________________
મિ.
૧૭૮]
સલ્તનત કાલ અને મકાજીના મકાણી શાખાના ગોહિલે કહેવાયા. વીરજીને વાઘજી નામનો પુત્ર થયેલો તેના વંશજ “વાઘાણ” કહેવાયા.
વિસના સમયમાં શિહેરના ઔદીચ્ય બ્રાહ્મણનાં બે કુટુંબ જાની અને રાણ વચ્ચે ઝઘડો થતાં જાનીઓએ ઉમરાળાના વિસાજીની અને રાણાઓએ એના પિતરાઈ કાંધાજીની મદદ માગી. વિસે એક ડુંગરને રસ્તે થઈને કાંધાજી ઉપર શિહેરમાં હલે લઈ ગયો ને કાછને હાંકી કાઢી, શિહોરને કબજે લઈ એણે એને જ રાજધાની કરી ત્યાં કિલો બંધાવ્યો. ૧૧૩
હ, ઈડરને ઠેડ વંશ ઈડરના રોની પૂર્વે
સં. ૧૩૦૨ (ઈ.સ. ૧૨૪૬) માં ઈડરમાં રાવ સેનીંગજી રાઠોડે સત્તા હસ્તગત કરી તે પૂર્વેને ઈતિહાસ માત્ર અનુકૃતિઓના બળ ઉપર નિર્ભર છે. કલિયુગનાં ૨૩૨૨ વર્ષ વીત્યા બાદ છવદુગ” (ઈડર)માં કઈ વેણુવચ્છ નામને રાજવી રાજ્ય કરતા હતા. એ પછી ભીલ લોકોનું શાસન હતું, જેમની પાસેથી ગુહાદિયે (સિસોદિયાઓના પૂર્વજે) એ પ્રદેશ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપ્યું. ગુહાદિયની ૮મી પેઢીએ ઈડરમાં નાગાદિત્ય નામને રાજા હતો, જેનું ભીલોએ ખૂન કરી આ પ્રદેશ પર ભીલ વંશની સ્થાપના કરી. એમનું પ્રભુત્વ ઝાઝે સમય ન રહ્યું અને એમની નબળાઈનો લાભ લઈ મારવાડના મંડોવરના પ્રતીહારોએ ઈડર ઉપર ચડાઈ કરી પ્રદેશ હસ્તગત કર્યો. આ વંશને છેલ્લો રાજા અમરસિંહ હતો. પૃથુરાજ ચૌહાણ અને મુહમ્મદ ઘોરી વચ્ચે થાણેશ્વરનું યુદ્ધ ખેલાયું ત્યારે આ અમરસિંહ ચિત્તોડના રાવળ અમરસિંહની સરદારી નીચે પાંચ હજારના ઘોડેસવારી સૌન્ય સાથે એમાં જોડાયો હતો, જ્યાં એ કામ આવી ગયો. અમરસિંહના અવસાને ઈડરનું રાજ્ય ફરી ભલેએ હસ્તગત કર્યું અને હાથી સોડ નામના ભીલ નાયકે સં. ૧૨૫૦ (ઈ.સ. ૧૧૯૪)માં સત્તા હાથમાં લીધી. ૬૧ વર્ષનું રાજ્ય ભોગવી એ અવસાન પામતાં એને પુત્ર સામળિયે સોડ સત્તા ઉપર આવ્યો.
એ ઉખલ અને કામુક હતો. એના પર નજીકના સોમેતરા ગામના સોનીંગજી રાઠોડ નામના રાજવીએ ચડાઈ કરી, એને પરાસ્ત કરી સત્તા હાંસલ કરી. યુદ્ધમાં પ્રાણ છોડતી વેળા સામળિયા સોડે એક માગણી કરી કે ઈડરના રાજસિંહાસને બેસતા રાજવીને મારો વંશજ તિલક કરે. સેનીંગજીએ એ વચન સ્વીકાર્યું.