SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ સમકાલીન રિયાસતા ૧૫૫ સાંથલથી ગાદી કટોસણ ખસેડી. એમની દસમી પેઢીએ ઠાકોર જસવંતસિંહજી થયા. એમના પછી હરપાળજી, હરખાજી, નારાયણજી અને રાયસિંહજી નામે ઠકેર ગાદીએ આવ્યા. પછી અજબસિંહજીએ (લગ. ૧૭૪૭) કટોસણનું રાજ્ય ઘણું વધાર્યું. એમના વખતમાં મરાઠાઓએ કટોસણ પર ચડાઈ કરી ખંડણી લીધી. અજબસિંહજીએ જોધપુરના મહારાજા વખતસિંહજી તથા એમના ભાઈ અભયસિંહજીને મદદ કરી પ્રસન્ન કરેલા તેથી તેઓએ એમને ઘણી બક્ષિસ આપેલી, જેથી એમની ખ્યાતિ વધી હતી. રાધનપુરના નવાબને ઈડરગઢ પરના આક્રમણમાં મદદ કરવા બદલ અજબસિંહજીએ ઈડરના મહારાવને રૂપિયા સાઠ હજારનો દંડ ભરવો પડે. સૂરજમલજીએ ગાયકવાડ ફતેહસિંહરાવને પ્રસન્ન કરેલા, પરંતુ બાળ વયના બનેસિંહજીના વખતમાં મલ્હારરાવ ગાયકવાડે કટોસણ કબજે કર્યું ને લૂંટાવી દીધું. થોડા વખતમાં ગાયકવાડ સરકારે મલ્હારરાવને વશ કરી બનેસિંહજી(મૃ. ૧૮૧૮)ને કટોસણ પાછું અપાવ્યું. ઠાકર રાણાજીના સમયમાં મહીકાંઠા એજન્સી સ્થપાઈ (૧૮૨૨). તેઓ લૂંટારાઓને વશ કરવામાં એજન્સીને સક્રિય મદદ કરતા હતા. ખંડેરાવ ગાયકવાડ પાટણ આવ્યા ત્યારે રાણાજીએ એમને કટોસણ આવવા નિમંત્રી એમની સારી આગતા-સ્વાગતા કરી હતી. રાણજી ૫૧ વર્ષ રાજ્ય ભોગવી ૧૮૬૯ માં મૃત્યુ પામ્યા. પછી એમના કુંવર કરણસિંહજી ગાદીએ આવ્યા. એમણે ૩૧ વર્ષ રાજ્ય કરી પિતાની રિયાસતની આબાદી વધારી. એમના પછી એમના પાટવી કુમાર તખ્તસિંહજી ગાદીએ આવ્યા (૧૯૦૧). ૧૯૧૧ માં આ રિયાસતને ત્રીજા વર્ગને દરજજો મળે ૧૦૯ ૩રઆંબલિયારા–વાત્રકકાંઠામાં આવેલા આ સંસ્થાનના રાજ્યકર્તા ચૌહાણ રાજપૂત હતા. સાંભરથી આવેલા એમના પૂર્વજ કસનદાસને મુઘલ બાદશાહ તરફથી આ તાલુકે ૧૬૧૯ માં ઇનામમાં મળેલો. પછી સબળાજી (૧૬૭૩૮૯), રૂપાજી (૧૬૮૯-૧૭૨૪), માંધાજી (૧૭૨૪-૭૩) અને ઝાલાજી (૧૭૭૩૧૮૧૦) થયા. ૧૯૮ માં અહમદનગરના મહારાવ સંગ્રામસિંહજી અને મોડાસાના મહારાજા જાલમસિંહજીએ આંબલિયારા પર હુમલો કર્યો ત્યારે ત્યાંના ઠાકોર ઝીલાના પ્રતાપી કુંવર ભાથીજીએ એને પાછો હઠા વેલે. ૧૮૦૮માં એમણે aષાનંદરાવ ગાયકવાડ સાથે સંધિ કરી. ઝાલાજી પછી ૧૮૧૦માં ભાથીજી, ૧૮૧૪ માં નાથસિંહજી અને ૧૮૩૮ માં અમરસિંહજી ગાદીએ આવ્યા. પછી ૧૮૭૬ માં જાલમસિંહજી ઠાકોર થયા, પણ એ સગીર વયના હાઈ એજન્સીએ વહીવટ સંભાળ્યો. ૧૮૭૯ માં ઠાર પુખ્ત વયના થતાં એમને પૂર્ણ સત્તા મળી. એમને વહીવટ લોકપ્રિય હતે. દુકાળના વખતે એમણે પ્રજાને ઘણી મદદ કરેલી. ૧૯૦૮ માં એમના પુત્ર કેશરીસિંહ સત્તારૂઢ થયા.૧૧૦
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy