SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ જુJ અકબરથી ઔરંગઝેબ [૭૯ વર્ષમાં છ મહિના સુજાતખાન મારવાડમાં રહેતો અને બાકીનો સમય ગુજરાતમાં રહેતો. આ ક્રમ એણે પોતાના અવસાન સુધી ચાલુ રાખે. દુર્ગદાસ અને શુજાતખાન વચ્ચે છૂટીછવાઈ લડાઈઓ લગભગ દસ વર્ષ સુધી ચાલતી રહી. શુજાતખાનને ગુજરાતમાં મેમના અને મતિયા લેકેનાં રમખાણોને સામનો કરવો પડ્યો. મોમના અને મતિયા લેકે ઇમામશાહી પંથના હતા. આ સમયે એમના ઇમામ તરીકે સૈયદ શાહજી હતા. સૌયદ શાહજીની કીર્તિ ઘણે દૂર દૂર સુધી ફેલાયેલી હતી તેથી એમના નિવાસસ્થાન પીરાણામાં હજારો લેકે એમના ચરણે ભેટ ધરવા અને અંગૂઠા પર ચુંબન કરવા આવતા. ગુજરાતના પ્રાંતના કેટલાક મુઘલ અધિકારીઓએ એમના ધર્મચુરત બાદશાહ ઔરંગઝેબની કૃપાઓ મેળવવા, એ સંપ્રદાયની રીતિનીતિ મૂર્તિપૂજક પ્રકારની હેવાનું, બાદશાહને જણાવ્યું, તેથી ઔરંગઝેબે સૂબેદાર શુજાતખાનને હુકમ કર્યો અને સૈયદ શાહજીને પિતાના દરબારમાં હાજર કરવા જણાવ્યું. શુજાતખાને સૈયદ શાહજીને અમદાવાદ તેડી લાવવા એક ટુકડી પીરાણું મોકલી. અમદાવાદના માર્ગે આવતાં સૈયદ શાહજીએ ઝેર લઈને આત્મહત્યા કરી, આથી ઉશ્કેરાયેલા મતિયા અને એમના લેકાએ બળવો કર્યો. એમણે ભરૂચના ફેજદારને મારી નાખી ભરૂચ કબજે કયું, વડોદરાનો ફેજદાર પણ એમને દબાવી શકો નહિ, આથી શુજાતખાને નઝરઅલીખાન અને મુબારીઝખાન બાબીની આગેવાની નીચે લશ્કર મોકલ્યાં. ભરૂચને કિલ્લે પુનઃ કબજે કરાયો. બળવાખોરો પાસે કોઈ પીઢ લશ્કરી નેતા ન હોવાથી તથા લડાઈનો અનુભવ નહિ હેવાથી તેઓ મુઘલ સેનાનો સામનો કરી શક્યા નહિ. જોકે એમના વીરતા અને ઝનૂનથી લડ્યા છતાં તેઓમાંના ઘણની કતલ થઈ અને ઘણા નર્મદા નદીમાં ડૂબી મર્યાં.” શુતખાનના સમયમાં શાહવદખાનને વહીવટી સુધારણા માટે મોકલવામાં આવ્યો. પ્રભાસપાટણ અને માંગરોળમાંથી મળી આવેલા ૧૬૮૬ ની સાલના બે અભિલેખમાં દર્શાવવામાં આવ્યું છે તે પ્રમાણે શાહવર્દીખાને બે સુધારા કર્યા. અગાઉ એવી પ્રથા પ્રચલિત હતી કે પુરોગામીઓ એમની જાગીરોમાં પાકતા અનાજને બળજબરીથી વેપારીઓ પાસેથી ઉચ્ચક રકમ લઈ વેચી નાખતા તેમજ તેઓ બાદશાહે મનાઈ ફરમાવેલા વેરા ઉઘરાવતા હતા. શાહવદખાને આ બંને પ્રથા કાઢી નાખ્યાની જાહેરાત કરી હતી.૩૧ પિતાના તાબા નીચેનાં પરગણુઓમાં ખાચર અને કાઠી લોકેાની વારંવાર - ધાડ પડતાં ૧૬૯૨ માં શુજાતખાને મોટા રસૈન્ય સાથે ઝાલાવાડ પ્રદેશમાં પ્રવેશ
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy