SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪] મુઘલ કાલ પંડિતને હાંકી કાઢી ઈ.સ. ૧૭૩૦-૩૧ ના અરસામાં ઈડરની ગાદીએ “રાવ” તરીકે બેઠો. આમ રાડેડ ફરીથી ઈડરના સત્તાધીશ બન્યા. ઈડર પ્રદેશને પહો મહારાજા અજિતસિંહના ખૂન પછી જોધપુરની ગાદીએ આવેલા અભયસિંહને બાદશાહ તરફથી મળ્યો હતો તે એણે નાના ભાઈ આણંદસિંહજીના લાભમાં કરી આપો એટલે આણંદસિંહજીને ઈડરમાંથી દૂર કરવાની પરિસ્થિતિ રહી નહતી. દેસાઈઓને પણ એ કારણે સ્વીકાર કરી લેવામાં ખૂબ અનુકૂળતા થઈ પડી. * આ અરસામાં અમદાવાદમાં નવા નિમાયેલા મુઘલ સૂબેદાર જોધપુરના મહારાજા અભયસિંહે ઈડરની સત્તા સ્થિર કરવામાં આણંદસિંહજીને સારી સહાય કરી. અભયસિંહ અમદાવાદમાં સૂબેદાર હતો ત્યાંસુધી આણંદસિંહજીને કઈ ખંડણી આપવી પડી હતી. એણે ઈડર અહમદનગર મોડાસા બાયડ હરસેલ પ્રાંતીજ અને વિજાપુર એ સાત મહાલેથી સમૃદ્ધ રાજ્ય સ્થિર કરવામાં સફળતા મેળવી હતી. કેટલાક સમય પછી ઈરમાં જોધપુરના સૈનિક હતા તેમને રાવે જોધપુર જવા રજા આપી અને કબાતી સિપાઈઓને પગારથી રોક્યા. રાજ્યની આર્થિક સ્થિતિ નબળી હતી તેથી પગાર ચૂકવી શકાતા નહતા. કબાતીઓએ એ માટે કઈ ગામ લૂંટવાની પરવાનગી માગી. નાઈલાજે રાવે રહેવર રાજપૂતોનું દેશોતર ગામ લૂંટવા રજા આપી. એમ થતાં રહેવરો રાવથી રિસાઈને જુદા પડ્યા. પરિણામે રાજ્ય અને રહેવો વચ્ચે ઘમસાણ જાગ્યું. રહેવરે ઈડર પર ચડી આવ્યા. કિલ્લામાં સલામતી ન જળવાતાં રાવ આણંદસિંહજી ભાગી છૂટયા. માર્ગમાં ઘેડો મરણ પામતાં એ રહેવરોના સકંજામાં અચાનક આવી ગયા ને માર્યા ગયા (ઈ.સ. ૧૭૩૯). રહેવએ ઈડરને કબજે કરી લીધું. આ વખતે રાવનો ભાઈ રાયસિંહજી બેરસદમાં હતો. સમાચાર મળતાં એ ઈડરના પ્રદેશમાં આવ્યો અને જુદે જુદે સ્થળે મુકામ કરતાં કરતાં ઈડર લેવાના પ્રયત્નમાં પડ્યો. કેટલાય ઠાકોર અને ભીલે તેમ મરાઠાઓની સારી એવી ફેજ એકઠી કરી એણે ઈડર પર હલ્લો કરી કિલે કબજે લીધો. રહેવર નાસી પળે જતા રહ્યા. શિવજીસિંહ ઈડરને કબજે કર્યા બાદ રાવ આણંદસિંહજીના છ વર્ષના બાળકુમાર, શિવજીસિંહને ઈડરની ગાદીએ બેસાડી રાયસિંહજી ઈડર પ્રદેશને કારભાર કરવા લાગ્યો (ઈ.સ. ૧૭૪૦). રાયસિંહજીએ પહેલું કામ કર્યું તે રહેવાનું રણાસણ કબજે કર્યાનું. એ ગામ પાંચ વર્ષ સુધી ઈડરને કબજે રહ્યું હતું. દરમ્યાન રહેવા બહારવટે ચડેલા તેથી અંતે સમાધાન કરી, દેશેતર વગેરે ૧૨ ગામ ઈડર નીચે
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy