SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સેલંકી રાજ્યને અભ્યદય [ ૩૯ માલુમ પડે છે, કેમકે રાજવારસો લેવાને એને અગ્રિમ અધિકાર હતો. હેમચંદ્રાચાર્ય જણાવે છે કે ક્ષેમરાજે તપ કરવાની ઇચ્છા દર્શાવી રાજવાર લેવાની ના પાડતાં ભીમદેવે કર્ણને રાજયાભિષેક કરાવ્યો (ઈ. સ. ૧૦૬૪); પછી ક્ષેમરાજ સરસ્વતી પાસે તીર્થમાં તપ કરવા ગયા ને કર્ણદેવે ક્ષેમરાજના પુત્ર દેવપ્રસાદને એની સમીપ આવેલું દધિસ્થલી ગામ (સિદ્ધપુર પાસેનું દેથળી) આપી એને પિતાની સંભાળ રાખવા મોકલ્યો. ૧૨૧ પરંતુ ક્ષેમરાજ વેશ્યાપુત્ર હોવાથી એને રાજગાદી ન મળી હોય, એથી એને અન્ય સ્થળે જવું પડ્યું હોય ને કર્ણદેવે એના પુત્રને પણ પાટનગરથી દૂર મોકલ્યો હોય એ વધુ સંભવિત છે. ૨૨ પરાક થાશ્રયકાવ્યમાં કર્ણદેવના કોઈ પરાક્રમનું નિરૂપણ કરેલું નથી ને “પ્રબંધચિંતામણિમાં માત્ર આશાપલ્લીને લગતું પરાક્રમ જ વર્ણવ્યું છે, પરંતુ અન્ય સાધન પરથી કર્ણદેવે અનેક પરાક્રમ કર્યા હોવાનું માલૂમ પડે છે. માળવામાં ભેજના પુત્ર જયસિંહે દખણના ચાલુક્ય રાજા સોમેશ્વર ૧લાની મદદ માગીને ચાલુક્ય રાજપુત્ર વિક્રમાદિત્યની મદદથી રાજગાદી મેળવી હતી, પરંતુ સોમેશ્વર ૧ લાના ઉત્તરાધિકારી સામેશ્વર ૨ જાને જયસિંહ અને વિક્રમાદિત્ય વચ્ચેની ગાઢ મિત્રીની ઈર્ષા આવી ને સોમેશ્વરે ચૌલુક્ય કર્ણદેવના સાથ સાધી માળવા પર આક્રમણ કર્યું. યુદ્ધમાં જયસિંહ મૃત્યુ પામ્યો, પરંતુ થોડા સમયમાં ભોજના ભાઈ ઉદયાદિત્યે શાકંભરીને ચાહમાન રાજા વિગ્રહરાજ ૩ જાના અશ્વદળની મદદથી માળવાનું રાજ્ય મેળવ્યું.૧૨૩ ઉદયાદિત્યના પુત્ર જગદેવ પરમારે આબુ પાસે ચૌલુક્ય સિન્યનો પરાજય કર્યો. ૧૨૪ નાડોલની ચાહમાન રાજા પૃથ્વીપાલે કર્ણદેવનો હુમલે પાછો હઠા. ૧૨૫ આમ ભીમદેવની જેમ કર્ણદેવ પણ માળવામાં ખાસ ફાળે નહિ. પરંતુ લાટની બાબતમાં એને યશ મળે. ભીમદેવના સમયમાં ત્યાં ચાલુક્યા બારપને વંશજ ત્રિલોચનપાલ રાજ્ય કરતો હતો એવું એને શક વર્ષ ૯૭૨ (ઈ.સ. ૧૦૫૧)ના દાનપત્ર ૧૨૬ પરથી માલૂમ પડે છે. પછી કલચુરિ કર્ણદેવે લાટ પર આક્રમણ કરી અર્જુન અર્થાત હૈહય (કલચુરિ) કુલના યશને દૂર કર્યો, અર્થાત કલચુરિ રાજા યશકર્ણની સત્તા દૂર કરી.૧૨૭ આ ઘટના ઈ.સ. ૧૦૭૩ ના અરસામાં બની. વિ. સં. ૧૧૩૧(ઈ.સ. ૧૦૭૪)ના કાર્તિકમાં કર્ણદેવે નાગસારિકા નવસારી) વિષયમાંનું એક ગામ પંડિત મહીધરને દાનમાં દીધાનું દાનશાસન ફરમાવ્યું, એ પછી બીજે મહિને નાગસારિકાના મહામંડલેશ્વર દુર્લભરાજે એ દાન પિતાના નામે નેધાવવાને અપૂર્ણ પ્રયત્ન કર્યો. ૧૨૮
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy