SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ મું] સામાજિક સ્થિતિ [૨૫૭ આ કાલમાં ઉઘાડા માથાવાળા લેકે સંમાનનીય ગણાતા ન હતા. ઘરની બહાર જતાં તેઓ માથા પર ટોપી કે પાઘડી અચૂક પહેરતા. મુસ્લિમોને એ આમ-રિવાજ હતો. તેઓ સફેદ ગોળ પાઘડી પહેરતા. પોતાના વડીલેની હાજરીમાં તેઓ એને માથા પરથી ઉતારતા ન હતા. રઈસે પોતાની પાઘડી માટે ૨૫ થી ૩૦ વાર લાંબું બારીક મલમલનું કાપડ વાપરતા. એનું વજન ચાર સથી વધુ ભાગ્યે જ થતું. ગુજરાતમાં પહેરાતી કેટલીક ટોપીઓને ૧૦ બાજુઓ હતી.૩૮ સ્ત્રીઓના પોશાકમાં ખાસ વિશેષતા ન હતી. મુસ્લિમ સ્ત્રીઓ મોટે ભાગે સલવાર અને કમીઝ પહેરતી. એમની સલવાર પુરુષના ચરણ કરતાં ખાસ જુદી ન હતી. તેમાં કેટલીક ઘાઘરા પણ પહેરતી. ફૂલવાર અને ઘાઘરામાં રેશમી દોરી પરેવી એ કમર પર બાંધવામાં આવતી. કયારેક તે દેરીનું ફૂમતું ઘૂંટણ સુધી લટકતું રાખવામાં આવતું. સ્ત્રીઓના આર્થિક અને સામાજિક દરજજા પ્રમાણે એમની સલવાર સુતરાઉ રેશમી કે કિનખાબના કાપડમાંથી બનાવવામાં આવતી. | ઉચ્ચ તથા મધ્યમ વર્ગની મુસ્લિમ સ્ત્રીઓમાં પડદાની પ્રથા ઘણી ચુસ્ત રીતે પળાતી. ઉચ્ચ વર્ગની મહિલા બુરખા વગર ભાગ્યેજ દેખાતી. મુરિલમાં સ્ત્રીનું મુખ લેહીની સગાઈ સિવાયનાં બીજાં એનાં નિકટનાં સગાં પણ જોઈ ને શકે એવો ચાલ હોવાથી બુરખા વગરની સ્ત્રી કવચિત જ જોવા મળતી. સંજોગવશાત અગર આકસ્મિક રીતે જે કોઈ સ્ત્રીને પડદે થોડા સમય માટે પણ ખૂલી જાય તો એ માટે એને ઘણું સહન કરવું પડતું. નીચા વગની, ખાસ કરીને ખેડૂત કે મજૂર વર્ગની, સ્ત્રીઓ બુરખાના બંધનથી મુક્ત રહેતી. તેઓએ પોતાના પતિને બધાં કાર્યોમાં મદદ કરવી પડતી. પરિણામે બુરખો રાખવાનું એમને માટે મુશ્કેલ હતું. કુરાને શરીફમાં એક મુસલમાનને ચાર સ્ત્રીઓ સાથે લગ્ન કરવાની પરવાનગી આપવામાં આવી હોવા છતાં ગરીબ નીચલા વર્ગના મુસલમાનોમાં એકપત્નીપ્રથા પળાતી. ઉલેમાઓના નિર્ણય પ્રમાણે મુસ્લિમ, નિકાહ દ્વારા માત્ર ચાર, પરંતુ મુતા દ્વારા ગમે તેટલી સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે. પરંતુ શહેનશાહ અકબરે ફરમાન બહાર પાડયું હતું કે, “સામાન્ય સ્થિતિનો મુસલમાન, એકથી વધુ સ્ત્રી કરી શકે નહિ–સિવાય કે એની પત્ની વાંઝણી હેય. બહુપત્નીપ્રથા સરદારો અને શ્રીમંતોનું દૂષણ અને મધ્યમ વર્ગના શોખનું સાધન હતું. ઈ-૬-૧૭
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy