SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ જુ] અકબરથી રગઝેબ (૭૭૧૯૭૯માં ઈડરને રાજા રાવ ગોપીનાથ, જે બહારવટે ચડેલ હતો, તેણે પિતાના ગુમાવેલા પ્રદેશ પાછા મેળવવા હિલચાલ કરી અને ઈડર કબજે કરી ત્યાં રહેવા લાગ્યો. સુબેદાર મુહમ્મદ અમીનખાને એની સામે પોતાના એક અધિકારી મુહમ્મદ બહલોલ શેરવાનીને મોકલ્યો, જેથી રાવ ગોપીનાથ ઈડરને ત્યાગ કરી પોતાની સલામતી માટે ડુંગર પર આવેલા ગઢમાં ભરાય. જ્યારે શેરવાનીએ એ ગઢને ઘેરો ઘાલી લેવાનો પ્રયાસ કર્યો ત્યારે એ ટકી ન શકવાથી જંગલમાં નાસી ગયો, પણ અતિશય અફીણ લેવાથી એનું જંગલમાં અવસાન થતાં એનું મસ્તક ઉતારી લઈ દિલ્હી ઔરંગઝેબ પાસે વિસ્તૃત અહેવાલ સાથે. મોકલી અપાયું. ઔરંગઝેબે શેરવાનીના કાર્યની કદર કરી, એની મનસબ વધારી એને ઈડરના ફોજદાર તરીકે નીમ્યો. ૧૬૮૧ માં અમદાવાદમાં રોટી-રમખાણ થયું. આપેલા વર્ષે વરસાદ ન આવવાથી ખાદ્ય ચીજોના ભાવ અતિશય વધી જતાં લોકોના દુઃખનો પાર રહ્યો નહિ, તેથી ગુસ્સે ભરાયેલા લેકે ઈદના તહેવારના દિવસે ઈદગાહમાંથી પ્રાર્થના કરીને ભદ્રમાં પાછા ફરી રહેલા મહમ્મદ અમીનખાનને બજારમાં ઘેરી વળ્યા અને એની પાલખી પર પથરા અને કચરો નાખવા લાગ્યા. તરત જ આખા શહેરમાં રમખાણ થયાં. મુહમ્મદ અમીનખાને ગુસ્સે ન થતાં ટોળાને શાંત પાડવું અને પછી ભદ્રમાં જતો રહ્યો. મુહમ્મદ અમીનખાને તેફાન માટે જવાબદાર એવા શેખ અબુબકરને એક મિજબાનીમાં આમંત્રી, ઝેર ભેળવેલું તડબૂચ ખવડાવી કુનેહપૂર્વક મારી નાખ્યો. એણે સિફતથી બળવો શાંત પાડો અને લેક પર જુલમ ન કર્યો. | મુલ્લાં હસન મુહમ્મદ ગુજરાતીની વિનંતી પરથી ઔરંગઝેબે ૧૯૭૩-૭૪ માં વિજાપુર કડી અને પાટણ પરગણાંમાંથી ૨૧ ગામડાં બદલીને વીસલનગર(વિસનગર)માં જોડી દેવા મંજૂરી આપતો હુકમ આપ્યો હતો. ચાર વર્ષ બાદ એ પરગણુને “રસૂલનગર” નામ આપવામાં આવ્યું. ૧૯૭૮માં દીવાનને આદેશ આપવામાં આવ્યો હતો કે ગુનાની સજા માટે મુસ્લિમ કાયદા પ્રમાણે દંડ તરીકે નાણાં લેવાં નહિ. જો કોઈ અમીર અથવા જાગીરદાર ગુને કરે છે. એને નોકરીમાંથી કાઢી મૂકવો કે કેદની સજા કરવી, પણ કઈ રકમ દંડ તરીકે લેવી નહિ. ઔરંગઝેબે ૧૬૭૯માં વહીવટી તંત્રને કુરાનના આદર્શો પ્રમાણે ગોઠવવાની નીતિ અપનાવી. એણે એક શાહી ફરમાન દ્વારા સામ્રાજ્યના તમામ બિનમુસ્લિમે (હિંદુઓ) પર જજિયારે ફરી નાખ્યો અને એને અમલ કરવાનું
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy