા. એમનાં પંચ ઘણું ખરું વ્યવસાયના ઘેરણે નહિ, પણ જ્ઞાતિના ધોરણે સ્થપાયાં હતાં. મુસ્લિમોમાં કાગળ બનાવનારાઓના અને અકીક-ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોના સંઘ ઘણા શક્તિશાળી હતા, જે અનુક્રમે કાગદીની જમાત” અને “અકાકિયા જમાત તરીકે ઓળખાતા.૪ ગુજરાતમાં બ્રિટિશ શાસનની શરૂઆત બાદ આર્થિક પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી. ઉદાહરણ તરીકે જે વર્ષે (૧૮૧૮) ગુજરાતમાં યુનિયન જેક લહેરાયો તેને બીજે જ વર્ષે ઈંગ્લેન્ડની કાપડની મિલેમાં તૈયાર થયેલાં સૂતર અને કાપડનું અમદાવાદ જેવા સુતરાઉ કાપડના ભડમાં વેચાણ કરવા ગિલ્ડર
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy