SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ મુ) સમકાલીન રાજ્ય [૧૭૭ હાંકી કાઢયા અને આગળ વધી બારિયા કેળીઓ પાસેથી ખંભાતના અખાતમાં આવેલ પીરમ બેટ કબજે કરી ત્યાં રહેવાનું શરૂ કર્યું. મુસિલમ કાતીઓની સત્તા નીચેનું ઘોઘા કબજે કર્યું, તેથી ખીજવાઈને દિલ્હીના સુલતાન મુહમ્મદ તુગલૂક એના ઉપર ચડી આવ્યા. મોખડાજી બહાદુરીથી લડતાં યુદ્ધમાં માર્યો ગયે (ઈ.સ. ૧૩૪૯). એને યુવરાજ ડુંગરજી ઉડસરવૈયાવાડમાંના હાથસણી (તા. પાલીતાણું) તરફ નાસી છૂટયો. નાને કુમાર સેમરસિંગજી રાજપીપળા ગયો ને ત્યાં પિતાની માતાના પિતાની ગાદીએ બેઠો. મુહમ્મદ ગોહિલવાડમાંથી પાછા ચાલ્યો જતાં ડુંગરજીએ પોતાનો પ્રદેશ પુનઃ પ્રાપ્ત કરી લીધો. ડુંગરજીનું અવસાન (સંભવતઃ ઈ.સ. ૧૩૭૦ માં) થતાં વિભાજી અને એના પછી કાનજી (ઈ.સ. ૧૩૯૫-૧૪૨૦) સત્તા પર આવ્યા. એ પણ અવસાન પામતાં એને પુત્ર સારંગજી ગાદીએ આવ્યો. આ સમય દરમ્યાન અમદાવાદમાં સલ્તનત સ્થપાઈ ચૂકી હતી અને મુસ્લિમ સેના સૌરાષ્ટ્રમાં ખંડણી ઉઘરાવવા નીકળી હતી. ગોહિલવાડમાં આવતાં સારંગજીના કાકા રામજીએ ખંડણીને થોડા ભાગ ચૂકવી બાકીના ભાગ માટે સારંગજીને સુલતાનને ત્યાં મોકલી આપ્યો અને રામજીએ સત્તાસૂત્ર ધારણ કર્યો. સારંગજી અમદાવાદમાંથી છટકયો અને ચાંપાનેરના રાવળની મદદ લઈ ઉમરાળા તરફ નાસી આવ્યો. રામજીએ શરૂઆતમાં એને સત્તા સૂત્ર સોંપવામાં આનાકાની કરી, પરંતુ છેવટે એણે ઉમરાળા આવીને ગાદી સારંગજીને સોંપી. રામજી ઘોઘામાં રાજ્ય કરતો હતો તેથી એના વંશજો ત્યારથી “ઘોઘારી ગોહિલો’ કહેવાતા થયા. આ સમયથી સારંગજી ચાંપાનેરના રાવળને આપેલા વચન પ્રમાણે “રાવળ’ કહેવાવા લાગ્યો. સારંગજીના અવસાને એને કુમાર શવદાસ (ઈ.સ. ૧૪૪પ-૧૪૭૦) અને એના પછી જેતોજી (ઈ.સ. ૧૪૭૦–૧૫૦૦) આવ્યો. એને બે કુમાર હતા તેમને રામદાસજી (ઈ.સ. ૧૫૦૦-૧૫૩૫) ગાદીપતિ થયો અને ગંગાદાસજીને ચમારડીની જાગીર મળી. આ ગંગાદાસજીના વંશજો એનાથી “ચમારડિયા ગોહિલ કહેવાતા થયા. રામદાસજીના ત્રણ કુમારોમાંથી મોટો સરતાનજી (ઈ.સ. ૧૫૩૫– ૧૫૭૦) એના પછી સત્તાધારી બન્યો. સાદૂલજીને અધેવાડા (તા. ભાવનગર) મળ્યું અને ભીમજીને ટાણા (તા. શિહેર) જિવાઈ માટે મળતાં એના વંશજો “ટાણિયા રાવળ” કહેવાતા થયા. સરતાનજી પછી એને કુમાર વિસોજી (ઈ.સ. ૧૫૭૦–૧૬૦૦) ગાદીપતિ બન્યો. બી જ કુમારોને જુદી જુદી જાગીર આપી. એ પ્રમાણે તે તે જાગીરમાં ગયેલા દેવજીના “દેવાણી, વીરોજીના “વીરાણુ ઈ-પ-૧૨
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy