SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩'] આર્થિક સ્થિતિ [ ૨૬૯ વેપારીઓની છડેચાક લૂટ કરવામાં આવે અને જેમના પ્રત્યે શાસકોની ખામરજી હોય તેમની મિલકત જપ્ત કરવામાં આવે એવી ઘટનાએ। સામાન્ય બની ગઈ, ૧૮ અને સાધારણ નાગરિકા પાસેથી પણ ધાકધમકી ( black-mailing ) દ્વા નાણાં કઢાવવાની ઘટનાએ રાજિ ંદી બની. આને કારણે સાધનસપન્ન માણસે પોતાના જાનમાલના રક્ષણ માટે વ્યવસ્થા કરવા લાગ્યા, જેથી ખાનગી સૈન્ય ઊભાં થયાં. તે જાનમાલની સલામતી અને બ ંદોબસ્ત માટે વિશેષ ખતા પેદા થયે. મુધલ અમીરાના આંતરિક ઝધડાને પરિણામે મરાઠી સત્તાને અવકાશ મળ્યા, પણ અકબરે ગુજરાત ઉપર મેળવ્યા હતા તેવા આ કાઈ સ્પષ્ટ અને નિયામક વિજય નહાતા. મુઘલ સુબેદાર કે સરદારે। જેએ કેદ્રીય સત્તાને વાદાર નહાતા તેમની અને મરાઠી સત્તા વચ્ચે અનિશ્ચિત ખખેડામાં વર્ષો વીત્યાં અને કેટલાક સસય તેા ગુજરાતન! પાટનગર અમદાવાદમાં દ્વિમુખી રાજસત્તા હતી—ભદ્રતા કિલ્લામાં મુઘલ સૂબાની અને ગાયકવાડની હવેલીમાં મરાઠાએન પરિણામ ગુજરાતની રાજકીય અને આર્થિક તારાજીમાં આવ્યું. અમદાવાદનાં આબાદ પરાં ઉજ્જડ થઈ ગયાં, અમદાવાદની વસ્તી ઘટી ગઈ અને એના સમૃદ્ધ નાગરિકો જ્યાં ફ્રાન્ગ્યુ ત્યાં ચાલ્યા ગયા તથા અમદાવાદની તેમજ ગુજરાતનાં અન્ય મુખ્ય નગરાની ઔદ્યોગિક અને આર્થિક પ્રગતિ નામશેષ થઈ ગઈ. 'મિરાતે અહમદી'ના કર્તા અને ગુજરાતના મુદ્દલ દીવાન અલી મુહમ્મદખાન, જેણે એ કિ ંમતી તવારીખ સને ૧૭૬૧ માં પૂરી કરી છે, તેણે ગુજરાતની આ સર્વાંગીણ અવનતિને લગભગ રાજરાજને અધિકૃત અહેવાલ આપ્યા છે. મિરાતે અહમદી' લખે છે કે ઉમરેઠ કસ્સા અને વડનગર કસ્મા એ એ ગુજરાતની સામેરી પાંખે છે, કેમકે ધનિક બ્રાહ્મણે ત્યાં વસે છે, પણ હમણાં એ પાંખા ભાગી જવાથી ગુજરાત ખાંખા વિનાના પ ંખી જેવું થઈ ગયું છે.૧૯ સને ૧૭૫૮ માં ગુજરાતમાંથી મુઘલ સત્તા નાશ પામી અને ગુજરાત મરાઠી હકૂમત નીચે આવ્યું ત્યારે પાટનગર અમદાવાદ એતા અગાઉના વિશાળ અને તેજસ્વી રૂપના નાનકડા અને નિસ્તેજ પડછાયા જેવુ થઈ ગયુ હતુ. ગુજરાતમાંથી મુઘલ સત્તાનેા અસ્ત થવાની તૈયારી હતી અને ગુજરાત રાજકીય અસ્થિરતા અને આંતરવિગ્રહના વમળેામાં સપડાયેલુ હતુ ત્યારે કચ્છમાં રાવ લખપતના રાજ્યકાલ(ઈ.સ. ૧૭૪૧-૬૧)માં હુન્નરકલાના સારા વિકાસ થયો હતા. પુરાતન કાલથી કચ્છ પ્રદેશ સમુદ્ર-વ્યવહારથી વિદેશ સાથે સંકળાયેલા હતા અને ત્યાંના વેપારીએ અને વહાણવટીએ દરિયા ખેડતા હતા અને વિદેશેાની સમૃદ્ધિ દેશમાં ખેંચી લાવતા હતા. રાવ લખપતને એના પિતા રાવ દેશ
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy