SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સમકાલીન રિયાસતા ૧૦ ૩૬. ભાદરવા-કર્ણ વાઘેલાના વંશજ જેતાએ કલોલમાં અને વરસિંહે સાણંદમાં રિયાસત સ્થાપી. જેતાજીના વંશજ લૂણુકરજીએ અનગઢ (વાસદ પાસે) જીતી લઈ ત્યાં રાજધાની કરી. આગળ જતાં ત્યાંથી જાસપુર (૧૪૮૩), ત્યાંથી બહીધર (૧૬૭૭) અને ત્યાંથી ભાદરવા (વાસદ પાસે) રાજધાની ખસી. ભાદરવાના પહેલા ઠાકર ઉદયસિંહજી ૧૭૭૨માં ગાદીએ આવેલા. એમને પિતાનાં મા સાથે ટંટે થવાથી એ ભાદરવા આવી રહ્યા. એમના પછી ૧૭૮૧ માં દલપતસિંહજી, ૧૭૮૩ માં પ્રતાપસિંહજી, ૧૮૨૫ માં જાલમસિંહજી, ૧૮૪૦માં સરદારસિંહજી, ૧૮૭૯ માં અદેસિંહજી ને ૧૮૮૮માં ફતેસિંહજી ગાદીએ આવ્યા. ભાદરવા પાંડ મેવાસની સહુથી મોટી રિયાસત હતી ને એ ચેથા વર્ગની ગણાતી.૧૧૫ ૩૭, સંજેલી--અહીંના ઠાકોર સોનગઢા ચૌહાણ કુલના રાજપૂત હતા, જે અજમેરના ચૌહાણ રાજા પૃથ્વીરાજના વંશજ ગણાતા. આ કુલના છત્રસાલજીએ. ચિતડથી આવી રાજપુર(પછી બારિયા તાબે)માં ગાદી સ્થાપી. એમના વંશજ સરદારસિંહજીને મારી દેવગઢ બારિયાના રાજાએ એમના રાજ્યને કેટલોક મુલક લીધે. સરદારસિંહજીના કુંવર બહાદુરસિંહજીએ પિતાની બાપીકી જાગીર પાછી મેળવી. તેઓ ૧૭૯૬ માં ગાદીએ બેઠા. બારિયાના રાજા જશવંતસિંહજી સાથેની લડાઈમાં તેઓ મરાયા ને એમના પુત્ર જગતસિંહજી ગાદીએ બેઠા. એમણે પિતાની રાજધાની સંજેલીમાં રાખી. એ “પૂંછડિયે રાજા' તરીકે ઓળખાતા. એમના વખતમાં અંગ્રેજ સરકારે વચમાં પડી સંજેલી અને બારિયા વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ૧૮૫૮ માં જગતસિંહજી અપુરા મરણ પામ્યા ને એમના દત્તક પુત્ર પ્રતાપસિંહજીને ગાદી મળી. તેઓ ૧૯૦૧ માં મૃત્યુ પામ્યા. એમના પાટવી કુંવર રણજિતસિંહને ગેરવર્તણૂકના કારણે ગાદીના વારસામાંથી બાતલ કરવામાં આવ્યા ને બીજા કુંવર પુષ્પસિંહને ઠાકારની પદવી પ્રાપ્ત થઈ (૧૯૦૩). તેઓ ૧૯૧૪માં પુખ્ત વયના થઈ સત્તા ધરાવતા થયા. આ રિયાસત અગાઉ ચેથા વર્ગમાં હતી તે આગળ જતા પાંચમા વર્ગમાં મુકાઈ ૧૧૬ ૩૮ અજાણઝાલાવાડમાં આવેલી આ રિયાસત જત જાતિના સુસલમાન રાજાઓના તાબે હતી. એમના પૂર્વજો બલુચિસ્તાન–મકરાણમાંથી આવીને પહેલાં સિંધમાં વસેલા ને ત્યાંથી કચ્છ થઈ ઝાલાવાડ આવેલા. ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાને પાવાગઢ પરની ચડાઈમાં આ જ લેકએ સારી મદદ કરેલી તેના બદલામાં તેઓના સરદાર હેદજીને બજાણુ સાથેનાં ૨૪ ગામ ઇનામમાં મળેલાં. આ મુલક “નાની જતવાડ' તરીકે ઓળખાય છે. મુઘલ કાલમાં આ તાલુકાના ભાયાતે વચ્ચે ભાગ પડી ગયા, એમાં બજાણુ મલેક હૈદરખાનને
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy