SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ મું]. સમકાલીન રા . [૧૪૩ રાવ ચંદ્રસિંહ કરણસિંહને મોટો કુમાર ચંદ્રસિંહ સરવાણમાં જ રહેતો હતો. એણે મેવાડમાંના પિતાના સંબંધીઓની મદદ મેળવી ઈડરને કબજે લેવાના વિષયમાં બહારવટાનો આશ્રય લીધો. એની પજવણીથી ઈડરના સ્થાનિક વહીવટદારો કંટાળ્યા અને છેવટે ચંદ્રસિંહને ગાદીએ બેસાડવા કબૂલ થયા. એમણે બાદશાહી ફેજદારને હાંકી કાઢી ચંદ્રસિંહને ઈ.સ. ૧૭૧૮માં ઈડરની ગાદીએ બેસાડ્યો. એનામાં રાજ્ય ચલાવવાની કાબેલિયત નહોતી તેથી પડેશના જાગીરદાર ઠારો એક પછી એક નજીકનાં ગામ દબાવવા લાગ્યા હતા. રાવ ચંદ્રસિંહ કંટાળી ગયેલે એટલે મોકો જઈ પોતાના સસરા, પોળોના પઢિયાર, ઠાકોરને ત્યાં ગયો અને દગાથી સસરાને મારી પળોની ગાદી હસ્તગત કરી (ઈ.સ. ૧૭૨૭). ઈડરમાં ઊથલપાથલ રાવ ચંદ્રસિંહ ઈડર છોડી ચાલ્યો જતાં ઈડરનો કારભાર કેઈ સરદારસિંહ નામને સરદાર ચલાવતો હતો. થોડા સમય પછી સ્થાનિક સરદારો અને દેસાઈઓને પોતાના પક્ષમાં લઈ એ ઈડરની ગાદીએ બેઠો અને સ્વતંત્રપણે કારભાર કરવા લાગ્યો. એના પ્રધાન, એના એક ભાયાત સામળાજીની મદદથી ગયેલાં ગામ ઠાકરો પાસેથી પાછાં મેળવી ઈડરને મજબૂત કરવામાં સફળતા મેળવી. એણે કોઈ કારણે શંકા જતાં સામળાજીને દૂર કર્યો અને વડોદરાના એક બળો પંડિતને બોલાવી એને પ્રધાનપદું આપ્યું, પણ આ છ પંડિત કાવતરાબાજ નીવડ્યો અને કસ્બાતીઓ અને સરદારસિંહ વચ્ચે અણબનાવ કરાવવામાં સફળ થયા. એણે કઆતીઓને દબાવવા પ્રયત્ન કરતાં કરબાતીઓએ સરદારસિંહને મારી નાખવા નિશ્ચય કર્યો. આની જાણ થતાં બે વર્ષના અમલ પછી ડરનો માર્યો સરદારસિંહ વલાસણ નાસી ગયો. આ તકને લાભ લઈ, બરછ પંડિત અમદાવાદમાંના મુઘલ સુબેદારને ભારે નજરાણું આપી ઈડરને કારોબાર પિતાના નામથી ચલાવવા લાગ્યો (ઈ.સ. ૧૭૨૯). (૨) ન રાઠેડ વંશ રાવ આણંદસિંહજી બો પંડિતને કાતીઓ સલાહકારક થઈ પડયા. વડાલીના મેતીચંદ શાહ અને રણાસણના ઠાકર અદેસિંહજી પ્રધાનપદે એ બંને સ્થાનિક દેસાઈઓને રાજ્યકારેબારમાંથી પગ કાઢી નાખવા કાવતરાં કરવા લાગ્યા. એવામાં જોધપુરના મહારાજા અજિતસિંહનો પુત્ર આણંદસિંહ ગૃહકંકાસને લઈ પોશીનાની નાળમાં આવ્યો હતો તેને દેસાઈએ મળી જતાં એ ઈડર પર ચડી આવ્યો અને બો
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy