SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦] ઘલ કાલે ખાનજહાં લેદી (ઈ.સ ૧૬૨૪-૨૭) ખાનજહાંનું મૂળ નામ પીરખાન હતું. જહાંગીરે પહેલાં એને સલાબતખાનને અને પાછળથી “ખાનજહાં'નો ખિતાબ આવ્યો હતો. (૩) શાહજહાંને રાજ્ય-અમર (ઈસ. ૧૬ર૭-૫૮) ખાનજહાં લેદી (ચાલુ) (ઈ.સ. ૧૯૨૭-૨૮) બાદશાહ જહાંગીરનું અવસાન થતાં (ઓકટોબર, ૧૬૨૭) ખાનજહાં લેદી ગુજરાતના સૂબેદાર તરીકે ચાલુ રહ્યો, પરંતુ વહીવટ રૌફખાન દ્વારા ચાલતો રહ્યો. જહાંગીરના અવસાનના સમાચાર મળતાં મહારાષ્ટ્રમાં જુન્નર ખાતે રહેલા શાહનજહાંએ તુરત જ કૂચ કરવા નક્કી કર્યું અને ગુજરાતમાંથી ટેકેદારો તેમજ ધન મેળવવાના હેતુથી ગુજરાત થઈ આગ્રા જવા નક્કી કર્યું અને ગુજરાતમાં સુરત બાજુએથી પ્રવેશ કર્યો (ડિસેમ્બર ૨, ૧૬૨૭). એ પછી એની મુઘલ બાદશાહ તરીકે જાહેરાત થઈ. અમદાવાદ પાસે આવતાં ગુજરાત સરકારને વહીવટ સૈફખાન પાસેથી લઈનાદિરખાન નામના વિશ્વાસુ અધિકારીને સેપવા હુકમ કર્યો અને ખિદમત પરસ્તખાન નામના બીજા અધિકારીને સૈફખાનને કેદ કરી હાજર કરવા મોકલ્યો. અંગ્રેજ વેપારી કઠીન દફતરોની નોંધ પ્રમાણે એ સમયે સૈફખાને પથરીનું ઓપરેશન કરાવેલું હોવાથી એ સખત માંદો હતો તેથી એ શાહજહાંને આવકાર આપતા કોઈ સંદેશો મોકલી શક્યો ન હતો, આથી શાહજહાંએ એને કેદ કરવા હુકમ કર્યો હતો. શાહજહાંની બેગમ મુમતાઝ મહલની મોટી બહેનનું લગ્ન નવાબ સૈફખાન સાથે થયેલું હતું અને મુમતાઝ મહલને મોટી બહેન પ્રત્યે ઘણો અનુરાગ હેવાથી એણે દરમ્યાનગીરી કરતાં શાહજહાંને નવાબ રૌફખાનને કેદ કરવાનો હુકમ રદ કરવામાં આવ્યું. બાદશાહ બનેલા શાહજહાં અમદાવાદમાં થોડો વખત રોકાયો અને નવાબ રૌફખાનના ખજાનામાંથી જે ગમ્યું તે લઈ હાથી ઘોડા નેકરો વગેરે સાથે ઉત્તરમાં રવાના થયો. શાહજહાંની બાદશાહ તરીકે વિધિસર તાજપોશી થતાં પહેલાં સુરત ખાતેના એના ટેકેદારોએ ઉત્સાહમાં આવી જઈ એના નામની સેનાની મહેર સુરતની ટંકશાળમાં પાડી હતી. બાદશાહ શાહજહાંનાં આરંભનાં આઠ વર્ષોમાં ગુજરાતમાં પાંચ જેટલા સૂબેદાર બદલાયા. શાહી દરબારનો જે કઈ ઉમરાવ મુઘલ બાદશાહને વધુ ઊંચા ઉપહાર ભેટ ધરે તેને સૂબેદારપદ આપવાની પ્રથા પડી હતી. એ રીતે નાહિરખાન અથવા શેરખાન દૂર પહેલો સૂબેદાર બને.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy