________________
શું]
મુઘલ હકૂમતની પડતી.”
[ ૧૧
હતે છતાંય એની નિમણ ક સત્તાવાર રીતે થઈ ન હતી. એ માટે જવાંમર્દખાને પ્રયાસો કરતાં એ અંગેનું ફરમાન દિલ્હીથી બહાર પાડવાની તજવીજ શરૂ થઈ
જવાંમર્દખાનને ૧૭૫૩ ના આરંભમાં પોતાની સત્તાની સલામતી લાગતાં અમદાવાદ છોડી સાબરકાંઠા અને બનાસકાંઠાના જમીનદારો પાસેથી એ ખંડણી ઉઘરાવવા ગયે. એની અમદાવાદમાંની ગેરહાજરીને લાભ લઈ રઘુનાથરાવ અને માજીરાવ ગાયકવાડે ભેગા મળી અમદાવાદને ઘેરો ઘાલ્યા (ફેબ્રુઆરી ૧૨, ૧૭૫૩), એ બાદ જવાંમર્દખાન સાથે જે શરણાગતિવાળું સમાધાન થયું (માર્ચ ૭૦, ૧૭૫૩) તેમાં જવાંમર્દખાનને જાગીર તરીકે પાટણ શહેર અને દસ મહાલ (પાટણ વડનગર વિજાપુર વિસનગર થરાદ ખેરાળુ સમી મુંજપુર રાધનપુર અને થેરવાડા) આપવામાં આવ્યાં. અમદાવાદ શહેરમાંથી એ નીકળી જાય એમ નક્કી થયું. એ પછી અમદાવાદ શહેર શરણે આવ્યું (એપ્રિલ ૧, ૧૭૫૩). અમદાવાદ શહેર પર મરાઠાઓને પૂરો કબજે આવી જતાં, હવે પ્રાંતમાં મુઘલ સત્તાને લગભગ અંત આવી ગયે, છતાં એ તે પછી પણ પાંચ વર્ષ સુધી નામની અસ્તિત્વમાં રહી. દરમ્યાનમાં જવાંમર્દખાનનું ખૂન થયું (સપ્ટેમ્બર ૨૭, ૧૭૫૩). બાદશાહ આલમગીર ૨જાનો રાજ્યઅમલ (ઈ.સ. ૧૭૫૪-૫૯)
દિલ્હીમાં ૧૫૪ ના મધ્ય ભાગમાં મુઘલ બાદશાહ અહમદશાહને પદભ્રષ્ટ કરાયો અને એની જગ્યાએ આલમગીર ૨ જાને બાદશાહ બનાવવામાં આવ્યો. આલમગીરના નામવાળા રૂપિયા અને મુહર અમદાવાદની ટંકશાળમાંથી બહાર પાડવામાં આવ્યાં. મરાઠાઓને અમદાવાદ પર પૂરે કબજો હોવા છતાં જૂની પ્રણાલિકા પ્રમાણે બાદશાહના પદારે હણના ફરમાનને આવકારાયું અને એની જાહેરાત પણ થવા દેવામાં આવી.
૧૭૫૪–૫૫ દરમ્યાન મરાઠાઓએ મોમીનખાન ૨ જા પાસેથી ખંભાત છતી લેવા પ્રયાસ કર્યો, પરંતુ એમાં એમને નિષ્ફળતા મળી. ૧૭૫૬ માં મોમીનખાનને નાણુની ભારે ખેંચ પડી. સૈનિકોને ચડી ગયેલે પગાર ચૂકવવાનો બાકી હતો. આથી એણે આસપાસના મરાઠાઓ સહિતના પ્રદેશમાંથી લૂંટની રકમ મેળવી. એ વર્ષે અમદાવાદની રક્ષણ-દીવાલોને ભારે વરસાદથી નુકસાન થયું અને મરાઠાઓનું મોટું લશ્કર અન્યત્ર હતું તેથી મોમીનખાને અમદાવાદ પુનઃ કબજે કરવાનું નક્કી કર્યું. એણે મરાઠાઓના વિરોધીઓ અને શત્રુઓને સહકાર મેળવ્યો, વળી કેટલાક મરાઠા લશ્કરી અધિકારીઓને પોતાના પક્ષે લીધા, અને
ઇ-૬-૮