SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાળા આપવા રાજકેટમાં “રાજકુમાર કોલેજ” સ્થાપવામાં આવી, જેનું ઉદ્દઘાટન મુંબઈના ગવર્નર સર સેમેર ફિટ્ઝજે રેલ્વે કર્યું હતું (ડિસેમ્બર ૧૬, ૧૮૭૦). ગરાસિયાઓના પુત્રને શિક્ષણ આપવા વઢવાણમાં ગરાસિયા સ્કૂલ સ્થાપવામાં આવી હતી. તાલુકાદાના દીકરાઓ માટે સાદરામાં ઑટ કૅલેજ સ્થાપવામાં આવી હતી. - શિક્ષણને વ્યાપ વધતાં એના સીધા પરિણામ સ્વરૂપે સરકારી નેકરીઓમાં હિંદના લોકોને સ્થાન મળવા લાગ્યું. ડેપ્યુટી કલેકટર, મેજિસ્ટ્રેટ, મેલ કેઝ કેર્ટના ન્યાયાધીશ વગેરે ઊંચી જગ્યાઓ પર શિક્ષિત હિંદીઓની નિમણૂક થવા લાગી. મોભા અને પગાર-ધારણમાં પણ સુધારો કરવામાં આવ્યું. ઈંગ્લેન્ડમાં સિવિલ સર્વિસ પરીક્ષા પસાર કરનાર માટે મહેસૂલ ન્યાયતંત્ર શિક્ષણ પેસ્ટ અને અન્ય વિભાગમાં જગ્યાઓ ખુલ્લી મૂકવામાં આવી. ૧૯ અંગ્રેજ સરકારે વહીવટી તંત્રમાં સ્થાનિક કક્ષાને અંકુશ મેળવવા સુધરાઈઓ અને જિલ્લા કલ બેડની રચના કરી હતી. મુંબઈ પ્રાંતમાં મુંબઈ શહેર સિવાય સુધરાઈને આરંભ ૧૫૦થી કરવામાં આવ્યો. ૧૮૫૦ ના એક ધારાથી એવું ઠરાવવામાં આવ્યું કે નગરના લેકે માગણી કર્યોથી એની રચના કરવા મંજૂરી આપવી. ૧૮૬૨ થી સુધરાઈઓને વધુ અધિકાર આપવામાં આવ્યો. ૧૮૫૦ પછીના વિસ વર્ષોમાં ૯૬ જેટલાં નગરને સુધરાઈઓ આપવામાં આવી હતી. ૧૮૭૩ માં શહેર અને નગર સુધરાઈઓ વચ્ચેના વિભાગ પડાયા હતા. સ્થાનિક પ્રાથમિક શિક્ષણને અંકુશ ૧૮૮૨ માં સુધરાઈઓને સોંપવામાં આવ્યો. ૧૮૮૪ માં બધી જ સુધરાઈઓમાં મતાધિકાર દાખલ કરવામાં આવ્યું. ૧૯૦૧ માં સુધરાઈઓના અધિકાર વિસ્તૃત કરાયા હતા. શહેરની કે નગરની સ્થાનિક બાબતે માટે સુધરાઈઓ દ્વારા અંકુશ રાખવામાં આવે તેવી રીતે જિલ્લા અને તાલુકા પર લેલ બેડ દ્વારા અંકુશ રાખવામાં આવ્યું. ગુજરાતમાં બ્રિટિશ વહીવટ હેઠળના પાંચ જિલ્લાઓમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ આવી હતી. અમદાવાદમાં ૧૮૫૭માં સુધરાઈ થઈ હતી. ખેડા જિલ્લામાં ખેડા કપડવંજ મહેમદાવાદ નડિયાદ ડાકેર બોરસદ આણંદ ઉમરેઠ એડ અને મહુધામાં નગર સુધરાઈઓ હતી. ૧૮૬૩ માં જિલ્લા કલ બેડ સ્થપાયું અને ૭ તાલુકા બેર્ડ સ્થપાયાં હતાં. પંચમહાલને પ્રદેશ અંગ્રેજ સરકારને સિંધિયાએ છેવટે ૧૮૬૧ માં તબદીલ કરી આપે હતો તે સમયે એને વહીવટ રેવાકાંઠાના પોલિટિકલ એજન્ટને સોંપ
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy