SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સાલકી ફાલ [ 31. આમ દેવે લાદેશના નવસારી પ્રદેશ પર પેાતાની સીધી અને સંપૂણુ સત્તા પ્રવર્તાવી, પરંતુ આ સત્તા લાંબે વખત ટકી નહિ. લાટના રાજપુત્ર ત્રિવિ ક્રમપાલના કાકા જગત્પાલે વિશ્વામિત્રીના તટે શત્રુસૈન્યને પરાજય કરી નાગસારિકા મંડલને મુક્ત કર્યું, રાજા ત્રિવિક્રમપાલે જગપાલના પુત્ર પદ્મદેવને નાગસારિકા મંડલના અગ્રામ વિભાગના સામંતપદે સ્થાપ્યા ને શક વર્ષ ૯૯૯ (ઈ. સ. ૧૦૭૭)માં શુકલતીર્થ પાઠશાલાના નિર્વાહ અથે નદિપુર વિષયમાંના એક ગામનું દાન દીધું. ૧૨૯ આ પરથી બારપના વંશજોએ લાટનેા પ્રદેશ ત્રણચાર વ માં જ પાછા મેળવ્યા લાગે છે. છતાં એ પછી ત્યાં બારપ વંશની સત્તાના ઉલ્લેખ મળતા નહિ હાઈ,કણુ દેવે થાડા સમયમાં લાટ પાછે કબજે કરીને ‘ત્રૈલેાકચમલ ’ બિરુદ ધારણ કર્યું. હાવુ સંભવે છે. એવું આ બિરુદ નવસારીને લગતા વિ. સ. ૧૧૭૧ ના દાનપત્રમાં નથી તે વિ. સ’, ૧૧૪૦(ઈ. સ. ૧૦૮૪)ના દાનપત્રમાં છે એ પરથી આ સ ંભવને સમત મળે છે. આ બિરુદ સ્પષ્ટતાઃ દખ્ખણના ચાલુકય રાજાઓનાં બિરુદોની અસર ધરાવે છે. એ અનુસાર આ ઘટના ઈ. સ. ૧૦૮૪ પહેલાં ખની ગણાય. ' કાશ્મીરને કવિ બિલ્હેણુ દખ્ખણમાં થઈ ચાલુક્ય રાજ્યમાં જઈ વસ્યા તે પહેલાં થાડા વખત ગુજરાતમાં રહ્યો હતા. આ દરમ્યાન એણે કર્યું દેવના પ્રય તથા પરિણય વિશે સુંદરી ’ નામે નાટિકા રચેલી. એમાં એ નાયિકાનું નામ કલ્પિત મૂકેલું છે, પરંતુ ‘ક સુંદરી'ના નામે અને કલ્પિત પ્રસંગેા દાસ એ કણુ દેવના લગ્નની સત્ય ઘટના નિરૂપતા લાગે છે.૧૭૦ દ્વાશ્રયકાવ્યમાં હેમચંદ્રાચાર્ય ક દેવ અને મયણલ્લાની વચ્ચેના પ્રણય તથા પરિણયનું વિસ્તૃત નિરૂપણુ ક્યુ" છે.૧૩૧ એમાં મયણુલ્લાને દક્ષિણના ચંદ્રપુરના રાજા જયકેશીની પુત્રી જણાવી છે.૧૭૨ આ ચંદ્રપુર તે ગાવાના સાલસેટ પરગણાનું ચંદાર છે તે જયકેશી ત્યાંના કુટુંબનેા રાજા હતા. મયણુલ્લા ચિત્ર દ્વારા કર્ણદેવના દનીય સ્વરૂપથી આકર્ષાઈ પિતાની સંમતિથી અણહિલવાડ આવી કર્ણદેવને પરણી એવા એ પ્રસગના સાર છે. એમાં મયણુલ્લાને પણ અતિશય સુંદર વ`વી છે. ૪૦ આ પછી ખસેાથી વધુ વર્ષ બાદ લખાયેલ પ્રબંધચિંતામણિ 'માં પણ આ પ્રસંગનું નિરૂપણુ કરવામાં આવ્યું છે,૧૩૭ પરંતુ એમાં કેટલાક વિગતફેર છે. એમાં જણાવ્યા મુજબ જયકેશી કર્ણાટકના રાજા હતા, મયણુહ્લદેવી પૂર્વ ભવના સકપ અનુસાર સે।મનાથની યાત્રાના વેશ કાઢી નખાવવા માટે ગુજ રેશ્વરને પરણવા આતુર થયેલી, પણ કણ એની કુરૂપતાને લઈને એને પરણવા ના પાડતા, ત્યારે મયણુલ્લદેવી પ્રાણત્યાગ કરવા તૈયાર થતાં તે એની સાથે રાજમાતા "
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy