SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪] મુઘલ કાલા લંબાઈ કરતાં પહેળાઈમાં જ પોતાની કલાને અભિવ્યક્ત કરવાની ફરજ પડતી હતી. માત્ર ૦.૦૫ કે ૦.૦૮ મીટરની પહેળાઈમાં તેને પોતાના ચિત્રનું આયોજન કરવું પડતું હતું. પરિણામે તાડપત્રોની ચિત્રકલામાં એ મન મૂકીને પિતાના વિષયની વિગત ઉમેરી શકતો ન હતો! હવે આ ગાળામાં જ્યારે કાગળ સુલભ બન્યો ત્યારે એને મન મૂકીને પિતાની ચિત્રકૃતિઓમાં બારીક કલાત્મક વિગત ઉમેરવાની તક પ્રાપ્ત થઈ. કલાવિવેચકે કહે છે કે રસ અને ભાવની અભિવ્યક્તિની દૃષ્ટિએ ગુજરાતી ચિત્રકલાના ઉત્તમ નમૂના કાગળની હસ્તપ્રતોમાં જોવા મળે છે. સાહિત્ય અને કલાને કેવો મધુર સંબંધ છે તેનાં દૃષ્ટાંત આ ગુજરાતી ચિત્રકલાની હસ્તપ્રતો પૂરાં પાડે છે. પશ્ચિમના વિવેચનમાં કવિતા અને ચિત્રકલા (Poetry and Painting) વિશે ઘણી ચર્ચાઓ ૧૯મી સદીની શરૂઆતમાં કરવામાં આવી છે, જ્યારે ગુજરાતમાં તે કવિતા અને ચિત્રકલા છેક ૧૧ મી સદીથી કેવી ઓતપ્રોત થઈ હતી તેને રસિક ઇતિહાસ આ ચિત્રકલામાં જોવા મળે છે. કવિએ જે શબ્દચિત્ર કાવ્યમાં આલેખ્યું છે તેને ચિત્રકારે રંગ અને રેખાની મદદ વડે ભારોભાર અભિવ્યક્ત કર્યું છે. ગુજરાતના કલાકારની આ અદ્દભુત સિદ્ધિ ગણાવી શકાય. મુઘલ કાલના ગુજરાતની આ કલા મુખ્યત્વે ધાર્મિક ગણાવી શકાય. આમ છતાં એના લૌકિક નમૂનાઓ પણ ઓછા નથી. આ વિષયમાં હજુ વધુ સંશોધનને અવકાશ છે. આ સમયમાં ગુજરાતના લોકજીવન ઉપર મુખ્યત્વે ત્રણ સંપ્રદાયની અસર જોવા મળે છેઃ (૧) જૈન, (૨) વૈષ્ણવ, (૩) શૈવ-શાક્ત. લૌકિક નમૂનાઓ શૃંગારી સાહિત્યકૃતિઓ અને લોકકથાઓની કૃતિઓમાં મળે છે. જૈન થિીની ચિત્રકલા ગુજરાતના જૈન શ્રેષ્ઠીઓ અને મુનિઓને મુઘલ સમ્રાટ સાથે આર્થિક, રાજકીય અને ધાર્મિક સુમેળ હેવાથી સલતનત કાલની સરખામણીમાં મુઘલ કાલમાં સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસ થયો. આ કાલમાં કલ્પસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, સંગ્રહણીસૂત્ર અને કાલિકાચાર્ય–કથા જેવા ગ્રંથની, કાગળ સુલભ થતાં, અનેક પ્રત લહિયાઓ દ્વારા તૈયાર કરવામાં આવી. વળી આવી પ્રત પૈકી કેટલીકને ચિત્રોથી અલંકૃત કરવામાં આવી. હાંસિયાના આલેખનમાં જે ફૂલવેલ અને ભૌમિતિક ભાતે જોવા મળે છે તેમાં મુઘલ કલાની અસર સ્પષ્ટ દેખાય છે. આ સમયમાં જૈન કવિઓએ જે “રાસ' રચ્યા તેમાં પણ ચિત્રનું કલાત્મક આલેખન છે. આવા રાસોમાં “ચંડરાસ, “આદ્રકુમારરાસ “નલદવદની
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy