SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ મું]. સ્થાપત્યકીય સ્મારકે [૪૪૫. પૅલેસ તરફ જવાના રસ્તા પર આવેલ છે. ઊંચા પીઠ પર બાંધેલો મકબરો આકારમાં અષ્ટકોણ છે. આ મકબરો તત્કાલીન દિલ્હીના મકબરાઓને મળતો. આવે છે. એમાં ગુજરાતના પ્રાચીન મકબરાઓ જેવી ભવ્યતા જોવા મળતી નથી. એમાં એ સંત ઉપરાંત એમના પુત્ર નવરંગખાન (જે અકબરના સમયમાં ગુજરાતમાં ઊંચે હેદો ધરાવતો હતો, તે)ની પણ કબર છે. વડેદરા મુસ્લિમ શાસન સાથે સંકળાયેલું હોવાનું સૂચવતું આ અગત્યનું સ્મારક છે. આ મકબરાના નિભાવ અર્થે દાંતેશ્વર ગામની આવક આપવામાં આવેલી હતી અને એનો વહીવટ વડોદરાના સૈયદ બકુદ્દીન કરતા હતા. ૧૯ અમદાવાદને મીર અબૂ તુરાબ રેજે–આ રોજે જમાલપુર દરવાજા બહાર બહેરામપુરા વિસ્તારમાં આવેલ છે. અકબરની સેવામાં લગભગ ૨૦ વર્ષ ગાળનાર મીર અબૂ તુરાબનું અમદાવાદમાં ઈ.સ. ૧૫૯૭ માં અવસાન થતાં અબૂ તુરાબે પોતે પોતાને માટે બંધાવી રાખેલા મકબરામાં એને દફનાવવામાં આવ્યો. આ રોજામાં મકબરે અને મસ્જિદ બંને ઈમારતો હતી, પરંતુ મરિજદનો બિલકુલ નાશ થયો છે. મકબરો (આ. ૩૨) ૧૨૫ મીટર ચોરસ પીઠ પર ઊભો છે. એમાં પ્રત્યેક બાજુ ફરતા છ–છ સ્તંભ ગોઠવી કુલ ૨૦ સ્તંભ વડે ખંડ રચેલે છે. આ ખંડને મધ્યમાંથી બીજા ૧૨ તંભ ટેકો આપે છે. બધા જ સ્તંભે વડે ઉપરથી કમાન રચાય છે. એમાં ચારે બાજુ ફરતી કમાનો પૈકી દરેક બાજુ પાંચ-પાંચ ઊંચી કમાન બની છે. દક્ષિણ બાજુએ બે સ્તંભ વધારીને ચેકી કાઢેલી છે. ખંડની છત અંશતઃ સપાટ અને બાકીનામાં આઠ નાના ઘૂમટવાળી છે. મધ્યના ૧૨ સ્તંભ વડે રચાતી કમાને વચ્ચે અગાઉ પથ્થરની જાળીદાર ૫ડદીઓ ભરેલી હતી, પરંતુ એ બધી તૂટી ગઈ છે. એ મધ્યની કમાને ઉપર બીજા સ્તંભ ગોઠવી, એક માળ જેટલી ઊંચાઈ વધારી એના પર અંશતઃ સપાટ છત અને બરાબર મધ્યમાં મોટો અવૃત્તાકાર ઘૂમટ કરેલ છે. ઉપર લીધેલ. માળવાળા ભાગને ફરતી જાળીના અવશેષ જોવા મળે છે. ઘૂમટ અંદરથી સાદે છે. મકબરાની ફરસમાં ઘણી જગ્યાએ ખાડા પડી ગયા છે. મધ્યની મુખ્ય કબરની બંને બાજ એક એક અને મંડપના રવેશમાં બીજી બે મળીને કુલ પાંચ કબર છે. રચના પર આ મકબરો સાદો છતાં સુઆયોજિત હોવાથી પ્રભાવશાળી લાગે છે. એમાં પણ એને ચારે બાજુ ફરતી પ્રત્યેક બાજુ ત્રણ પહોળી અને તેઓની વચ્ચે બે સાંકડી કમાનોની સુસંવાદી રચના કરી છે, જે મનહર છે. ગુજરાતના મુઘલકાલના આરંભમાં આ સ્થાપત્યમાં સ્થાનિક મુસ્લિમ સ્થાપત્યના શૈલીને કેટલેક અંશે સમન્વય જોવા મળે છે. ૧૨૦
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy