SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. સતનત કાલ મિ. શાસનકાલમાં સુલતાનના પ્રતિનિધિ તરીકે જે લખધીર અને હાદા નામના બે પરમાર અધિકારી નિદેશાયા છે ૧૧૧ તેમાંને લખધીર એ મૂળીમાં સત્તા સ્થિર કરનાર વ્યક્તિ લાગે છે અને આમ એ મહમૂદ બેગડાના સમકાલીન હતો. એમ કહેવાય છે સેઢા પરમારે થરપારકર તરફથી આવી થાન ચોટીલાના વિસ્તારમાં સ્થિર થયા હતા. એ પછી વઢવાણના વાઘેલા વીસલદેવે એમને મૂળી નજીક ભગવાના કાંઠાના પ્રદેશ છાવણી કરી વસવા દીધા. અહીં અવારનવાર થયેલાં ઘમસાણોમાંથી પાર ઊતરતાં એ ચોટીલાના પ્રદેશમાં સત્તા જમાવવા શક્તિભાન થયા હતા. લખધીરના નામ સાથે જેને રામપુરના શિલાલેખમાં ઉલ્લેખ થયેલ છે તે હાદો ઉફે હાલે મુસ્લિમ ધર્મ સ્વીકારીને બેગડા પાસેથી રાણપુર જાગીરમાં પામે અને એના નાના ભાઈએ પણ મુસ્લિમ ધર્મ સ્વીકારી બોટાદની ચોવીસી મેળવી. ધાડપાડુ સાથેની અથડામણમાં લખધીર અવસાન પામતાં એની પછી એનો પુત્ર ભોજરાજજી અને એના પછી એને પુત્ર ચાજી અને એના પછી એને પુત્ર રતનજી સત્તા ઉપર આવ્યો. રતનજીના સમયમાં જૂનાગઢ ખાતે અમીનખાન ગેરી સૂબે હતો. એણે ખંડણી ઉઘરાવવા ફેજ મેકલેલી, પણ ખંડણી જેટલાં નાણાં ન આપી શકતાં ત્યાં મુસ્લિમ થાણું મુકાયું. એ ઉપરથી રતનજીએ બહારવટું ખેડયું, પણ કેઈએ એને ફસાવી થાણદારને સોંપી આપે, જેણે એને મારી નાખ્યો. આ અરસામાં કાઠીઓ કચ્છના રણને પેલે પારથી આવી લાગ્યા અને એ લોકેએ ચોટીલામાંથી પરમારને હાંકી કાઢયા. એ સમયથી પરમારના હાથમાં માત્ર મૂળીને અને આસપાસના મર્યાદિત પ્રદેશને જ કબજો રહ્યો. ૧૧૨ ૮. ગહિલ વંશ (૧) ગેહિલવાડના ગૃહિલાની ૧લી શાખા ગોહિલવાડમાં ગૂહિતી શાખાની સ્થાપના કરનાર સેજકજી (સ. ૧૨૪૦૧૨૯૦)નો પુત્ર રાણાજી (ઈ.સ. ૧૨૯૭-૧૩૦૯) અને જૂનાગઢના રા'ખેંગારને પુત્ર રા’ મેં ઘણું અલાઉદ્દીનના પાટણને સૂકા આપખાન પછી આવેલા ઝફરખાન (1 લા)ના આક્રમણમાં હાર્યો અને માર્યા ગયા (ઈ.સ. ૧૩૦૯), આથી કુમાર મોખડોજી (ઈ.સ. ૧૩૦૯-૧૩૪૭) દક્ષિણ તરફ ખસ્યા અને વાળાઓ પાસેથી ભીમરાડ અને પછી કેળીઓ પાસેથી ઉમરાળા કબજે કરી પિતાની રાજધાની ત્યાં સ્થાપી. એ પછી ખબર કબજે કરી, મુસ્લિમ કાતીઓની ઘોઘામાંથી
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy