SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ ભુ] સમકાલીન રાજ્યે [૧૭૫ ઈ.સ. ૧૫૩૦ માં માનસિંહજીએ પેાતાના પિતાના શત્રુ, દસાડાના મલિક પર ચડાઈ કરી દસાડા કબજે કરતાં સુલતાને ખાનખાનાનને મેટી ફાજ લઈ માકલી માનસિંહજી પાસેથી હળવદ પડાવી લીધું. પરિણામે માનસિંહજીએ કચ્છમાં જઈ ગુજરાત સામે બહારવટું ખેડયું. અ ંતે સમાધાન થતાં વીરમગામ અને માંડલ સુલતાને ખાલસા કર્યાં અને માનસિંહૈ આકીના પ્રદેશ સભાળી લીધેા. ઉપરના હામપરના લેખ આ પછીના છે. માનસિંહજીના અવસાન બાદ રાયસિંહજી ઈ.સ. ૧૫૬૪માં સત્તા ઉપર આવ્યા. એને પેાતાના ભાણેજ ધ્રાળના જાડેજા જામ જસા સાથે યુદ્ધ થયેલું, જેમાં જસેા માર્યાં ગયે।. એની કુમકે આવેલા કચ્છના રાવ પણ માળિયા પાસે યુદ્ધમાં માર્યાં ગયેા. મુધલ બાદશાહ અકબરે ગુજરાત જીત્યુ' ત્યારે માનસિંહજી પેાતાના પ્રદેશ પર સત્તા ધરાવતા ડાવાનુ જણાય છે. (૨) લીંબડીની શાખા ગ્રંથ ૪ થ (પૃ. ૧૫૮)માં જણાવ્યા પ્રમાણે સાધાજી ( અથવા સાંગાજી)ના રાજ્યકાલ પૂરા થતાં એના પછી શેષમલ સારંગ લાખા અને વજેરાજા સત્તા પર એક પછી એક આવેલા. વજેરાજ પછી એને યુવરાજ નાગજી સત્તા પર આવ્યા ત્યારે અમદાવાદમાં સુલતાન અહમદશાહ સત્તા ઉપર હતેા. નાગજીએ શિયાણી પરગણુ બથાવી પાડતાં સતનત સાથે વેરનાં ખી વવાયાં. નાગજી પછી ક્રમે ઉદયભાણુ ખેતાજી ભાજરાજ અને ખેતાછ સત્તાધીશ બનેલા. એના સમયમાં આંતરિક યુદ્ધ ખેલાયાં, અનેા લાભ મહમૂદ બેગડાએ લીધા. એણે લશ્કર મેાકલી શિયાણી અને જાંખુ (તા. લીંબડી) પડાવી લીધાં. એના પછી સાંગેાજી સત્તા ઉપર આવ્યો. એણે જાંખુ ફરી હસ્તગત કરી સત્તા સ્થિર કરી. એના પછી એને યુવરાજ સાઢાજી અને એના પછી આસકરણ સત્તા ઉપર આવ્યેા. ઈ.સ. ૧૫૭૩ માં ગુજરાતમાં મુઘલ સત્તા સ્થપાતાં આસકરણે મુધલ સત્તાના હુમલાઓથી બચવા જાંબુ છે।ડી શિયાણીમાં રાજધાની સ્થાપી (ઈ.સ. ૧૫૮૩). ૭. સાઢા પરમાર વશ સૌરાષ્ટ્રમાં પરમારાનું એક જ રાજ્ય મૂળીનું જાણવામાં આવ્યું છે. આ વંશ સાઢા પરમાર' તરીકે જાણીતા છે. પરમારા ઈ.સ. ૧૪૭૦-૭૫ ની વચ્ચેના ગાળામાં સૌરાષ્ટ્રમાં આવ્યા હાવાનું જણાય છે, એમને આગેવાન ‘લખધીર’ કરીને હતેા, જેણે પેાતાની બહેનનું સગપણુ હળવદના રાણા રાજોધરજી સાથે કર્યું... હતુ. રામપુર (જિ. સુરેંદ્રનગર) ના ઈ.સ. ૧૪૮૨ ના લેખેામાં હળવદના વાઘેાજીના
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy