SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪] મુઘલ કાલ [>, મુઘલ કાલમાં કેટલાક સંતો અને સરદારો બહારથી આવી ગુજરાતમાં વસેલા, તેઓ પિતાને મનપસંદ બાંધકામ કરાવવા માટે બીજા પ્રદેશમાંથી ઈજનેરા બોલાવતા. મજિદ કે મકબરાના આવશ્યક ભાગોની બાબતમાં તેઓ ખાસ ફેરફાર કરી શકતા નહિ, પણ મંડપરચના અને એના પરના ઘૂમટની રચનામાં એમની પ્રિય શૈલીઓ પ્રયોજાતી, આથી આ કાલની મસ્જિદ અને મકબરાના ઘૂમટોમાં ગળાઈ જમરૂખ અને અર્ધઅંડ જેવા ઘાટ વિશેષ પ્રચલિત થયા છે. ઘૂમરના ઘાટ પર સલ્તનતકાલીન ડુંગળી ઘાટ કઈ કઈ જગ્યાએ જળવાય છે; જેમકે અમદાવાદમાં ખાનપુરમાં આવેલી વજીહુદ્દીનની દરગાહ પર મુખ્ય ઘૂમટ આ ઘાટ ધરાવે છે, પણ આવા દાખલા જૂજ છે. ભારતમાં અન્યત્ર મુઘલ સ્થાપત્યમાં ઈરાની શૈલીના ભવ્ય દરવાજા, ઊંચી કમાનો અને ઉપરના ભાગમાં છત્રીઓ કાઢીને ઈમારતની ભવ્યતા અને મનોહરતામાં વધારે કરવામાં આવતું. ગુજરાતની આ કાલની કેટલીક ઇમારતમાં પણ આ પ્રયત્ન થયેલા નજરે પડે છે. અગાઉને મુકાબલે ઇમારતમાં મિનારા કરવાનું ચાલ ઘણો ઘટી ગયેલ જોવા મળે છે. જે કાંઈ થડા મિનારા બન્યા છે તેમાંના ઘણાખરા નક્કર બનેલા છે, જે ઉપયોગિતાને સ્થાને સુશોભન માટે બનાવેલા હોવાનું સ્પષ્ટ જણાય છે. સહતનત કાલના ઈસ્લામી સ્થાપત્યને મુકાબલે મુઘલકાલીન સ્થાપત્ય ઉતરતી કક્ષાનું જણાય છે. એમાં પૂર્વકાલીન પ્રશિષ્ટ સ્થાપત્યશૈલી સાથે અનુસંધાન જળવાયું નથી. જોકે આ કાલની કેટલીક ઇમારત ભવ્ય બની છે, પણ સતનતકાલીન ઇમારતમાં વિવિધ રૂપાંકનને લઈને જોવા મળતી મનોહરતાને અહીં અભાવ વરતાય છે. કોઈ કાઈ મકબરાની પડદીઓની જાળીઓમાં ભૌમિતિક અને ક્લેવેલની ભાત જોવા મળે છે, પરંતુ એનું કલાકૌશલે ઉત્તમ કક્ષાનું નથી. મુઘલકાલીન ઇસ્લામી ઇમારતો પૈકી કેટલીકનું વર્ણન પ્રકાશિત થયું છે તેની નેંધ અહીં પ્રસ્તુત છે. વડોદરાને કુબુદ્દીન મુહમ્મદખાનનો મકબર–ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફરશાહ ૩ જાના હુકમથી ઈ.સ. ૧૫૮૩ માં જેમને વધ કરવામાં આવેલા તે કુબુદ્દીન મુહમ્મદખાન મહાન સંત હતા. અકબરના દુધભાઈ મીરઝા અઝીઝ કેકાના એ કાકા હોવાથી બાદશાહ અકબરના નિકટના પરિચયમાં આવેલા. વડોદરામાં એમની કબર ઉપર મકબરે કરવામાં આવેલ છે. આ ઈટરી મકબરો ભક્કરપુરા
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy