SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્ટ] યુપીય પ્રવાસીઓએ કરેલી નધિ સુરતને આ પ્રવાસી ગુજરાતમાં અમદાવાદ અને ખંભાત નગર પછીના બીજા સ્થાને મૂકીને એને એક ઉત્તમ નગર તરીકે ઓળખાવે છે. આ નગરને ફરતી માટીની દીવાલ, નદીકાંઠે આવેલે પથ્થરને મજબૂત ગઢ, પરા વિસ્તારમાં જવાના ત્રણ ભાગ (વરિયાવ અને ખંભાત, બુરહાનપુર અને નવસારી જવાના માર્ગ) તથા નગર બહાર આવેલા અંગ્રેજી ઢબના બગીચાનું વર્ણન કરે છે. નદીનું પાણી પીવા માટે નકામું બની જાય છે ત્યારે તેને ગોપીતળાવ પાણી પૂરું પાડતું હતું એમ હર્બર્ટ જણાવે છે. સુંવાળીના બારામાં દર વર્ષે સપ્ટેમ્બરથી માર્ચ મહિનાના સમય દરમ્યાન માલની આયાતનિકાસ કેવી રીતે થતી હતી અને એ વેપારરાજગારના કેંદ્ર તરીકે કેવું રહેતું એનું વર્ણન આપે છે. આ સમયમાં ચાર પ્રકારના સિક્કા-પાઈ મહમૂદી રૂપિયા અને દીનાર–ચલણમાં હતા એમ આ પ્રવાસીની નેધમાંથી જાણવા મળે છે. ખંભાત પછી હર્બરે અમદાવાદની મુલાકાત લીધી. અમદાવાદને એ મજબૂત દીવાલેથી ઘેરાયેલા ઘણા મિનારાવાળા શહેર તરીકે અને ગુજરાતના મહાનગર તરીકે ઓળખાવે છે. ત્યાંનાં બજારોમાં ભારતભરમાં બનતી ચીજો તથા ચીનની ચીજો વેચાતી હતી. હર્બટ ચારે બાજુ ખાઈવાળા ભદ્રદુર્ગનું, સરખેજ નજીકના ઉદ્યાનનું અને ત્યાંના શાહી મહેલનું વર્ણન આપ્યું છે. ૧૩ હબ પછી જર્મન પ્રવાસી જે. આબર્ટ ડી. મેન્ડેલે સુરત આવ્યો હતા ( એપ્રિલ ૧૯૩૮ ). એ ત્યાં પાંચ-છ માસ રહ્યો અને પછીથી અમદાવાદ આગરા અને લાહોરની મુલાકાત લીધા બાદ એ સુરત પાછા આવ્યા. ત્યાંથી એ યુરોપ ગયો ( જાન્યુઆરી ૫, ૧૬૨૯).૧૪ મેન્ડેલેએ સુરતમાં એના રોકાણને સમય આનંદમાં તથા હરવાફરવામાં વિતાવ્યો. સુરત શહેરનું અને ત્યાંના લેકેનું વર્ણન એ અગાઉના પ્રવાસીઓ જેવું જ આપે છે. ગોપીતળાવ અને એના પર બાંધવામાં આવેલા મનોરંજનગૃહને ઉલ્લેખ કરી એ કહે છે કે લોકો માટે એ મેજમજા કરવાનું સ્થળ હતું. તળાવ આખા શહેરને પાણી પૂરું પાડતું સાધન હતું. અંગ્રેજોને વેપાર આ સમયમાં કેટલો વ્યાપક બન્યો હતો એને ખ્યાલ મેન્ડેસ્લેની નેધ પરથી આવી શકે છે. એ જણાવે છે કે ભરૂચ વડેદરાખંભાત અમદાવાદ આગરા ઈસ્પહાન દાભોલ અને મછલીપટ્ટમની અંગ્રેજ કોઠીઓ સુરતની કેઠીના તાબા નીચે કામ કરતી હતી. દરેક કાઠીના મંત્રીને પિતાના વર્ષભરના વહીવટને અહેવાલ આપવા માટે દર વર્ષે સુરતની કઠીના પ્રમુખ પાસે આવવું પડતું હતું. બામની સ્વતંત્ર કાઠી પણ સુરતની કેડી પ્રત્યે આદરભાવ રાખતી. પૂર્વની સફરે નીકળેલું કોઈ પણ અંગ્રેજી જહાજ સુરત બંદરે અચૂક આવતું.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy