SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મું] ધર્મ-સંપ્રદાયે ૩િ૮૦ ઈ.સ. ૧૫૮૦ માં જ્યારે અબૂ તુરાબ ગુજરાતમાં આવ્યા ત્યારે પથ્થરને પિતાની સાથે લઈ જવાની એમને પરવાનગી મળી. એમની ઇચ્છા એના ઉપર એક ઘુમ્મટ બનાવવાની હતી. ગુજરાત પવિત્ર કદમે રસૂલ”ને રાખવા માટે યોગ્ય સ્થળ હતું. એ જમાનામાં ગુજરાતને “પવિત્ર મક્કાને દરવાજે” એ ઉપનામ આપવામાં આવ્યું હતું. એ પવિત્ર પથ્થરને અમદાવાદ નજીક આશાવળમાં લાવી એના ઉપર એક ભવ્ય મકાન બાંધવામાં આવ્યું. અકબરે પોતાના સામ્રાજ્યમાં હિજરી સનને સ્થાને ઇલાહી સંવતની સ્થાપના કરતું એક ફરમાન બહાર પાડયું ત્યારથી અકબરના સિક્કાઓ ઉપરથી હિજરી સંવત દૂર થઈ અકબરના રાજ્યારોહણના વર્ષથી ઇલાહી સંવત ગણવાનું રાખવામાં આવ્યું. ઈલાહી વર્ષમાં ચાંદ્રમાસને બદલે સૌરમાસને સ્થાન આપવામાં આવ્યું અને એના મહિનાઓનાં નામ પારસી મહિનાઓનાં નામ પ્રમાણે આપવામાં આવ્યાં. મુઘલ સમય દરમ્યાન, ભારતમાં ઈસ્લામને દઢ કરનાર પીર ઓલિયાઓ પણ હતા. તેઓ પિતાના શુદ્ધ અને પવિત્ર જીવન દ્વારા સામાન્ય પ્રજા ઉપર, ભારે અસર ઉપજાવી શક્યા હતા. આ દરમ્યાન સૂફી સંતે અને પીર એલિયાઓનું મહત્વ વધ્યું હતું. તેઓમાંના ઘણું ફકીરી જીવન, તો કેટલાક સંસારી જીવન જીવતા હતા. કેટલાક ગૂઢ મતવાદી હતા, તે કેટલાક દેવી શક્તિમાં માનનારા હતા. સૂફીઓ હૃદયની વાણથી બોલતા અને તેથી સ્વભાવે ખૂબ જ શ્રદ્ધાળુ એવા હિંદુઓને પણ પિતાના તરફથી રપાકર્ષી શક્તા. ઘણું સંતોએ પિતાને સંપ્રદાય શરૂ કર્યો હતો. તેઓ ભાવિક જનતાની ભક્તિના અધિકારી બની ગયા હતા. એ ઉપરાંત પીર ફકીર અને ઓલિયાઓ દેશભરમાં ફરતા રહેતા અને ઇસ્લામ પ્રત્યે આમ પ્રજાના વિશ્વાસને દઢીભૂત કરતા હતા.૭૪ મુઘલ કાલ દરમ્યાન મુસ્લિમોના ઘણા ફિરકા અસ્તિત્વમાં આવી ગયા હતા. વહેરાઓના દાઈ ગુજરાતમાં આવી વસ્યા હતા. પરંતુ ગુજરાતી વહેરાઓમાં પિટાફિરક પડવાનો પ્રસંગ મુઘલ કાલ દરમ્યાન બની ગયો. આ પ્રસંગને “અખબારૂદ આતિલ અકરમીન”માં વિસ્તારથી વર્ણવ્યો છે. એના પ્રમાણે વહોરાઓના ૨૬ મા દાઈ સૈયદના દાઊદ બિન અજબશાહે પિતાની બીમારીને કારણે, પોતાના હુદ્દો અને મશાએઓ સમક્ષ, સૌયદના દાઊદ બીન કુતુબશાહ પર સે જલી કરી. આથી તેઓ દાવતે હાદિયાના કાનૂન મુજબ માલિક થયા. એ સમયે યમનથી શેખ સુલેમાને પણ તેઓની તાઅતને કબૂલ કરી. ચાર વર્ષ સુધી દાઅવતનું
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy