SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતમાંના બ્રિટિશ સુલને રાજકીય ઇતિહાસ રણછોડલાલ છોટાલાલ, જે સુધરાઈના પ્રમુખ હતા, તેમને ઘણું મટે ફાળે હતે. આ યોજના તૈયાર કરવા પાછળ રૂપિયા આઠ લાખ ખર્ચાયા હતા. જનાના વોટર વર્કસની ઉદ્દઘાટન-વિધિ મુંબઈના ગવર્નર લોર્ડ હેરિસને ૧૮૯૧ માં ૬ ઠ્ઠી જૂને કરી હતી. મોટા પાયા પર ડ્રેનેજ કામ પણ શરૂ કરવામાં આવ્યાં હતાં. ૧૮૯૧ માં જુલાઈ આખરમાં ભરૂચમાં ચોવીસ કલાકમાં તેવીસ ઈંચ વરસાદ પડતાં જાનમાલનું ઘણું નુકસાન થયું હતું. ૧૮૯૩ માં સુરતની સુધરાઈએ રસ્તાઓ ઉપર વીજળીના દીવા મૂક્યા. આ બાબતમાં આખા હિંદમાં સુરતે પહેલ કરી. ૧૮૯૬ માં તાપ્તી રેલવે બંધાવા લાગી. વિ. સં. ૧૯૫૬ માં છપ્પનિય કાળ પડ્યો અને લેકે ભારે વિપત્તિમાં મુકાયા. શિક્ષણ અને સ્થાનિક સ્વરાજ્ય ૧૮૭૮ પછીનાં વર્ષોમાં શિક્ષણ અને સ્થાનિક સ્વરાજ્યના ક્ષેત્રમાં ટૂંકા સમયમાં ભારે પ્રગતિ થઈ. અગાઉના સમયમાં અમદાવાદ ખેડા નડિયાદ વગેરે શહેરોમાં અંગ્રેજી શાળાઓ શરૂ કરાઈ હતી હતી. ૧૮૫૫ પછી કન્યાશાળાઓ પણ સ્થાપવામાં આવી શાળાઓ માટે શિક્ષકે તૈયાર કરવા સરકારે ૧૮૫૭ માં અમદાવાદમાં “ગુજરાત ટ્રેઇનિંગ કોલેજ” શરૂ કરી. સ્ત્રી-શિક્ષકેની ખેટ પૂરી પાડવા “કિમેઇલ ટ્રેઈનિંગ કોલેજ” પણ અમદાવાદમાં ૧૮૭૧ માં શરૂ કરવામાં આવી. આવી રીતે રાજકોટ અને વડોદરામાં પણ આવી શિક્ષક તાલીમ કેલેજે શરૂ કરવામાં આવી. ' અમદાવાદમાં ઈજનેરી અને કાયદાનું શિક્ષણ મળી રહે એ માટે ૧૮૫૬ થી ૧૮૭૨ સુધીના સમયમાં નોંધપાત્ર પ્રયાસ કરવામાં આવ્યા, પણ એ સફળ ન થયા. એ પછી ૧૮૭૮માં કલેજ શિક્ષણ પી. ઈ. (પ્રાયમરી ઈયર) સુધી મળે એ માટે કોલેજો શરૂ કરાઈ, જે સરકારી હાઇસ્કૂલ સાથે ૧૮૮૪ સુધી સંલગ્ન રહી. એ પછીના સમયમાં કોલેજને જુદી પાડવા પ્રયાસો થતાં અમદાવાદમાં “ગુજરાત કોલેજ' નામથી ઓળખાયેલી સંસ્થા, જ્યાં બી. એ. પદવી સુધીના શિક્ષણની જોગવાઈ કરવામાં આવી તે, શરૂ થઈ (એપ્રિલ ૧, ૧૮૮૭). કૅલેજનું મકાન પણ તૈયાર થતાં એનું ઉદ્દઘાટન મુંબઈના ગવર્નર લોર્ડ સેન્ડહસ્તે કર્યું હતું (ગસ્ટ ૨૩, ૧૮૯૭). આ પરથી ગુજરાતમાં બીજાં મોટાં શહેરોમાં પણ આવી કોલેજો સ્થપાઈ હતી.૧૮ ગ્રેટ બ્રિટન આયલેન્ડ અને અમેરિકાની ઘણી ખ્રિસ્તી સોસાયટી' એ હિંદમાં મેકલેલા ખ્રિસ્તી મિશનરી એની કામગીરીના પરિણામે અંગ્રેજી શિક્ષણનો વ્યાપ વધ્યું હતું. સુરત અને અમદાવાદમાં આવી મિશનરીસંચાલિત શાળાઓ શરૂ થઈ હતી. દેશી રાજા-મહારાજાઓના કુંવરોને શિક્ષણ
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy