SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ હ. ૩૩ સુદાસણા–દાંતાના પરમાર મહારાણું રાજસિંહજીના ભાઈ જસાજીને સુદાસણની જાગીરી મળી હતી. જસ પછી એમના પાટવી કુંવર સરદારસિંહજી ગાદીએ આવ્યા. એમના પૌત્ર અમરસિંહજીએ દાંતાનું એક પરગણું જીતી લીધેલું ને શેડો વખત દાંતા ઉપર પણ કબજે કરેલ. પછી ફતેસિંહજી અને એમના પછી મહેબતસિંહજી ગાદીએ આવ્યા. એમણે ૧૮૦૪ માં ગાયકવાડ સૌન્યને પાછું હઠાવેલ. એમના ત્રીજા પુત્ર પરબતસિંહજીને ૬૦ વર્ષની વયે ગાદી મળી (૧૮૪૫) ને એમના પછી એમના કુંવર તખ્તસિંહજી ગાદીએ બેઠા (૧૮૮૫). એમને વારસે એમના પાટવી કુંવર પૃથ્વીસિંહજીને મળ્યા (૧૯૦૦). ત્યારે આ રિયાસત પાંચમા વર્ગની ગણાતી; ૧૯૧૯ માં આ રિયાસતને ચેથા વર્ગને દરજજો પ્રાપ્ત થયે. ૧૧૧ ૩૪. થરાદ–ત્યાં પહેલાં પરમારનું ને પછી ચૌહાણેનું રાજ્ય હતું. ૧૩ મી સદીના આરંભમાં એ મુલતાની મુસલમાનેનું પરગણું થયું. ૧૮ મી સદીના આરંભમાં અહીં પહેલાં પાલણપુરની ને પછી રાધનપુરની આણ પ્રવતી. ૧૭૫૯ માં આ જાગીર મેરવાડાના ખાનજીને મળી. એ વાઘેલા સરધરા શાખાના હતા. ખાનજી પછી એમના પાટવી કુંવર આનંદસીંગજી રાજા થયા (૧૭૮૬). ઠાકર હરભમજીએ ૧૮૧૯ માં લૂંટારાઓ સામે અંગ્રેજ સરકારની લશ્કરી મદદ માગી ને એની સાથે કરાર કર્યા. ૧૮૨ માં કરણસીંગજી ગાદીએ આવ્યા, ને ૧૮૫૯ માં એમના પૌત્ર ખેંગારસીંગજીને ગાદી મળી. ૧૮૯૨ માં એમના કુંવર અભેસીંગજી ગાદીએ આવ્યા.૧૧૨ અભેસીગ પછી દલિતસિંહજીને ગાદી મળી (૧૯૧૦). એમના વખતમાં થરાદમાં એંગ્લો-વર્નાક્યુલર સ્કૂલ અને શ્રી દોલતસિંહજી લાઈબ્રેરી સ્થપાઈ. મેરવાડામાં ત્રીકમ જીવરાજ દવાખાનું શરૂ થયું (૧૯૧૩-૧૪).૧૧૩ ૩૫. કડાણા-ઝાલેદના પરમાર વંશના રાજા જાલમસિંહજી ૨ જાના કુંવર સંતે ૧૨૫૫ માં સંથ(સંત)માં પોતાની ગાદી સ્થાપી હતી. એમના ભાઈ લીમદેવજીએ સૂથની ઉત્તરે કડાણું વસાવી ત્યાં રિયાસત સ્થાપી. આ મુલકમાં બહાદુર અને જોરાવર ભીલ લેકેની વસ્તી હોવાથી આજુબાજુના કેાઈ રાજા એની ઉપર ખંડણ લાદી શક્યા નહિ. કડાણને હંમેશાં સુંથ, ડુંગરપુર કે વાડાશિનેર સાથે સંઘર્ષ થયા કરતે. ઠાકર પરબતસિંહજીના સમયમાં સ્થના રાજા ભવાનીસિંહજીએ કડાણા પર પિતાની અધિસત્તા હોવાનો દાવો કરેલે, પણ પિલિટિકલ એજન્ટે એને અલગ અને સ્વતંત્ર ઠરાવેલું (૧૮૭૧). પરબતસિંહજીનું મૃત્યુ થતાં (૧૮૮૯) એમના દત્તક કુંવર છત્રસાલજી ગાદીએ બેઠા. એમની સગીર અવસ્થામાં એજન્સીને વહીવટ રહેલે. એ પુખ્ત વયના થતાં ૧૯૦૧ માં એમને સત્તાનાં સૂત્ર સોંપાયાં.૧૧૪
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy