SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮] મુઘલ કાલે [y. ચાંચિયાઓએ એનાં વહાણ કબજે કર્યો હોવાની હકીક્ત સુરતની અંગ્રેજ કઠીના પત્રવ્યવહારમાંથી મળે છે. એના મૃત્યુ સમયે સરકાર દ્વારા જપ્ત થયેલી એની મિલક્તની કિંમતને અંદાજે ૮૫ લાખ રૂપિયા કાઢવામાં આવ્યો હતે.૧૫ સમુદ્ર ઉપર મુઘલ સામ્રાજ્યની સત્તા નહિ જેવી હતી. આથી ગુજરાતનાં બંદરોએથી ઊપડતાં વહાણોએ પોર્ટુગીને પરવાને લેવો પડતો. રાજકુટુંબના સભ્યો સમેત મકકે જતા હાજીઓ પણ એમાંથી બાકાત નહોતા. સોળમા સૈકાના અંતમાં કાવીના વતની વજિયા અને રાજિયા નામે જૈન બંધુઓ ખંભાતમાં માટે વેપાર કરતા હતા અને ગોવાના પોર્ટુગીઝ હાકેમ ઉપર એમને સારો પ્રભાવ હતો. પોર્ટુગીઝેએ એક ચાંચિયાનું વહાણ પકડયું અને પકડાયેલાઓને મારી નાખવાને હુકમ આપ્યો. એ દિવસ પર્યુષણના હતા. વજિયા અને રાજિયા શેઠના આ ધાર્મિક તહેવાર હોવાની યાદ ચાંચિયાઓએ પોર્ટુગીઝ અધિકારીએને આપતાં એમણે ચાંચિયાઓને છોડી મૂક્યા હતા. આમ સમૃદ્ધ વેપારીઓ બધી સત્તાઓ સાથે સારાસારી રાખતા હતા. ઔરંગઝેબના રાજ્યમાં સન ૧૬૬૫ માં મુઘલ સામ્રાજ્યના બધા ભાગમાં માલના વેચાણ ઉપરની જકાત શાડી હુકમથી એકસરખી કરવામાં આવી. રૂપિયા પર કરતાં ઓછી કિંમતના માલની વેચાણ-જકાત માફ હતી, પણ એ કરતાં વધુ કિંમતના માલ ઉપર મુસ્લિમ વેપારીઓએ સેંકડે અઢી ટકા જકાત ભરવાની હતી, જ્યારે હિંદુ વેપારીઓએ એ કરતાં બમણી એટલે કે સેંકડે પાંચ ટકા જકાત ભરવાની હતી ! ઔરંગઝેબને આટલાથી સંતોષ ન થયો. સને ૧૯૬૭માં એણે બીજું પરમાન કાઢયું કે મુસ્લિમ વેપારીઓ પાસેથી લેવામાં આવેલી અઢી ટકા જકાત ભરવાનું ટાળવા માટે કોઈ હિંદુ પિતાનો માલ મુસ્લિમ વેપારીના માલ સાથે ભેળવી દે નહિ એની તકેદારી રાખવી. ૧૭ વેપારીઓના બેવર્ગો વચ્ચે ધાર્મિક દ્રષ્ટિએ આવા ભેદ પાડવાને પરિણામે પ્રજાના એક મોટા વર્ગમાં કડવાશ ઊભી થઈ અને ગુજરાત જેવા વેપારી પ્રદેશમાં મુઘલ સામ્રાજ્યની પડતીની ભૂમિકા એક પ્રકારે બંધાઈ ઈ. સ. ૧૭૦૭ માં રગઝેબના અવસાન પછી મુઘલ સામ્રાજ્યની પડતી ઝડપી બની, ગુજરાત ખાતે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ વણસવા લાગી તથા એની અસર હુન્નર ઉદ્યોગ અને વેપાર ઉપર પણ થઈ. રાજ્યકર્તા વર્ગનું ધ્યાન પ્રજાનું રક્ષણ કરવાને બદલે એમાંના ધનિક અને સુખી ગણાતા વર્ગ પાસેથી કેઈ ને કોઈ નિમિત્તે નાણું કઢાવવા તરફ ગયું. નાણાવટીઓ શરાફ અને
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy