________________
૧૪ સુ”]
શિલ્પતિએ
૨. હિંદુ-જૈન ધાતુ-શિલ્પ વડોદરા મ્યુઝિયમમાં ૧૬ મી સદીના ઉત્તરાર્ધની એક મહિષાસુરમર્દિનીની. અષ્ટભુજાવાળી સુંદર પ્રતિમા સચવાયેલી છે. એના હાથમાં ખગ્ર ગદા પાશ ત્રિશલ ઢાલ ખટ્વાંગ કપાલ અને મહિલકુંડ ધારણ કરેલા છે. સિંહ પાસે. ત્રિભંગયુક્ત ઊભેલાં દેવી ત્રિશુળથી મહિષાસુરનો વધ કરતાં જણાય છે.
ખેડબ્રહ્માના બ્રહ્માજી મંદિરના ગર્ભગૃહમાં કેટલીક ધાતુપ્રતિમાઓ પડેલી છે, જેમાં મહિષમર્દિની વિષ્ણુ તથા દીપલક્ષ્મીનાં સુંદર શિલ્પોનો સમાવેશ થાય છે. મહિષમર્દિનીએ દસ હાથમાં પરંપરાગત આયુધ ધારણ કરેલાં છે. દેવી ત્રિભંગ અવસ્થામાં અસુરનો વધ કરતાં જણાય છે. વિષ્ણુની પ્રતિમામાં ચતુર્ભુજ દેવ સમભંગ સ્થિતિમાં ઊભા છે. એમના જમણા હાથમાં ગદા અને પદ્મ અને ડાબા હાથમાં શંખ અને ચક્ર ધારણ કરેલાં છે. મસ્તક પર સાદો મુકુટ છે. પાછળ સાદો તોરણાકાર પરિકર છે. દીપકન્યાનું દેહલાલિત્ય ત્રિભંગમુદ્રામાં ખીલી ઊઠયું છે. જમણે હાથ દીપક ધારણ કર્યો હોય તેવી સ્થિતિમાં છે ને ડાબે હાથ કમર નીચે લટકતો રાખેલ છે. આ ત્રણેની પ્રતિમાઓમાં સાદો મુકુટ, કાનનાં વસ્યાકાર કુ ડળ, દાઢી પાસેથી ત્રિકોણાકાર અને એકંદરે ચોરસ સ્વરૂપને ચહેરો વગેરે જોવા મળે છે, જે આ સમયની કલાનાં લક્ષણ દર્શાવે છે.
અમદાવાદના દેશીવાડાની પોળમાં આવેલા નટવરલાલજીના પ્રસિદ્ધ વૈષ્ણવ મંદિરમાં શ્રીકૃષ્ણનાં વિભિન્ન સ્વરૂપોની પિત્તળની અનેક ધાતુપ્રતિમાઓ સચવાયેલી છે. એમાં લાલજી વેણુગોપાલ અને રાધાકૃષ્ણની ત્રણ સુંદર સેવ્ય પ્રતિમાઓને સમાવેશ થાય છે. બાળસ્વરૂપ લાલજી ભાખરભરિયા સ્થિતિમાં બેઠેલા છે (આ.૪૫). બે પગ અને એક હાથ જમીન પર ટેકવેલા છે ને એક હાથમાં લાડુ રાખે છે. આ સ્વરૂપને ‘લાડુગોપાલ” પણ કહેવામાં આવે છે. માથે ગોળ ટોપી ઘાટન કૂમતાવાળો મુકુટ ધારણ કરેલો છે. વેણુગોપાલ (આ. ૪૬) પગે આંટી પાડીને ત્રિભ ગમાં ઊભેલા છે. તેઓ જમણી તરફ બંસી રાખી વગાડતા હોય એમ લાગે છે. એમણે સાદે કિરીટમુકુટ ગોળ કુંડળ અને ઘૂંટણ સુધીનું કટિવસ્ત્ર ધારણ કરેલ છે. રાધાકૃષ્ણની પણ આ જ સ્વરૂપની પ્રતિમા છે (આ. ૪૭). કૃષ્ણની સ્થિતિ ઉપર વર્ણવ્યા મુજબ બંસીવાદકની છે. બાજુમાં રાધા છે. આ બંને પ્રતિમાઓવેણુગોપાલ અને રાધાકૃષ્ણ-ની મુખાકૃતિઓ બીબાઢાળ લાગે છે. આ કાલમાં મનુષ્યાકૃતિઓવાળાં શિપના--પછી એ દેવ-દેવી હેય, ચામરધારી હોય કે દીપકન્યા હોય, પરંતુ સહુના ચહેરા એકસરખા જોવા મળે છે. એમાં ખાસ ફેરફાર જોવા મળતો નથી. આમ બીબાઢાળ ચહેરા ચોરસ અને વલયાકાર કુંડલ આ કાળની ધાતુપ્રતિમાઓનું મહત્ત્વનું લક્ષણ છે, જે અહીં જોવા મળે છે.