SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ મુઘલ કાલે (પ્ર. થરાદને અમીર બેગને મકબર-થરાદ (જિ. બનાસકાંઠા) માં આવેલે અમીર બેગને મકબરો ઈ.સ. ૧૬૦૨ માં બંધાયો હતો. આ સફેદ આરસથી બાંધે છે. મધ્યની કબર ઉપર ફરતે એક જ પંક્તિનો ૧૫ ફૂટ (૪૬ મીટર) લાંબે ફારસી લેખ કતરેલો છે. ૨૧ અમદાવાદને શેખ વજીહુદ્દીનને રેજે-આ રોજે ખાનપુરમાં આવેલો છે. મીલાને વજહુદીન નામના સૂફી સંત ચાંપાનેરના વતની હતા. ઈ.સ. ૧૫૩૭થી તેઓ અમદાવાદમાં આવી વસેલા. એમણે અહીં મદ્રેસા સ્થાપેલી. તેઓ “અલવી' ઉપનામથી સાહિત્યરચના પણ કરતા. એમનું ઈ.સ. ૧૫૮૯ માં અવસાન થતાં એમના નિવાસસ્થાન પાસે જ એમને દફનાવવામાં આવેલા. એમની કબર પર ગુજરાતના સૂબેદાર મુર્તઝાખાને (ઈ.સ. ૧૬૦૬-૧૬૦૯) ભવ્ય રાજે બંધાવેલો, રોજામાં મસ્જિદ અને હજ સંત વજીહુદીનના પૌત્ર શેખ હૈદરે કરાવ્યાં હતાં. બાદશાહ જહાંગીરે આ સ્મારકની મુલાકાત લીધી હતી અને શેખ હૈદરને ભેટસોગાદ આપી હતી. ૧૨૨ શેખની દરગાહ અને મજિદને ફરતા ઊંચી દીવાલનો કાટ કરેલો છે. દરગાહ (આ. ૩૩) કુલ વિસ્તારને અડધોઅડધ ભાગ રોકે છે ને એ પશ્ચિમ બાજુએ આવેલ છે. દરગાહ ઊંચા પીઠ પર બાંધેલી છે. એમાં બંને બાજુથી દાખલ થવા માટે બે બે મુખ્ય પ્રવેશદ્વાર કરેલાં છે. એ પ્રવેશદ્વારોનાં મથાળાં ખંડ છે. એ દ્વારા સુધી પહોંચવા માટે ત્રણ પગથિયાં કરેલાં છે. આ ઉપરાંત બંને બાજુએ બીજાં ચાર–ચાર પ્રવેશદ્વાર છે, જેનાં મથાળાં કમાનાકાર છે. ત્યાં સુધી પહોંચવા પગથિયાં કરેલાં નથી. તેઓને ઉપગ સંભવત: બારીઓ તરીકે થતો હશે. દરગાહ અંદરની બાજુથી ૩૪૫૮ ફૂટ (૯૩૪૧૭૮ મીટર) છે. ફરસની બંને બાજુએ પાંચ પાંચ સ્તંભોની બે હરોળ છે. મુખ્ય ઘૂમટની નીચે શેખ વજીહુદ્દીનની કબર છે, જ્યારે એના અગ્નિ ખૂણામાં શેખનાં સગાંઓની બીજી નવ કબર છે. મુખ્ય કબર આરસની છે તેની ફરતે ફરસને અરધો વિસ્તાર ઈટોથી છાયેલ છે. સ્તંભથી ટેવાયેલ છતમાં ૧૮ ચોરસ ભાગ પાડેલા છે તે પૈકીના ૧૩ ભાગ પર નીચા કદના ઘૂમટ કરેલા છે. શેખ વહુદ્દીનની કબર ઉપર ચેરસ ઘાટને ઊંચે મિનારો કરે છે. એ મિનારામાંથી પ્રત્યેક બાજુએ અગાસી પર પડતી એક એક બારી છે. એ મિનારાના છાવણની મધ્યમાં બહુ કાણુ પડઘી કરી એના ઉપર ડુંગળી ઘાટને ઘૂમટ કરેલો છે. મિનારા અને પડઘીને કારણે આ ઘુમટ વધારે પડતો ઊંચો થઈ ગયો છે અને એ પ્રચલિત પદ્ધતિ અનુસાર મકબરાની બરાબર મધ્યમાં કરે જોઈએ એને બદલે એક બાજુએ કરેલે છે, આમ છતાં સમગ્ર આયોજન
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy