SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ જું ] સેલંકી રાજ્યને અભ્યદય [ ૪૧. ઉદયમતિ પણ પ્રાણત્યાગ કરવા માગતાં, કર્ણ એને માતૃભક્તિના કારણે પરણ્ય, પરંતુ પછી એના તરફ નજર સરખી નાખતો નહિ. એક દિવસ મુંજાલ મંત્રીએ એને છાનીમાની કર્ણદેવની કઈ હીનકુલ પ્રેયસીના સ્થાને ગોઠવી દીધી ને એ મિલનના ફળરૂપે એ પુત્ર જયસિંહની માતા બની. બિહણ ગુજરાતમાં ઈ. સ. ૧૭૭૨–૭૮ દરમ્યાન આવ્યો લાગે છે ને એ સમયે કર્ણદેવ-મયણલ્લાના લગ્નની ઘટના તાજ હોવાનું જણાય છે. એ પરથી આ ઘટના ઈ. સ. ૧૦૭૦ ના અરસામાં થઈ ગણાય. ૧૩૪ જયકેશીની બાબતમાં મણલ્લદેવીના સમકાલીન હેમચંદ્રાચાર્યે આપેલી વિગત યથાર્થ છે, જ્યારે મેરૂતુંગે આપેલી વિગત શ્રદ્ધેય નથી. જયકેશી પિતે કર્ણાટકને નહિ, પણ કોંકણને રાજા હતો ને કર્ણાટકના ચાલુક્ય રાજા સામંત હતો. પરંતુ મયણલ્લા કુરૂપ હતી ને કર્ણને ગમતી નહતી એ બાબતમાં સમકાલીન કવિઓ કરતાં મેરૂતુંગ વધુ શ્રદ્ધેય હેવા સંભવ છે. સોમનાથના યાત્રાવેરાને લગતા પ્રસંગમાં પૂર્વભવપ્રેરિત સંકલ્પની વાત આગળ જતાં રાજમાતા મીનળદેવીએ એ યાત્રાવેરે દૂર કરા એ પરથી ઊપજ હોય, છતાં એના પ્રપિતામહે તથા પિતામહે સોમનાથયાત્રા કરી હતી એ જોતાં એ યાત્રાવેરાની વાત એ રાજપુત્રીના જાણવામાં આવી હેય ને એણે એ કાઢી નંખાવવાનો સંકલ્પ કર્યો હોય એ પણ સંભવિત ગણાય. અણમાનીતી મયણલ્લાદેવીને રાજાની પ્રેયસીના વેશે મક્લીને મુંજાલ મંત્રીએ એને કર્ણદેવના પુત્રની માતા બનાવ્યાની વાત એતિહાસિક હોય કે ન હોય, રાજાના અંતઃપુરમાં ચાલતી ખટપટની દષ્ટિએ અવાસ્તવિક ન ગણાય. ૧૩૫ પ્રબંધચિંતામણિમાં જણાવ્યા મુજબ કર્ણદેવ રાજપુત્ર સિંહનો રાજ્યાભિષેક કરાવી, પોતે આશાપલ્લીના આશા ભિલ્લ ઉપર આક્રમણ કરી, એને હરાવી, ત્યાં કર્ણાવતી નગરી વસાવી, ત્યાં રહી રાજ્ય કરવા લાગ્યો. ૧૩૬ પરંતુ હવાશ્રય કાવ્યમાં તે કર્ણદેવ સિંહને ગાદીએ બેસાડયા પછી તરત જ મૃત્યુ પામ્યાનું જણાવ્યું છે.૧૩૭ આ પરથી આ ઘટના જયસિંહદેવના રાજ્યાભિષેક પહેલાં કર્ણદેવના રાજ્યકાલના અંતિમ ભાગમાં બની હેવી સંભવે છે. કર્ણદેવનું વિ. સં. ૧૧૩૧ નું દાનપત્ર નાગસારિકા વિષયને લગતું છે. ૧૩૮ વિ. સં. ૧૧૦૦ (ઈ. સ. ૧૦૮૪)માં ત્રીલેક્યમલ્લ કર્ણદેવે ગંભૂતા (ગાંભુ ) વિભાગમાં તીર્થકર સુમતિનાથદેવની વસતિને ભૂમિદાન દીધેલું. ૧૩૯ વિ.સં ૧૧૪૮ (ઈ. સ. ૧૦૯૨)માં એણે આનંદપુર (વડનગર) વિભાગમાંની અમુક ભૂમિ સુનક ગામની વાવના નિભાવ માટે દાનમાં આપેલી. ૧૪૦ કર્ણદેવ શિવ હ. ઉત્તરાવસ્થામાં લક્ષ્મી અને વિષ્ણુની પણ આરાધના કરતા. ૧૪૧
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy