SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮] બુઘલ કાલ ઈસ્લામ પ્રમાણે સ્ત્રીને મિલકતનો અમુક ચોક્કસ ભાગ વારસામાં મેળવવાને અધિકાર હતું અને એ રીતે મેળવેલ મિલકત ઉપર એને સર્વાધિકાર રહેતો. પિતાની એ મિલકતને એ યથેચ્છ ઉપભોગ કરી શકતી. | ગુજરાતના મુસલમાનેમાં અન્ય ભારતીય મુસલમાનની જેમ અલંકારોનું ધાર્મિક મહત્વ હતું. તેઓ સોના-ચાંદીનાં તાવીજ પહેરતા. એમાં ખુદા તાલાનું નામ કોતરાવતા. સ્ત્રીઓ સેંથીમાં સિંદૂર, કાનમાં કડી કે ચંપાળી, નાકમાં નથ કે વેસર, ગળામાં હાર કે ગલૂણંદ, હાથ ઉપર બાજુબંધ અને ચૂડી કે કંગન, આંગળી પર વીંટી અને પગમાં પાયલ પહેરતી. રમતગમત શતરંજ ચોપાટ અને પત્તાંની રમત ઉચ્ચ મધ્ય કે ગરીબ બધા વર્ગના મુસલમાને માટે મને રંજનના સાધનરૂપ હતી. મેદાની રમતમાં કુસ્તી મુક્કાબાજી શિકાર ચગાન અને કબૂતરો ઉડાડવાની રમતે મુખ્ય હતી. એ ઉપરાંત પ્રાણીઓની સાઠમારી જેવા શેખ સૌ મુસ્લિમોને હતો. ઘેટાં બકરાં કૂકડા કૂતરા આખલા કે હરણની સાઠમારી મેદાનમાં થતી અને જોનારાઓને પૂરતું મને રંજન પૂરું પાડતી. * ઉચ્ચ વર્ગના મુસલમાનમાં જંગલી પ્રાણીઓની સાઠમારી વધુ પ્રિય હતી. વાધ ચિત્તા હાથી અને દીપડાની જીવસટોસટની લડાઈ જેવાનું તેઓને વધુ પસંદ પડતું. ‘તુઝુકે જહાંગીરીમાં આ ખલા અને વાઘ વચ્ચેની કુસ્તીઓને ઉલ્લેખ છે. ઘોડદેડની હરીફાઈ અમીર ઉમરાવોમાં પ્રચલિત હતી. તેઓ પોતાના તેજી ઘોડા ઉપર બેસી ઘડદેડની હરીફાઈમાં ભાગ લેતા. ભિન્ન ભિન્ન પ્રકારની પોલની રમત, જેવી કે ઘોડા પર બેસીને રમાતી પોલે, પાણીમાં રમાતી પેલે, પ્રકાશિત દડા વડે રાત્રે રમાતી પોલ વગેરે શાહી રમત ગણાતી.૩૯ પતંગ ઉડાડવાની રમત બધા વર્ગોમાં સામાન્ય હતી. વહેતા પાણીમાં તરવાનું સ્વાથ્યપ્રદ ગણાતું અને તેથી તરવાની રમત ઘણી પ્રખ્યાત બની હતી, બાદશાહે અને અમીર ઉમરાવોને શિકારને ઘણો શોખ હતો. પોતાની ગુજરાતની મુલાકાતના પ્રસંગે બાદશાહ જહાંગીર દાદથી ૧૦ કિ.મી. દૂર કદાચ પાવાગઢના પહાડી તથા જંગલવાળા પ્રદેશમાં હાથાઓના શિકાર માટે ગયો હતો.•
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy