SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૮) મુઘલ કાલે [પરિમેત સુધીની સજા કરી શકાતી. ડેલા વાલેએ ખંભાતનાં શ્રેષ્ઠ મંદિરની મુલાકાત લીધી હતી. હિંદુઓના દેના પ્રકાર અને એમનાં પ્રતીકે વિશે જાણવાની એની ઈંતેજારી હેવા છતાં સ્થાનિક ભોમિયા જે ફિરંગી કે ફારસી જ બોલી શકતા તે ડેલા વાલેને ડચ ભાષામાં સમજાવવા અશક્ત હતા. હિંદુઓના લગ્નજીવન વિશે ઉલ્લેખ કરતાં ડેલા વાલે જણાવે છે કે હિંદુઓને સામાન્ય રીતે એક પત્ની હોય છે. તેઓ ભાગ્યે જ એને છૂટાછેડા આપે છે. પત્નીના અવસાન બાદ પતિને લગ્ન કરવાની છૂટ હેય છે, પરંતુ પતિના અવસાન બાદ પત્નીને સતી થવાની ફરજ પાડવામાં આવે છે. આ અંગે ડેલા વાલે આશ્ચર્ય વ્યક્ત કરી સતીના પ્રસંગની ગંભીર કરુણતા અને એમાં રહેલી રિવાજની સખતાઈની તેમજ સૂબેદારની પરવાનગી વગર અને એ માટેની જરૂરી ફી ભર્યા વગર સ્ત્રીને સતી થવા દેવામાં આવતી ન હતી એની ખાસ નેધ કરે છે ખંભાતથી ડેલા વાલે અમદાવાદ આવ્યો (ફેબ્રુઆરી ૨૬, ૧૬ર૩). અમદાવાદના માગ સીધા અને લાંબા હેવા છતાં બંને બાજુએ ફરસબંધી વગરના ધૂળવાળા હતા. એમાં ચાલવાનું મુશ્કેલ હતું અને એમાં પગ ખૂંપી જતા. ઊડતી ધૂળના કારણે એ માર્ગો પર ઘોડેસવારી કરવાનું અરૂચિકર હતું. ડેલા વાલે અમદાવાદમાં બે દિવસ રોકાયો. એણે શહેરના મુખ્ય બજાર “બઝા–ઈ-કલાં”, ત્રણ દરવાજા, મોટો કૂવો, ભવિસ્તાર અને શાહી મહેલનું વર્ણન કર્યું છે. અમદાવાદથી નીકળતાં એણે કાંકરિયા તળાવની ઊડતી મુલાકાત લીધી. ત્યાંથી એ બારેજા અને સોજિત્રા થઈને ખંભાત પહોંચ્યો. ખંભાતમાં શહેર બહાર જઈ એણે દરિયાનું દર્શન કર્યું અને ભરતી નિહાળી. બીજા દિવસે એણે ખંભાત પાસે આવેલા પ્રાચીન શહેર નગરાની મુલાકાત લીધી. નગરા પ્રાચીન સમયમાં રાજ્યનું વડું મથક અને મુખ્ય શહેર હતું. ડેલા વાલેએ ત્યાં બ્રહ્માનું મંદિર જોયું અને બ્રહ્માની મૂર્તિનું અવલોકન કર્યું. ખંભાતથી ડલા વાલે સુરત આવ્યું અને ગોવા જવા નીકળેલા કિરગી કાફલા સાથે જોડાઈ જવા દમણ પહોંચી ગયો. ગેરવા જતાં દમણ અને વસાઈની ફિરંગી વસાહત છે, જેને અછડતો ઉલ્લેખ એની નેંધમાં કર્યો છે. ડેલા વાલેને સુરતથી લખાયેલે છેલ્લે પત્ર રરમી માર્ચ(કર૩)ને હતા. ડેલા વાલે પછી સુરત આવનારા યુપીય પ્રવાસીઓમાં ટોમસ હબ હતો (૧૬૨૭). ટૂંક સમય માટે એ ત્યાં રોકાયો અને પછી ઈરાન ગયે. ૧૨૯ ના આરંભમાં એ કરી સુરત આવ્યો. ૧૧ સુંવાળીથી સુરત સુધી રથ (બળદગાડા)માં બેસીને જતાં માર્ગમાં કયાં કયાં જંગલ અને ગામડાં પસાર કર્યા એને એ ઉલ્લેખ કરે છે.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy