SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૩જુ] અકબરથી રંગઝેબ [૫૯ વિરોધીઓના કુટા નીચે આવી ગયાનું સાંભળી એને પુનઃ કબજે કરવા વિશ્વાસ અધિકારી અબ્દુલ્લાખાનને મોકલે, પરંતુ એ અમદાવાદ પાસે જેતલપુર નજીક થયેલી લડાઈમાં હારી ગયા (જન ૧૪, ૧૬૨૩) અને એને નાસી જવું પડ્યું. અણે સુરત પહોંચીને સ્થાનિક અમલદારો પાસેથી ચાર લાખ જેટલી મહમૂદી. વસૂલ લીધી અને બુરહાનપુર ખાતે શાહજહાંને જઈને મળ્યો. દીવાન સાફીખાને મેળવેલા વિજયથી અમદાવાદની સમગ્ર પ્રજાએ જાણે ગુલામીમાંથી મુક્તિ મળી. હોય તેવો આનંદ અનુભવ્યા. શાહજાદો દાવરબક્ષ (ઈ.સ. ૧૬૩-૧૬૨૪) બલુચપુરના વિજય પછી બાદશાહ જહાંગીરે અજમેર પહોંચી પોતાના મહૂ મ શાહજાદા ખુશરૂના પુત્ર શાહજાદા દાવરબલની ગુજરાતના સૂબેદાર તરીકે નિમણૂંક કરી (મે ૯, ૧૬૨૩). એ સાથે એને ૮૦૦૦ જાટ અને ૩૦૦૦ ના અશ્વદળની મનસબ આપી અને લશ્કરી ખર્ચ માટે બે લાખ રૂપિયા પણ આપ્યા, પરંતુ દાવરબક્ષની વય ફક્ત ૧૫ વર્ષની હોવાથી એના વાલી તરીકે એના માતાવવૃદ્ધ મીરઝા અઝીઝ કોકાને (ખાન આઝમને) નીમવામાં આવ્યા. મીરઝાને શાહજહાંના અધિકારીઓ પાસેથી ગુજરાત પુનઃ મેળવવાની કામગીરી સોંપવામાં આવી, પરંતુ એ શાહી લશ્કર સાથે આવે એ પહેલાં સાફીખાને વિજય મેળવી. લીધે હતો તેથી ખાન આઝમે શાહજાદા દાવરબલને સાથે રાખી અમદાવાદમાં પ્રવેશ કર્યો (જુલાઈ ૩). અમદાવાદમાં આવ્યા પછી શાહજહાંના ટેકેદારો પાસેથી સુરત અને ભરૂચ જેવાં મુખ્ય અને મહત્વનાં શહેર કબજે લેવાનું કામ પાર પાડવામાં આવ્યું. ગુજરાતમાં શાહજહાંને બળવો દબાવી દેવામાં સફળતા મેળવનાર વફાદાર અને શૂરવીર મુહમ્મદ સાફખાનને “નવાબ સૈફખાન જહાંગીર શાહી” ને ખિતાબ આપવામાં આવ્યો અને સહાયભૂત નાવડનાર અન્ય અધિકારીઓને યોગ્ય બદલે આપવામાં આવ્યું. નવાબ રૌફખાને જેતલપુરમાં “જિત. બાગ” બનાવડાવ્યો અને ભદ્ર વિસ્તાર નજીક એક મદરેસા મજિદ અને દવાખાનું પિતાના નામે બંધાવ્યાં, આમ ગુજરાતમાં શાહજહાંનો બળવો તૂટી પડયો, જેકે બાદશાહતના અન્ય ભાગમાં એ ત્રણ વર્ષ સુધી ચાલુ રહ્યો. ગુજરાતમાં દાવરબક્ષનું ઔપચારિક શાસન વધુ ન ચાલ્યું, કારણ કે ૧૬૨૪ માં ૮૦ વર્ષના ખાન આઝમનું અમદાવાદ ખાતે અવસાન થતાં શાહજાદા દાવરબલને પાછો બોલાવાયે અને એની જગ્યાએ દૌલત ખાન લેદીના પુત્ર ખાનજહાં લેદીને નીમવામાં આવ્યું.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy