SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ મુઘલ કાલ [પ્ર. કાર્ય ઇનાયતુલ્લાખાનને સોંપ્યું. જજિયારે અકબરે ૧૫૬૪ માં કાઢી નાખ્યો હતો. મિરાતે અહમદીમાં જણાવ્યા પ્રમાણે એકલા ગુજરાતમાંથી જ એ કરની આવક વર્ષે પાંચ લાખ રૂપિયાની થતી હતી. જે હિંદુ અથવા અન્યધમી (ખ્રિસ્તી યહૂદી પારસી વગેરે) ઈસ્લામધર્મ સ્વીકારે તેને તુરત જ જજિયામાંથી મુક્તિ આપવા ફરમાન કરાયું હતું. મુહમ્મદ અમીનખાનની સૂબેદારી દરમ્યાન જાહેર બાંધકામોની જાળવણી માટે તથા કિલ્લાઓની દુરસ્તી માટે ભારે કાળજી લેવામાં આવી. લગભગ રૂા. ૮,૨૫૦ ના ખર્ચે વાત્રક નદી પર આવેલ આઝમાબાદને ગઢ સમરાવવામાં આવ્યા. જૂનાગઢને “ઉપરકેટ' નામથી ઓળખાતે કિલ્લે પણ દુરસ્ત કરાવવામાં આવ્યો. ૧૬૭૬માં રૂ. ૨,૯૦૦ના ખર્ચે અમદાવાદ ફરતી દીવાલો અને ભદ્ર કિલ્લાનાં શાહી નિવાસસ્થાન દુરસ્ત કરવામાં આવ્યાં. દાહોદમાં એક મજિદ અને મુસાફરખાનું બાંધવા ૧૬૭૬ માં રૂા. ૭૬,૩૦૦ મંજુર કરવામાં આવ્યા હતા. મુહમ્મદ અમીનખાનનું અવસાન અમદાવાદમાં થતાં (જૂન, ૧૯૮૨) બાદશાહ ઔરંગઝેબે એની જગ્યાએ મુખતારખાનને સૂબેદાર તરીકે નીમ્યો. મુખતારખાન (ઈ.સ. ૧૬૮૨-૮૫) મુખતારખાનની સૂબેદારી દરમ્યાન અમદાવાદમાં પાણીનાં પૂર અને દુષ્કાળ એવી બે આફત આવી પડી હતી. મુખતારખાનનું અવસાન થતાં (એપ્રિલ ૨૪, ૧૬૮૫) સુરતના સૂબા કારતલબખાનને ગુજરાતના સૂબા તરીકે નીમ્યો. કારતલબખાન ઉર્ફે શુજાતખાન (ઈ.સ. ૧૬૮૫-૧૭૦૧). આ સુબેદારે સોળ વર્ષ સુધી કામગીરી કરી. એના પુરગામી મુહમ્મદ અમીનખાનને સમય પણ લગભગ દસ વર્ષ જેટલો લાંબે રહ્યો હતો. આ સૂચવે છે કે બાદશાહ ઔરંગઝેબે ૧૬૮૧ પછી પિતાનું વડું મથક દખણમાં રાખ્યું હતું અને ત્યાં મરાઠાઓ સામે લશ્કરી ચડાઈઓમાં રોકાયેલા હોવાથી એનું ધ્યાન વહીવટમાં એકાગ્ર રહેતું નહિ હોય એટલે સૂબેદારોને બદલી કર્યા વગર એમના સ્થાને લાંબા સમય સુધી ચાલુ રાખ્યા હતા. વળી મારવાડમાં રાઠોડ સરદાર દુર્ગાદાસની ગેરીલા પ્રવૃત્તિઓ ખતરનાક બનતી હોવાથી ૧૬૮૭ માં ઔરંગઝેબે ગુજરાતની સૂબેદારી અને જોધપુરની ફોજદારીને સંયુક્ત કરવાને નિર્ણય કર્યો અને કારતલબખાનને “શુજાતખાનનો ખિતાબ આપી એ બંને કામગીરી સેંપી..
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy