SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭] સુઘલ માલ [.. તારણુ વગેરેથી સુશાસિત છે. ગ`દ્દાર પાસે ગજારૂઢ નાભિરાજ તથા મરુદેવીની મૂતિ એ દેખાય છે.૧૨ આ સિવાય પણ શત્રુજય પહાડ પર નેમિનાથ શાંતિનાથ પાર્શ્વનાથ ધર્માંનાથ સુમતિનાથ વગેરે તીથંકરાનાં બીજા અનેક મંદિર આ સમયમાં બંધાયાં, એમાં હજારાની સંખ્યામાં આ કાલની જૈન મૂર્તિએ સંગ્રહાયેલી છે. અમદાવાદમાં ઝવેરીવાડની સભવનાથની ખડકીમાં શ્રી સંભવનાથનું પ્રાચીન મંદિર આવેલુ છે તેના ભેાંયરામાં સંભવનાથની પૂર્ણ કદ કરતાં પણ વિશાળકાય પ્રતિમા આવેલી છે. સફેદ આરસમાંથી કડારેલી આ પ્રતિમા ખૂબ જ પ્રભાવાત્પાદક છે. એની આસપાસ કલાત્મક દર્શનીય પરિકર આવેલ છે. આ પરિકર કાઉસગ્ગિયા અવસ્થામાં ઊભેલા એ તી કર તથા બારીક ક્રાંતરણીયુક્ત સ્તંભા તથા ગંધર્વાદિ શિલ્પોથી યુક્ત તારથી સુશાભિત છે. એના પમાસની કાતરણી પણ નમૂનેદાર છે. મૂર્તિ નીચે સવત ૧૬૫૯(ઈ.સ. ૧૬૦૨-૩)ના લેખ છે.૧૩ અમદાવાદમાં ઝવેરીવાડમાં આવેલી નીશાપેાળમાં જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર આવેલું છે તેના ઊંડા ભાંયરામાં શ્રીપાનાથ ભગવાનની સફેદ આરસની ૧.૮ મીટર ઊંચી પદ્માસનસ્થ પ્રતિમા સ્થાપેલી છે. સુંદર કલામય મુખમુદ્રામાંથી હાસ્ય નીતર્યા કરતુ હોય અને એ દકના હૃદયને આદ્ઘાતિ કર્યાં કરતુ હાય એમ લાગે છે, ખાસહુની કાતરણી પણ કલાત્મક છે. આ મૂર્તિ સ’. ૧૬૫૯( ઈ.સ. ૧૬૦૨-૦૩)માં પ્રતિષ્ઠિત કર્યાના લેખ છે. નીચે ગર્ભદ્વારમાં ઊતરતાં ત ઉપર પૂજાનાં ઝાંઝ-પખાજ વગાડતા ભક્ત-શ્રાવકા નજરે પડે છે, જે મુઘલ કલાના પ્રતીક જેવા છે. ૧૪ કુંભારિયા(આરાસણ)માં પ્રાચીન જૈન મંદિરસમૂહમાં સૌથી મોટો તેમિનાથપ્રાસાદ છે. નેમિનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિ (૧૨ મી સદી) ખખંડિત થવાથી ઈ.સ. ૧૬૧૮ માં મુનિ શ્રીવિનયદેવસૂરિજીએ નેમિનાથજીની નવી મૂર્તિની પુનઃપ્રતિષ્ઠા કરાવી હાવાના એના પર લેખ છે. સફેદ આરસની એ ભવ્ય પ્રતિમા છે. નેમિનાથજી પદ્માસન અવસ્થામાં બેઠેલા છે. આ સિવાય ત્યાંનાં મહાવીરસ્વામી તથા પાર્શ્વનાથનાં મંદિરોમાં પણ મૂળનાયકની પ્રતિમાએની પ્રતિષ્ઠા મુનિશ્રી વિજયદેવસૂરિએ આ સમયમાં કરાવી હતી, ૧૫ તીર્થધામ શત્રુ ંજય પર વાધણુપાળમાં પ્રવેશતાં જ અમીઝરા પાર્શ્વનાથજીનું દેરાસર આવે છે, જેના મૂળ નાયક તરીકે અમીઝરા પાર્શ્વનાથજી બિરાજમાન છે. કાળા આરસાંથી બનાવેલી આ પ્રતિમા પ્રભાવશાળી લાગે છે. ભરતક પર સાત ફેબ્રુવાળા નાગની પાટલી નીચે સ. ૧૭૯૧(૪. ૧૭૩૪-૩૫)ના લેખ છે. ૧૬
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy