SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪] મુઘલ કાલ, વ્યવસ્થિત કાવતરું કર્યું. મરાઠા સુબેદાર રધુનું ખૂન કરવામાં આવ્યું (સપ્ટેમ્બર ૬, ૧૭૫૬) અને એ પછી અમદાવાદ પર આક્રમણ કરવામાં આવ્યું. એ સમયે મરાઠા લશ્કર ઓછી સંખ્યામાં હતું તેથી શહેરને બચાવ ઝાઝે સમય થઈ શક્યો નહિ. અમદાવાદ પર કબજો મેળવાય (ટોબર ૧૬, ૧૭૫૬). ગુજરાતના નાગર બ્રાહ્મણ શંભુરામની કામગીરી અમદાવાદની લશ્કરી ક્રાંતિમાં મહત્વપૂર્ણ રહી એથી એને નાયબ સુબેદાર બનાવવામાં આવ્યો અને પૂર્ણ સત્તાઓ સાથે મુખ્ય મંત્રી નીમવામાં આવ્યો. ૩ મીનખાન (ઈ.સ. ૧૭૫૬-૫૮) મેમનખાને રાજધાની પર કબજો મેળવી, ગુજરાતના છેલા મુસિલમ સૂબેદાર તરીકે સ્થાન મેળવ્યું, પણ એ સમયે દિલ્હીમાં કેદ્રીય મુઘલ સરકાર ભાંગી પડી હતી. ત્યાંથી સ્વીકૃતિ મગાવતાં મોમીનખાનને સંદેશ મોકલવામાં આવ્યો કે મુઘલ સમ્રાટ તરફથી જે માનપાન અને બક્ષિસ જોઈએ તો આપવામાં આવશે, પણ પોતાના સ્થાનના રક્ષણ માટે તમારે તમારાં સાધન પર જ આધાર રાખવો પડશે. બીજી બાજુએ પેશવા બાલાજી બાજીરાવ, જે આ વખતે હિંદમાં સર્વોચ્ચ લશ્કરી તાકાત ધરાવનાર તરીકે ખ્યાતનામ બન્યો હતો, તેને ગુજરાતના બનાવોની જોણું થતાં તરત જ પોતાના નાયબ સદાશિવ રામચંદ્રને પૂરી સત્તા સાથેનું સુસજજ લશ્કર આપી મકા , દામાજીરાવ ગાયકવાડ તથા એના ભાઈ ખંડેરાવ પણ સદાશિવને સહકાર આપી મદદે જાય એવી સૂચના આપી. એ રીતે સંયુક્ત મરાઠા લશ્કરનું આક્રમણ અમદાવાદ પર થયું. મોમીનખાને બચાવ માટે પ્રયાસ કર્યા. લગભગ ૧૪ માસ (જાન્યુઆરી ૭, ૧૭૫૭ થી ફેબ્રુઆરી ૨૭, ૧૭૫૮) સુધી ઘેરે ચાલે. ઘેરાના સમય દરમ્યાન મોમીનખાનની મુશ્કેલીઓ વધી. મેટા લશ્કરને પગાર ચૂકવવા બાબતમાં નાણાંની તંગી હતી તેથી અમદાવાદની હિંદુ તેમજ મુસ્લિમ પ્રજા પાસેથી ગેરકાયદે કરવેરા ફરજિયાત ઉઘરાવવામાં આવ્યા. ડભોડા અને એની આસપાસ રહેતા કાળીઓ ભારે સાહસ અને હિંમત બતાવી, શહેરને અનાજ-સામગ્રી ત્રીસગણી કિંમતે વેચી જતા. મરાઠાઓના ઘેરા દરમ્યાન સૌથી વધુ ખરાબ દશા તો પ્રજાની થઈ. વેપારધંધામાં ભારે નુકસાન, આકરા વેરા, માલમિલકતને થતું નુકસાન, જરૂરી ખાદ્ય ચીજોના અભાવથી ભૂખમરાની સ્થિતિ, મરાઠાઓનો શહેર ફરતે કડક ચોકીપહેરો, વગેરે હાડમારીઓથી પ્રજા ત્રાસી ગઈ તેથી ગરીબ અને ભૂખ્યા પ્રજાજનોએ શહેરમાંથી અન્યત્ર સ્થળાંતર કરવા ધસારો કર્યો. કરની વસૂલાત, દંડ અને જપ્તી
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy