SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮] મુઘલ કાલ પિતાની ટુકડીઓ સાથે શાહજહાંને પક્ષે આવતો રહ્યો હતો, એથી જહાંગીરના પક્ષે ભંગાણ પડ્યું હતું. એમ છતાં લડાઈમાં રાજા વિક્રમજિત, જેને ગુજરાતમાંથી ખાસ બોલાવવામાં આવ્યો હતો અને શાહજહાંનું આખું લશ્કર જે. આગેવાની નીચે હતું, તેને આકરિભક ઘા વાગતાં એ અવસાન પામે તેથી શાહજહાંને પક્ષ હતાશ બની હારી ગયા. ગાદી માટે થયેલા આંતરવિગ્રહની અસર ગુજરાત પર પડી. અમદાવાદમાં કેવા પ્રકારનાં નિયંત્રણ મૂકવામાં આવ્યાં હતાં એનો ખ્યાલ ઇટાલિયન પ્રવાસી પિએટ્રો ડેલા વેલની નોંધ પરથી આવે છે. ૧૬૨૩ માં એ જ્યારે અમદાવાદ છોડી (ફેબ્રુઆરી ૨૮) ખંભાત જવા નીકળ્યો ત્યારે એને અમદાવાદમાંથી બહાર નીકળતાં ભારે તપાસ લેવાના કારણે ઘણી તકલીફ પડી હતી. શાહજહાંએ જ પિતાના લશ્કરના સૈનિકો પક્ષાંતર કરી બાદશાહ-પક્ષે ન જાય એ માટે સૌનિકોની પત્નીઓ અને કુટુંબીજનોને અમદાવાદમાંથી બહાર જતાં અટકાવવા માટે અમદાવાદના દરવાજા બંધ કરાવ્યા હતા. બહાર જનાર વ્યક્તિઓને પરવાના. મેળવવા પડતા. ૨૧ અમદાવાદથી અંગ્રેજ કઠીના અધિકારીઓએ એમની સુરતની કાઠીના અધિકારીઓ પર લખેલા પત્રમાંથી એ આંતરવિગ્રહ અને અમદાવાદમાં પડેલા એના પ્રત્યાઘાત વિશે જાણવા મળે છે. આને જહાંગીરની આત્મકથામાંથી પણ સમર્થન મળે છે. ‘તુઝુકે જહાંગીરી અનુસાર શાહજહાંએ પિતાની થયેલી હારથી અને કરવી પડેલી પીછેહઠથી ગુજરાત પર સંદેશો મોકલાવ્યો, જેમાં રાજા વિક્રમજિતના ભાઈ કાન્હડદેવ અને પ્રાંતના દીવાન સાફીખાનને પોતાના માંડૂના દરબારમાં આવવા અને એમની સાથે અમદાવાદ ખાતેનો બધો શાહી ખજાનો લાવવા આદેશ આપ્યો હતો. એમાં પાંચ લાખ રૂપિયાનું જવાહરજડિત તખ્ત અને બે લાખ રૂપિયાની કિંમતનો પટો, જે એણે પોતે બાદશાહ જહાંગીરને ભેટ ધરવા અમદાવાદમાં જ બનાવડાવ્યાં હતાં, તેનો સમાવેશ થાય છે. સાફીખાન શાહજહાંના સાટુ થતો હતો તેથી શાહજહાંને લાગતું હતું કે એ મારા પક્ષે આવશે, પરંતુ સાફીખાને બાદશાહ પ્રત્યે વફાદારી રાખી ગુજરાતમાં વફાદાર રહેલા મુઘલ ફોજદારોને એકત્ર કર્યા અને અમદાવાદ પર હલે કરી એ કબજે કર્યું તેમજ શાહજહાં પ્રત્યે વફાદારી ધરાવનાર સર્વે ને કેદ કર્યા. જવાહીર-જડિત તખ્ત ભાંગી નાખવામાં આવ્યું. બે લાખ રૂપિયા તથા શાહજહાંની મિલકત વગેરે બાદશાહ પ્રત્યેના વફાદાર સૈનિકોને વહેંચવામાં આવ્યાં. ઈડરના રાજા કલ્યાણ સહિત બધા ખંડિયા રાજાઓને અમદાવાદમાં આવવા અને બાદશાહ-પક્ષે રહી ગુજરાત પ્રાંતનું રક્ષણ કરવા આદેશ આપ્યો. બીજી બાજુએ માંડુ ખાતે શાહજહાંએ અમદાવાદ.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy