SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨] મુઘલ કાલ [ રાવ અજુનદાસ હવે ઈડરના રાવ તરીકે અર્જુનદાસે સત્તાસૂત્ર ધારણ કર્યો. એના સમયમાં ઈડરમાંથી હારીને નાસી ગયેલા ફોજદારે ફરીથી મટી ફેજ સાથે ઈડર ઉપર ચિડાઈ કરી અને રાવને ગાદીએથી ઉઠાડી મૂકી ઈડરને સંપૂર્ણ કબજે કરી લીધા. રાવે નાસી ધાદની નાળમાં જઈ ભરાયે. અહીં એણે દેવલિયા પ્રતાપગઢના, વાંસવાડાના, લુણાવાડાના અને ડુંગરપુરના રાજકુમારોની મદદ માગતાં તેઓએ રણાસણ(તા. ઇડર)ને કબજે કરી ત્યાંથી ઈડર તેમજ અમદાવાદનાં પરગણું લૂંટવાની સલાહ આપી. એ ચારે કુમારો સાથે રાવ રણાસણ ઉપર ચડાઈ લઈ ગયા, જ્યાં થયેલા યુદ્ધમાં એ પાંચે માર્યા ગયા (ઈ.સ. ૧૬૫૯). રાવ ગેપીનાથ રાવ અર્જુનદાસના અવસાને રાવ જગન્નાથને ભાઈ ગોપીનાથ મુઘલ સત્તા સામે બહારવટે નીકળ્યો અને ઈડર તેમજ અમદાવાદનાં પરગણું લૂંટવા લાગ્યો. ઈડરના હાકેમ સૈયદ હાથાએ એની જિવાઈની વ્યવસ્થા કરી આપતા રૌયદના સત્તા-કાલમાં એ શાંત રહ્યો. સૈયદ હાથાને સ્થાને કમાલખાન નામને ફોજદાર ઈડરમાં સત્તા પર આવ્યો ત્યારે ગોપીનાથે પહેલાંની જેમ લૂંટફાટ જારી કરી. કમાલખાન કમજોર અને કમ-અલ આદમી હતો અને કામકાજમાં બહુ ઓછું ધ્યાન આપતો એને કારણે પડોશી જાગીરદારો ઈડરનાં પિતપોતાને લગતાં ગામ કબજે કરવામાં પડ્યા. આ તકને લાભ લઈ ગોપીનાથ સારી એવી ફેજ એકઠી કરી ઈડર ઉપર ચડી આવ્યો અને કમાલખાનને હાંકી કાઢી ઈડરની ગાદી પોતાને કબજે કરી આસપાસને મોટા ભાગને પ્રદેશ પિતાની સત્તા નીચે લઈ લીધો. રિણાસણના ઠાકરને એને ભય હોવાથી એણે અમદાવાદ જઈ બાદશાહી ફેજને ઈડર ઉપર હલ્લો કરવા માગણી કરી, આથી સૂબેદાર મુહમ્મદ અમીનખાને મુહમ્મદ બહલેલ શેરવાનીને માટી ફેજ સાથે ઈડર મોકલ્યો. ફેજ આવી લાગતાં યુદ્ધ તે આપ્યું, પણ ટકી શકાય એમ નહિ લાગતાં રાવ ડુંગર પરના ગઢમાં આશ્રય કરી રહ્યો. અહીં દગો થતાં એ રાણીઓને કિલ્લામાં રાખી પછવાડેના ભાગમાંથી નીકળી ગયે. કિલ્લામાં રાવને નહિ જોતાં એની બંને રાણુઓએ ફાટા તળાવમાં આમત્યાગ કર્યો. જંગલમાં રાવ અફીણની બૂરી લતને લઈને મરણ પામ્યો (ઈ.સ. ૧૬૭૯).૮અ એને કરણસિંહ નામે કુમાર હતા, પણ એણે ઈડરનું રાજ્ય મેળવવા કશે પ્રયત્ન કર્યો નહિ. એ પિતાના જીવનપર્યત સરહદના શરવાણ ગામમાં જ રહ્યો.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy