SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતમાં બ્રિટિશ મુદકેને રાજકીય ઈતિહાસ વામાં આવ્યો હતો. આ પ્રદેશનું મહેસૂલ ખેડાના કલેકટર મારફતે ૧૮૬૪ માં ઉઘરાવાતું હતું. એક અલગ જિલ્લા તરીકે પંચમહાલની રચના ૧૮૭૭ માં કરવામાં આવી અને એ અલગ કલેકટરના તાબા નીચે મુકવામાં આવ્યું. જિલ્લાનું વડું મથક ગોધરા રખાયું. ગોધરા-દાહોદને સુધરાઈ આપવામાં આવી, જ્યારે એ સિવાયના બાકીના વિસ્તાર પર જિલ્લા કલ બોર્ડની સત્તા સ્થપાઈ. ગોધરા કાલોલ અને દાહોદનાં ત્રણ તાલુકા બેડ પણ રચાયાં હતાં. ભરૂચ જિલ્લામાં ભરૂચ અંકલેશ્વર જંબુસર હાંસોટ અને આમેદમાં નગર સુધરાઈઓ સ્થપાઈ હતી. જિલ્લા બેડ અને પાંચ તાલુકા બેડ સ્થાનિક બાબતની દેખભાળ અને વ્યવસ્થા સંભાળતાં હતાં. સુરત જિલ્લામાં સુરત રાંદેર વલસાડ અને માંડવીમાં નગર સુધરાઈ હતી. જિલ્લા બેડ અને આઠ તાલુકા બાઈ પણ રચાયાં હતાં. ૧૯મી સદીના અંત સુધીમાં વહીવટી ક્ષેત્રે બ્રિટિશ સરકારે ગુજરાત પરના પિતાના પ્રદેશ પર મજબૂત પકડ જમાવી દીધી હતી. ધર્મભાવના કે સામાજિક રિવાજોની બાબતમાં સરકારનાં પગલાંઓથી કમી વાતાવરણ ઉગ્ર બનતું. સરકાર સામે પણ પ્રજા મેદાને પડતી. આ સમય સુધીમાં અખિલ ભારતીય કોંગ્રેસની સ્થાપના અને કામગીરીથી રાષ્ટ્રિય જાગૃતિ અને ચેતના ફેલાવા લાગી હતી અને તેથી અંગ્રેજોના પરદેશી શાસન સામે અસંતોષની લાગણી ફેલાવા પામી હતી. ૧૯મી સદીના છેલ્લા દસકામાં તથા વીસમી સદીના પહેલા દસકામાં તેમજ પ્રથમ, વિશ્વયુદ્ધ શરૂ થતાં સુધીના સમયમાં અંગ્રેજ સરકારને પોતાના પ્રદેશમાં રાષ્ટ્રિય જુવાળને ખાળી રાખવા સખતાઈ અને દમનનીતિને જ ઉપયોગ કરવો પડત. દુકાળના સમયમાં (૧૮૯૫ અને ૧૮૯૮-૧૯૦૦ માં) તથા પ્લેગ જેવા જીવલેણ ચેપી રોગના સમયમાં આપત્તિ-ગ્રસ્ત પ્રદેશની પ્રજા મહેસૂલ ન ભરી શકે તેવી સ્થિતિમાં સરકારની નીતિ સામે અસંતોષી પ્રજા હુલ્લડ કે કેમી રમખાણો દ્વારા પિતાને અણગમો પ્રદર્શિત કરતી. ઓગણીસમી સદીના છેલ્લા દસકામાં ઉદ્દામવાદી વિચારસરણીથી રાષ્ટ્રિય જાગૃતિમાં ન ઝોક આવ્યો હતો અને એના પરિણામે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને બનાવો બનવા લાગ્યાં હતાં. ૨૦મી સદીના પ્રથમ ચરણ દરમ્યાન અમદાવાદ અને સુરત મુકામે મળેલ કોંગ્રેસના અધિવેશનમાં પણ ભારે જાગૃતિ આણી હતી. ઈ. સ. ૧૯૧૪માં ગાંધીજી આફ્રિકાથી હિંદ આવી અમદાવાદમાં વસ્યા બાદ એમાં દેશવ્યાપી જુવાળ આવ્યું.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy