SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ ૫૦૦] - ' મુઘલ કાલ * મેન્ડેટોએ સુરતની અંગ્રેજ કોઠીમાં રહેતા પ્રમુખથી શરૂ કરીને કારકૂને વેપારીઓ વગેરેનાં રહેણીકરણી પગાર તથા કઠીના વહીવટની ચર્ચા કરી છે. | મેન્ડેરલોને સુરતથી અમદાવાદ જતાં દસ દિવસનો સમય લાગ્યો હતો. એ અમદાવાદમાં દસ દિવસ રહ્યો હતો. એણે અમદાવાદના મૈદાને શાહ બજાર, શાંતિદાસ ઝવેરીએ બંધાવેલ જૈન મંદિર અને શહેરના સૂબેદાર આઝમખાનનઇ કડક અને કરતાભર્યા શાસનની જે વિગતો આપી છે તેવી વિગતો બીજા કોઈ પ્રવાસીના હેવાલ પરથી ઉપલબ્ધ થતી નથી. આ પ્રવાસી અમદાવાદથી ખંભાત ગ. ત્યાંના રરતાઓ મકાન અને જાહેર બગીચાઓને એણે ઉલ્લેખ કર્યો છે. ત્યાં એને સતીને પ્રસંગ જોવાની તક મળી. આ પ્રસંગનું એણે રસિક વર્ણન કર્યું છે. મેન્ડે કહે છે કે સતી થતી સ્ત્રીને પ્રસંગ નિહાળવાનું સદ્ભાગ્ય અને પ્રાપ્ત થયું. ચિતા પર ચડેલી સ્ત્રીએ રિવાજ મુજબ પિતાનાં વીંટી હાર જેવાં આભૂષણ પિતાના શરીર પરથી ઉતારીને આજુબાજુ ઊભેલાં સગાંવહાલાને વહેંચવા માંડ્યાં. એ સ્ત્રી આભૂષણને સગાં તરફ ફેંકતી. મેન્ડેલો ત્યાં ઘોડા પર સવાર થઈને ઊભો હતો. પેલી સ્ત્રીએ મેન્ડેટસ્લો તરફ જોયું અને આ પરદેશી એના પ્રત્યે પિતાના ચહેરાથી દયા અને સહાનુભૂતિ દર્શાવે છે એમ માની એના તરફ એક બંગડી ફેંકી, જે મેન્ડેટોએ ઝીલી લીધી અને દાનના આ પ્રસંગની અમૂલ્ય અવિસ્મરણીય ભેટ તરીકે પોતાની પાસે રાખી લીધી ને એ પિતાની સાથે લઈ ગયા.૫ ખંભાત પછી એ અમદાવાદ અને પછીથી લાહેર જઈ સુરત પરત આવ્યો. ત્યાંથી ૧૬૩૯ ના આરંભમાં યુરોપ જવા. વિદાય થયે. મેન્ડે પછી ફ્રેન્ચ પ્રવાસી જિન ઑપ્ટિસ્ટ ટેવનિયર આગરાથી ૧૬૪૦૪૧ માં સુરત આવ્યા. ત્યાંથી એ આગરા ગયા અને ફરી પાછો ૧૬૫૩ માં સુરત આવ્યું. સુરતના વહીવટ વિશે લખતાં એ કહે છે કે શહેરને હાકેમ જકાત અને મહેસૂલ ઉઘરાવવાનું કામ કરતા, જ્યારે કિલ્લાને હાકેમ લશ્કરને વડે હતો. શહેરનું રક્ષણ કરવાની એની જવાબદારી હતી. વનિયરે શહેરનાં મકાને, ત્યાંની ટંકશાળ, લેવામાં આવતી જકાતના દર અને ત્યાં બનતાં સોનેરી, રૂપેરી અને રેશમી કાપડ વિશે માહિતી આપી છે. ડચ કઠીના શરાફ મેહનદાસ પારેખને ઉલ્લેખ કરી આ પ્રવાસી એની ધાર્મિકતા અને સખાવતી સ્વભાવનાં મુક્તકંઠે વખાણ કરે છે. સુરતથી આગરા જતાં ભાગમાં આવતાં ગામડાંઓની વિશેષતા એ નોંધે છે. નવાપુર સફેદ અને સુગંધીદાર ચોખા માટે જાણીતું હતું. એ આ ચેખાના મોટા વેપારનું કેન્દ્ર હતું. અહીંના ચોખા અમીર-ઉમરાવ ખાતા.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy