SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨] મુઘલ કાલ કામ શાંતિથી ચાલ્યું, પરંતુ પાછળથી યમનમાં શેખ સુલેમાને દાઈને દાવો કરતાં નવો ફિરકે ઊભો થયો.' શેખ સુલેમાન સૈયદના યૂસુફ બિન સુલેમાનના(સિદ્ધપુર) પૌત્ર હતા. તેઓએ દાઈ તરીકે પોતાને દાવો ઊભો કરતાં, દાઊદી અને સુલેમાની ફિરકા ઉદ્ભવ્યા. શેખ સુલેમાનના દાવાને કબૂલ રાખનારાઓ “સુલેમાની અને રૌયદના દાઊદ બિન કુતુબશાહને વફાદાર રહેનારાઓ દાઊદી વહેરા તરીકે ઓળખાયા.૭૫ ત્યાર પછી તે આ બંને ફિરકાઓ વચ્ચે ઘણા ઝઘડા થયા. શેખ સુલેમાનને મદદ કરનાર ઈબ્રાહીમે સૈયદના દાઊદ બિન કુતુબશાહ ઉપર ગુજરાતના સૂબેદારની મદદથી એક કરોડ અને આઠ લાખ રૂપિયાને દાવો કર્યો. છેવટે અકબરના વઝીરે આઝમ અબુલ્સ ફઝલના ચુકાદાથી આ દાવો રદ થયો. અકબરે પણ શેખ દાઊદને ઘણું માન આયાને ઉલેખ આમાં છે, ત્યાર બાદ સૈયદના અબ્દ ઉત તૈસ બિન સૈયદના દાઊદ બિન કુતુબશાહના સમયમાં અલી બિન ઇબ્રાહીમે પોતાના ઉપર નસે જલી થઈ હોવાનો દાવો કર્યો. એને દા સ્વીકારનારાઓ “અલિયા’ વહેરા તરીકે ઓળખાયા. તેઓનાં રીતરિવાજો અને ધાર્મિક માન્યતાઓ અન્ય વહેરાઓ જેવી જ છે, પરંતુ તેઓ દાઉદી કે સુલેમાની વહેરાઓ સાથે શાદી વહેવાર રાખતા નથી. જહાંગીર ઉપર એના બચપણથી જ ઈબાદતખાનની ચર્ચાઓને પ્રભાવ પડ્યો હતો. એ પોતે સુન્ની હોવા છતાં શિયાપંથ તરફ ભાન ધરાવતા હતા. એના ધાર્મિક વિચાર ઉદાર હતા. અલબત્ત, અકબરની તુલનાએ એ સહેજ કઠોર અને સુન્નીઓ પ્રત્યે પક્ષપાતયુક્ત દેખાય છે. - શાહજહાં ઈસ્લામનું ચુસ્તપણે પાલન કરવામાં માનતે. શરૂઆતમાં એણે કેટલાંક અસહિષ્ણુતા-ભર્યું કાર્ય કર્યા હતાં. એણે બાદશાહ સમક્ષનો સિજદ બંધ કરાવ્ય, ઈલાહી સંવત દૂર કરી હિજરી સન પુન: અપનાવ્યો. ઈ.સ. ૧૬૩૩ માં નિવાં બંધાયેલાં મંદિર તોડી પાડવાનું ફરમાન બહાર પાડ્યું. ધર્મ પરિવર્તન કરનારાને અનેક લાભ આપવાનું જાહેર કર્યું. બળપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાના કેટલાક પ્રયાસ પણ કરવામાં આવ્યા, એમ છતાં એનાં બે સંતાન–દારા અને જહાંનઆરાના પ્રભાવથી આગળ ઉપર એણે આવી અસહિષ્ણુનીતિને ત્યાગ કર્યો હતે. ઔરંગઝેબ ચારિત્ર્યવાન, પરંતુ કટર સુન્ની મુસલમાન હતો. કુરાનના આદેશ અનુસાર રાજ્ય ચલાવવામાં એ માનતો. ઇસ્લામના સિદ્ધાંતથી પ્રતિકૂળ બધી પ્રથાઓ એણે બંધ કરાવી. અકબરના સમયમાં મુલ્લાં ઉલેમાઓનું વર્ચસ દૂર થયું હતું તે ઔરંગઝેબના સમયમાં ખૂબ પ્રબળતાથી પાછું દાખલ થયું.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy