SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ થુ' ] સાલકી રાજ્યની જાહેાજલાલી [ ૬૧. આ બલ્લાલ કોણ હતા એ એક પ્રશ્ન છે. સામાન્ય રીતે એ માળવાનેા રાજા મનાયા છે, પણ માળવાના પરમાર રાજાએાની વંશાવળીમાં એવું નામ આવતું નથી. માળવાના રાજા જયસિંહને દબાવનાર ચાલુક્ય રાજાને એ હાયસાળ સેનાપતિ હશે એવું સૂચવાયું છે, ૧૧૭ પરંતુ એના કરતાં એ કોઇ પડેશના પ્રદેશના, પ્રાયઃ પદ્માવતીનેા, રાજા હોય એ વધુ સંભવિત છે. ૧૧૮ વિ. સ. ૧૨૨૦ (ઈ. સ. ૧૧૬૪) અને ૧૨૨૨(ઈ. સ. ૧૧૬૬)ના ઉદેપુર શિલાલેખા પરથી ત્યારે માળવામાં ભીલસા પ્રદેશ કુમારપાલની સત્તા નીચે હાવાનુ નિશ્રિત છે. ૧ ૧૯ચાહમાન વીસલદેવનુ' પ્રાઅભ્ય શાકભરી અજમેરના ચાહમાન રાજા અણ્ણરાજના પુત્ર વિગ્રહરાજ ૪ ચા ઉર્ફે વીસલદેવે સેાલક રાજ્યનું આધિપત્ય ફગાવી દઈ પોતાના રાજ્યના વિસ્તાર કર્યા. તામર વંશ પાસેથી દિલ્હી લીધું, પંજાબમાં મુસ્લિમાનાં આક્રમણાના સામના કરી પેાતાનું પ્રાબલ્ય પ્રવર્તાવ્યું. ૧૨૦ નાડોલના ચાહમાન રાજા આહ્વણુદેવે કુમારપાલના સામંત તરીકે સૌરાષ્ટ્રમાં ખડ શમાવેલુ. એ બંડ કોઈ આભીર સરદારે કર્યું હશે.૧૨૧ વીસલદેવે નાડોલ પર ચડાઈ કરી એને ખેદાનમેદાન કર્યું અને જાબાલિપુર(જાલેર)ને ખાળ્યું. ૧૨૨ વળી વીસલદેવે સજ્જનને હરાવ્યા. એ સૌરાષ્ટ્રના મંડલેશ્વર નહિ, પણ ચિંતાડના સામત હશે.૧૨૩ વીસલદેવના પુત્ર સામેશ્વર, જે સિદ્ધરાજના દૌહિત્ર અને કુમારપાલના વફાદાર સામંત હતા તે, શાકંભરીના રાજા થતાં ચાહમાને અને સાલ ક઼ીએ વચ્ચેના સંબંધ સુધર્યાં. વિ. સ. ૧૨૦૯-૧૨૧૮ (ઈ. સ. ૧૧૫૨-૧૧૬૨) દરમ્યાન નાડાલમાં કુમારપાલે દંડનાયકને વહીવટ રાખેલા, પણ એ પછી ત્યાં આહણને સત્તા સોંપેલી. વિ. સં. ૧૨૦૯ માં કિરાડુ પણ એને તામે હતું.૧૨૪ મલ્લિકાર્જુનના વધ સાલકી રાજ્યની દક્ષિણુ સીમા હવે કાંકણુ સુધી પ્રસરેલી હાઈ એને ઉત્તર ઢાંકણના શિલાહાર રાજ્ય સાથે સંધર્ષ થયા. શરૂઆતમાં સાલકી સૈનિકને પરાજય થયા, પરંતુ આખરે શિલાહાર રાજા મલ્લિકાર્જુન હાથી પરથી પડી જતાં સાલકી સૈનિકોએ એનુ શિરછેદી નાખ્યુ.૧૨૫ આ આક્રમણની આગેવાની કુમારપાલે નહિ, પણ મંત્રી આંબડે લીધી હતી.૧૨૬ આંબડ પહેલા આક્રમણમાં પાછા પડચો હતા, ખીજા આક્રમણમાં આણુના પરમાર રાજા ધારાવર્ષે મહત્ત્વનેા ભાગ ભજવ્યા લાગે છે.૧૭ હેમચંદ્રાચાર્ય આ પરાક્રમનું નિરૂપણુ સંસ્કૃતપ્રાકૃત ‘દયાશ્રય 'માં જ કર્યું છે, એથી એ કુમારપાલનું છેવટનું પરાક્રમ હાવુ જોઈ એ. ૧૨૭મ
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy