SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ મું] ચિત્રકલા (૪૮૫ રાસ” શ્રેણિક રાસ “શ્રીપાલ રાસ' વગેરે મુખ્ય છે. આ ઉપરાંત “ઉપદેશમાલા” વિચાર સત્તરી જેવા ગ્રંથેની કાગળની પોથીઓ પણ ચિત્રિત થયેલી જોવા મળે છે. મુઘલ કાલની પ્રાચીનમાં પ્રાચીન સમયાંકિત ચિત્રિત હસ્તપ્રત “સંગ્રહણીસૂત્ર'ની છે, જેની નકલ માતર(જિ. ખેડા)માં ઈ.સ. ૧૫૮૩માં કરવામાં આવી હતી. આ પિોથીનાં ચિત્રોમાં મુઘલ અસર બહુ સ્પષ્ટ દેખાય છે, ખાસ કરીને પાત્રોની વેશભૂષા, પશુ–પંખી અને વૃક્ષોનાં આલેખનમાં. વર્ણ અને પાત્રના આલેખનમાં કલાકારે પ્રાચીન પરંપરા જાળવી છે. ચિત્રમાં નૃત્યકારો અને સંગીતકારોની ગોઠવણીમાં પણ કલાકારે એમ જ કર્યું છે. આ પોથીના એક પાના ઉપર ચિત્રકારનું નામ “ચિતારા ગેવિંદ' લખેલું છે. આ સત્રની એક બીજી ચિત્રિત પોથી ખંભાતમાંથી મળી છે. ૩ આ કાલની કલ્પસૂત્રની અનેક પ્રતો ગુજરાતના જૈન જ્ઞાનભંડારોમાં સચવાયેલી છે, જેમાંની કેટલીક સમયનિદેશવાળી છે તો કેટલીક એ વિનાની છે. કહપસૂત્રની ચિત્રકામવાળી કાગળની સૌથી જૂની ઉપલબ્ધ પોથી રાવ બહાદુર ડો. હીરાનંદ શાસ્ત્રીના સંગ્રહાલયમાં છે. કપસૂત્રની કાગળની પિથીવાળાં ચિત્રો ૧૫ મા સૈકાથી જૂનાં ગણાતાં નથી. કરછના અંજાર ગામેથી ઉત્તરાધ્યયનસૂત્રની એક ચિત્રિત પિોથી મળી છે. ચિત્રોની શૈલી પરથી તેનો સમય આશરે ઈ.સ. ૧૫૮થી ૧૬૦૦નો મનાય છે." અમદાવાદના દેવશીના પાડાના ભંડારમાંથી મુનિશ્રી પુણ્યવિજયજીએ ઉપદેશમાલાની સચિત્ર પાથી શોધી છે. આ પોથી વિ.સં. ૧૭૬૫ (ઈ.સ. ૧૭૦૮)ની હેવાનું મનાય છે. “આઈકુમાર રાસની ચિત્રિત પિથી મુનિશ્રી પુણ્યવિજયજીના સ ગ્રહમાં છે. આ કૃતિને રચનાર કોણ હશે તેની વિગતો મળતી નથી. આ પથી ૧૭ મી સદીના ઉત્તરાર્ધ ભાગમાં લખાઈ હોય તેમ મનાય છે. “ચંડરાસ” અથવા “ચંડરાજ રાસની ઘણી ચિત્રિત પિોથીઓ ગુજરાતમાંથી પ્રાપ્ત થાય છે. મુનિશ્રી પુણ્યવિજયજીના સંગ્રહમાં જે ચિત્રિત પોથી છે તેને સમય વિ.સં. ૧૭૧૨ એટલે કે ઈ.સ. ૧૬૫૫ છે. આ પોથી વ્યાઘ્રસેનપુરમાં તૈયાર કરવામાં આવી હતી આ વ્યાધ્રુસેનપુર તે ખેડા જિલ્લામાં આણંદ અને નડિયાદની વચ્ચે આવેલું વઘાસી કે વડેદરા નજીક આવેલું વાઘેડિયા છે. આ રાસની એક ચિત્રિત પોથી સુરતમાંથી મળી છે જેને શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાં સંગૃહીત કરવામાં આવી છે. આ પોથીને સમય વિ.સં. ૧૭૧૬ એટલે કે ઈ. સ. ૧૬ ૫૯ છે.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy