SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ સિટિશ કાહ પુનાદરા વગેરે ગામ એમના કબજામાં રહેવા દેવામાં આવ્યાં ત્યારથી આ વંશની રાજગાદી પુનાદરામાં થઈ. જોરાવરસિંહ પછી નહારસિંહ-નહારમિયાં (મૃ. ૧૮૪૦), અમરસિંહજી (મૃ. ૧૮૬૫) અને અભયસિંહ ગાદીએ આવ્યા. ૨૯ ખડાલ-ઝાલા કુલના હરપાળે પાટડીમાં ગાદી સ્થાપેલી. એમના પુત્ર બાપુજીના વંશજ હરિસિંહના પુત્ર જમાલમિયાં થયા. એમના સમયમાં માંડવાની અને આતરસુંબાની શાખાઓ થઈ. હાજીમિયાંના નાના કુંવર વજેસિંહજીએ ખડાલ સંસ્થાનની સ્થાપના કરી. પછી સૂરસિંહજી, રૂપસિંહજી, જગતસિંહજી, સરદારસિંહજી, હિંમતસિંહજી અને કેશરીસિંહજી રાજા થયા. કેશરીસિંહજીએ અશાંતિના સમયમાં અંગ્રેજ સરકારનો આશ્રય લીધે હતું (૧૮૧૨). એમના મૃત્યુ (૧૮૨૨) બાદ એમના કુંવર દેલતસિંહજી ગાદીએ આવ્યા, પણ એ છે વર્ષ રાજ્ય ભોગવી ૧૮૨૮ માં મૃત્યુ પામ્યા. એમના પછી ફતેહસિંહજી (૧૮૨૮-૪૭), સરદારસિંહજી (૧૮૪૭–૮૪) અને સુરસિંહજી (૧૮૮૪થી) રાજવારસ થયા. ૦૭ ૩૦. ઘોડાસર–વાત્રકકાંઠામાં આવેલી આ રિયાસતના ઠારના પૂર્વજ બુંદેલખંડથી ગુજરાત આવેલા. એ વંશના મયાજીએ ભરડામાં ગાદી સ્થાપી હતી. એમના વંશજ સુંદરજીએ ઘેરાસરમાં રાજધાની કરી. આગળ જતાં દાદાસાહેબ ૧ લા. ઠાકોર થયા. એમના સમયમાં મહીકાંઠા એજન્સી સ્થપાઈ (૧૮૨૧). એમના પુત્ર જાલમસિંહજીએ જાલમપુરા વસાવ્યું. એમના વખતમાં આ રિયાસત મહીકાંઠામાંથી ખેડા જિલ્લામાં મુકાઈ. પછી દલપતસિંહજી અને અજબસિંહજી થયા. એમણે બે અજબપુરા વસાવ્યાં. એમના પછી એમના પૌત્ર સૂરજમલજી ગાદીએ આવ્યા (૧૮૫૫). ૧૮૬૮ માં આ રિયાસત પાછી મહીકાંઠામાં મુકાઈ. એમના કુંવર દાદાસાહેબ ૨ જા ૧૮૮૩ માં ગાદીએ આવ્યા. અપુત્ર દાદાસાહેબના અવસાન (૧૯૧૨) પછી એમના નાના ભાઈ રતનસિંહજી થોડા સમયમાં ગુજરી ગયા. આ વંશના રાજા મૂળમાં રાજપૂત હતા, પણ કાળી કન્યાઓને પરણતાં ડાભી થયા હતા” ૩૧, કટોસણ–ત્યાંના ઠાર મકવાણું કળી કુલના હતા. કચ્છના રાજા દેશર મકવાણાના મરણોત્તર પુત્ર હરપાળજીએ કણ વાઘેલાની હાર થયા બાદ પાટડીમાં રાજગાદી સ્થાપી. એમના વંશજ ઝાલા મકવાણું કહેવાયા. હરપાળજીના વડા કુંવરે કટોસણ પાસેના સાંથલમાં ગાદી સ્થાપી. એમના નાના ભાઈના વંશજ ધ્રાંગધ્રા, વાંકાનેર, લીંબડી, વઢવાણ, સાયલા, ચૂડા વગેરે સ્થળોએ રાજ્ય કરતા થયા. એનાથી નાના ભાઈએ ઈલેલમાં રાજ્ય સ્થાપ્યું. સાંથલમાં ખાનાજી નામે પ્રતાપી પૂર્વજ થયા. એમણે મહમૂદશાહ બેગડાના રાજ્યમાં ઉપદ્રવ કરતા કાળા ભીલને મારી નાખી બાદશાહને પ્રસન્ન કર્યો ને કટોસણુની આજુબાજુનાં ૮૪ ગામ પ્રાપ્ત કર્યા. એમણે
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy