SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮] મુઘલ કાલ ' ખેડા જિલ્લાના માતર ગામેથી વિચારસરી’ની એક ચિત્રિત પથી પ્રાપ્ત થઈ છે જેને સમય વિ.સં. ૧૬૩૯ (ઈ.સ. ૧૫૮૩) છે. આ પોથીમાં કુલ ૧૨ ચિત્ર છે. આ પોથી અમદાવાદના શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ વિદ્યાભવનમાં સંગૃહીત કરવામાં આવી છે. અમદાવાદના દેવશાના પાડાના ભંડારમાંથી હરબલચોપાઈની આ સમયની એક ચિત્રિત પોથી મળી છે. એનો સમય વિ.સં. ૧૭૪૪ (ઈ.સ. ૧૬૮૭) છે.• આ થિીઓ ઉપરાંત બાદશાહ જહાંગીરનાં ફરમાનેનાં બે સુંદર ચિત્ર પ્રાપ્ત થયાં છે. જહાંગીરના દરબારી ચિત્રકારો પૈકી કલાકાર શાલિવાહને જૈન શાસનને લગતાં બે ચિત્ર આલેખ્યાં છે. આ પૈકીના એક ચિત્રમાં જૈનાચાર્ય શ્રીવિજયસેનસૂરિ ઉપર આગ્રાના જૈન સંઘે સંવત ૧૬૬૭ કાર્તિક સુદ બીજ ને સોમવારના રોજ મોકલાયેલા વિજ્ઞપ્તિપત્રમાં ઉપાધ્યાય શ્રી વિવેકહર્ષગણિએ સંવત ૧૬૬૬ ના વર્ષમાં આગ્રામાં ચાતુર્માસ કર્યો ત્યારે, રાજા રામદાસ વગેરે દ્વારા શહેનશાહ જહાંગીરની મુલાકાત લીધી અને પોતાની વિદ્વત્તાની પ્રતિભાથી બાદશાહને પ્રભાવિત કરીને એ વર્ષમાં એની પાસેથી પર્યુષણ પર્વ ના તહેવારોના દિવસોમાં પિતાના રાજ્યમાં જીવહિંસા ન થાય એ બાબતનું જે ફરમાન કઢાવેલું તેનું આલેખન કરવામાં આવ્યું છે. ઉપાધ્યાય વિવેકહર્ષગણિના આ ઉત્તમ કાર્યથી આગ્રાના જૈન સંઘને ઘણો આનંદ થયો અને એ આનંદ પ્રગટ કરવા તેઓએ પિતાના ગ૭ના ગચ્છપતિ આચાર્ય કે જેઓ એ વખતે દેવપાટણ એટલે કે આજના પ્રભાસપાટણમાં ચાતુર્માસ માટે રહ્યા હતા, તેઓને સાંવત્સરિક ક્ષમાપનાના પત્ર નિમિત્તે આપવા આ પ્રસંગનું ચિત્ર શાલિવાહન પાસે તૈયાર કરાવ્યું. સદરહુ ચિત્રપટમાં ઉપાધ્યાય વિવેકહર્ષગણિ રાજા રામદાસની સાથે શહેનશાહ જહાંગીર પાસે ફરમાન મેળવવા માટે કઈ રીતે જાય છે તેનું તાદશ આલેખન કરવામાં આવ્યું છે. ફરમાન પ્રાપ્ત કર્યા પછી એમના બે શિષ્ય રાજ્યના સેવકોને સાથે લઈ આગ્રા શહેરમાં તે બાબતનો પડે વગાડે છેએ પ્રસંગનું સુંદર આલેખન ચિત્રકારે કર્યું છે (આ. ૫૯). આ પ્રસંગને આલેખતું બીજું ચિત્ર આચાર્ય વિજયસેનસૂરિનું છે. એમની આસપાસ જિજ્ઞાસુ શ્રાવકે બેઠેલા છે. ઉપાધ્યાય વિજયહર્ષ બાદશાહી ફરમાન. પિતાના આચાર્યને બતાવી રહ્યા છે. એમની પાછળ ઉદયહર્ષસૂરિ પણ દેખાય છે અને એમની પાછળ મુઘલ દરબારને કોઈ અધિકારી દેખાય છે. આ ચિત્રમાં શ્વેતાંબર જૈન સાધુઓની વેશભૂષા નોંધપાત્ર છે. એમની પાસેનાં ઉપકરણ ધ્યાન ખેંચે એવાં છે. આચાર્યશ્રી વિજયસેનસૂરિ પિથી સાથે સ્વાધ્યાય કરી રહેલા
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy