SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨] સુઘલ કાલ [ , આવ્યો અને અંતે સુબેદાર મરાઠાઓને કેદી બન્યો. અમદાવાદ સુરત અને ખંભાતમાં સ્થાનિક મુસ્લિમ ઉમર વચ્ચે સત્તા માટે થઈ રહેલા સંઘર્ષોમાં મરાઠા પોતાને લાભ થાય તેવા પક્ષે જોડાતા રહ્યા અને ગુજરાત પરને પિતાને અંકુશ મજબૂત બનાવતા ગયા અને પ્રદેશો વધારતા ગયા (૧૭૪૫–૪૮ ). ગુજરાતમાં ૧૭૪૭ માં ચોમાસું તદ્દન નિષ્ફળ જતાં પાકને નાશ થયો અને પરિણામે ભયંકર દુકાળ પડ્યો, વસ્તીનું સ્થળાંતર અન્ય જગ્યાએ થયું. ગુજરાતના પલટાતા રાજકારણમાં સક્રિય બની ભાગ લેનાર શેરખાન બાબીને ૧૭૪૮માં સમજાઈ ગયું કે હવે પોતાને આગળ વધવા માટે કેઈ શક્યતા રહેલી નથી, તેથી એણે બાલાસિનોરની પોતાની જાગીર પિતાના પુત્ર સરદાર મુહમ્મદખાનને સેપી અને પિતે જૂનાગઢ જતો રહ્યો. એણે ગુજરાતના રાજકારણમાંથી નિવૃત્તિ લીધી અને બહાદુરખાન” તથા “નવાબ'નું બિરુદ રાખી જૂનાગઢમાં પિતાનું સ્વતંત્ર શાસન સ્થાપ્યું. ૧૭૫૮ માં એનું અવસાન થતાં એને પુત્ર મહેબતખાન નવાબ બન્યો. દિલ્હીમાં મુઘલ બાદશાહ મુહમ્મદશાહનું અવસાન થયું (એપ્રિલ ૧૪, ૧૭૪૮) એની જગ્યાએ એને શાહજાદો અહમદશાહ બાદશાહ બને. બાદશાહ અહમદશાહને રાજ્ય અમલ (૧૭૪૮–૧૭૫૬) અહમદશાહનું નબળું શાસન એને પદભ્રષ્ટ કરાતાં સુધી ચાલુ (૧૭૫૬) રહ્યું. એ સમયમાં ગુજરાતમાં મરાઠાઓ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં જવાંમર્દખાન, ખંભાતમાં મોમીનખાન ૨ , જૂનાગઢ અને બાલાસિનેરમાં શેરખાન બાબી, સુરતમાં તેગબેગખાન અને ભરૂચમાં નેકઆલિમખાન એમ પાંચ ઉમરાવ શક્તિશાળી હતા. નવા મુઘલ બાદશાહે જોધપુરના મહારાજા વખતસિંહની જોરદાર રજૂઆત પરથી એની પાસેથી અમુક શરતે કબૂલ કરાવી ગુજરાતના સૂબેદાર તરીકે ફખરૂદ્દૌલાહની જગ્યાએ એને નિમણૂક આપી (મે ૧, ૧૭૪૮), પરંતુ મહારાજા વખતસિંહે ગુજરાત પ્રાંતમાં મરાઠાઓની તાકાત અને પ્રગતિ વિશેની તપાસ કરાવી લઈ એની વિઘટન પામેલી સ્થિતિ જોઈ, સુબેદારના હેદાને હવાલે લેવા આવવાને વિચાર પડતો મૂક્યો. બીજી બાજુ મહારાજા વખતસિંહ સૂબેદાર તરીકે ન આવે એ માટે જવાંમર્દખાને અમદાવાદના નાગરિકે પાસે એક મોટી વિરોધી અરજી કરવી, મહારાજાની નિમણૂકને રદબાતલ ઠરાવવા જોરદાર હિલચાલ , કરીપરંતુ મહારાજાએ પોતે જ આવવાનો વિચાર ત્યજી દેતાં કોઈ પરિણામ ન આવ્યું. જવામર્દખાન સૂબેદાર તરીકે ગુજરાતમાં મુઘલ પ્રદેશો પર અંકુશ ધરાવત
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy