SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ મું] શિલ૫કૃતિઓ [૪૬૯ સ્થાનિક લોકકલાને પ્રભાવ, સાદાં આયુધ, હૈટ જેવો મુકુટ, ગરુડને પણ પાઘડી ધાટને મુકુટ વગેરે આ શિલ્પની વિશેષતા છે. ખંભાતમાં મહાલક્ષ્મીના મંદિરમાં આ જ સમયની એક મહિષમર્દિનીની મૂર્તિ છે. આ મૂર્તિ પણ આ કાલની કલાના નમૂનારૂપ છે. ગુજરાતની પ્રાચીન શિ૯૫પરંપરામાં મહિષાસુરમર્દિનીની પ્રતિમાઓના રવરૂપમાં જોવા મળતી ગતિ અહીં જોવા મળતી નથી. માંડવી(કચ્છ)ના સુદરવર મંદિરની સુંદરવરજીની ત્રિવિક્રમ સ્વરૂપની સેવ્ય પ્રતિમા, અમદાવાદના ખાડિયામાં આવેલ કાશી વિશ્વનાથ મંદિરની વિ. સં. ૧૬૪૦( ઈ.સ. ૧૫૮૪)ને લેખ ધરાવતી ત્રિવિક્રમ પ્રતિમા, બાકરોલ(તા. દશક્રોઈ, જિ. અમદાવાદ)ની વિ.સં. ૧૬૪૧ (ઈ.સ. ૧૫૮૫) ને લેખ ધરાવતું શાલભંજિકાનું શિલ્પ, અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ નીલકંઠ મહાદેવના મંદિરની પાર્વતીની પ્રતિમા, અમદાવાદની દોશીવાડાની પોળમાં આવેલ નટવરલાલ શ્યામલાલજીની હવેલીની વેણુગોપાલની દિભુજ પ્રતિમા વગેરે પણ આ કાલની ઉલ્લેખનીય પ્રતિમાઓ છે. સાબલી–પ્રતાપગઢ (જિ. સાબરકાંઠા) ગામમાં દિગંબર જૈન મંદિરમાં સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની કાળા આરસની સુંદર પદ્માસનસ્થ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે (આ.૪૮), જેની પાટલી પર સંવત ૧૬૪૮(ઈ.સ. ૧૫૯૨) લેખ છે એમના પર છત્ર ધરતા સહસ્ત્ર ફેણવાળા નાગનું શિપકામ ઘણું બારીક અને મનહર છે. પણ ચોરસ મુખાકૃતિ, મેટી આંખે, કોણી પાસેના ખૂણું, હથેળીનું કેતરકામ, વાળની શૈલી વગેરે આ સમયની કલાનાં લક્ષણ દર્શાવે છે.• શત્રુંજય પહાડની ચૌમુખજીની ટ્રેક પર આવેલ ચૌમુખજીના મંદિર કે ચતુર્મુખ પ્રાસાદના વિશાળ ગર્ભગૃહમાં ચારે બાજુથી કલામય કતરણીવાળા આરસના ૬૦ સે.મી. ઊંચા સિહાસન પર ચાર દિશામાં મેં રાખીને પદ્માસનમાં બેઠેલી આદિનાથની ૩૩ મીટર ઊચી ચાર ભવ્ય મૂર્તિ આવેલી છે તેમની ભ્રમર પર રત્નો તથા છાતી, ખભા અને ગોઠણ પર સેનાનાં પતરાં મઢેલાં છે. કેટલીક વાર મુકુટ પણ પહેરાવવામાં આવે છે. આ મૂર્તિઓ પર સં. ૧૬૭૫(ઈ.સ. ૧૬૧૯) નો લેખ છે. આ મંદિરના અંતરાલના ગોખમાં પાષાણની નાનીમોટી અનેક પ્રતિમા વિરાજમાન છે. ૧૧ • શત્રુંજય પહાડ ઉપર ડાબી તરફ બીજું પણ એક આદીશ્વર ભગવાનનું મુખ મંદિર આવેલું છે. આ મંદિર ૨૧ સિંહ, ૪ ગિની, ૧૦ દિપાલ, જિન મૂતિઓથી યુક્ત ચારે તરફ સુંદર દેવકુલિકાઓ, ૩૨ પૂતળી અને ૩૨
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy