SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. ] સોલંકી કાલ [ અ. હરાવ્યા. અર્ણોરાજે પિતાની પુત્રી જહણ કુમારપાલને પરણાવી એની સાથે મંત્રી સાધી.૧૦૩ સિદ્ધરાજે પુત્ર માનેલા ચાહઠ નામે કુમારે અર્ણોરાજને કુમારપાલ સામે ઉશ્કેર્યો હોવાનું નિમિત્ત મેરતુંગ જણાવે છે, ૧૦૪ ત્યારે રાજશેખર, જયસિંહસુરિ અને જિનમંડન કુમારપાલની બહેન દેવલદેવી સાથે ઘત રમતાં એના પતિ અર્ણોરાજે ગુર્જરેશ્વર કુમારપાલ માટે અપમાનજનક શબ્દો બોલતાં એની ફરિયાદ પરથી કુમારપાલે અર્ણોરાજ પર ચડાઈ કર્યાનું કારણ નિરૂપે છે.૧૦૫ અજમેરના યુદ્ધના વર્ણનમાં ચાહડે કુમારપાલને હાથીને મહાવતને ફોડ્યાની, પણ કુમારપાલે મહાવત બદલી દેતાં ને કુમારપાલના “કલહપંચાનન’ હાથી પર કૂદવા જતાં ચાહડ જમીન પર પડી ગયાની રસપ્રદ વિગત નિરૂપાઈ છે.૧૬ અણે રાજને કુમારપાલે બે વાર હરાવ્યું લાગે છે. આબુનો પરમાર રાજા વિક્રમસિંહ બેવફા નીવડતાં કુમારપાલે એને પદભ્રષ્ટ કરી એનું રાજ્ય એના ભત્રીજા યશોધવલને સંયું. યશધવલના વિ. સં. ૧૨૦૨(ઈ. સ. ૧૧૪૫) ના લેખ પરથી કુમારપાલની પહેલી ચડાઈ એ વર્ષ પહેલાં થઈ હોવાનું ફલિત થાય છે. ૧૭ એ ચડાઈને અંતે કુમારપાલે પિતાની બહેન દેવલદેવી અર્ણોરાજ વેરે પરણાવી હશે. ૧૦૮ અજમેર પરની બીજી ચડાઈએ પછી સં. ૧૨૦૭ માં થઈ લાગે છે. ૧૦૯ એનું નિમિત્ત દેવલદેવીવાળો પ્રસંગ હોઈ શકે. બલ્લાલવાળા સંગ એ સમયે ઊભો થયે હશે. એમાં કુમારપાલે શાકંભરીને રાજાને પિતાના બાહુબળ વડે હરાવ્યું લાગે છે. અર્ણોરાજે પિતાની પુત્રી એને એ વખતે પરણાવી હશે.૧૧° સં. ૧૨૦૮ થી કુમારપાલના તથા એના વંશજેના અનેક અભિલેબમાં તેમજ કેટલીક હસ્તપ્રતોમાં કુમારપાલના આ પરાક્રમને સગૌરવ નિર્દેશ કરવામાં આવે છે. ૧૧૧ અલાલનો વધ હેમચંદ્રાચાર્ય જણાવે છે કે પૂર્વના રાજા બલ્લાલે એણે રાજની ચડાઈ સમયે ગુજરાત પર ચડી આવવા હિલચાલ કરી ત્યારે કુમારપાલે નાંદીપુરના સૈન્યને બલ્લાલ સામે મેકહ્યું. ૧૧૨ આગળ જતાં શાકંભરીને વિજય થતાં ખબર મળી કે વિજય અને કૃષ્ણ નામે સામંતને બલ્લાલે ફેડ્યા, પણ કુમારપાલના પાંચ સામંતોએ મળીને બલાલને યુદ્ધમાં પાડ્યો.૧ ૧૩આ સામંતોમાં આબુનો રાજા યશધવલ ખાસ બેંધપાત્ર છે.૧૧૪ અભયતિલક બલ્લાલને અવંતિદેશના રાજા તરીકે ઓળખાવે છે. ૧૧૫ વિ. સં. ૧૨૦૮ ની વડનગર પ્રશસ્તિમાં માલેશ્વરના શિરને દરવાજે લટકાવ્યાને ઉલ્લેખ છે?૧૬ તે માળવેશ્વર આ બલ્લાલ લાગે છે; એને વધ શાકંભરીના બીજા વિજય પછી તરત જ થ.
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy