SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ] સેલંકી કાલ [ પ્ર. પ્રાસાદ કરાવ્ય, શ્રીપત્તનમાં ભીમેશ્વરદેવને અને ભટ્ટારિકા ભીરુઆણુને પ્રાસાદ કરાવ્યો. રાણું ઉદયમતિએ ત્યાં સહસ્ત્રલિંગ સરોવરથી ચડિયાતી નવી વાવ કરાવી.૧૧૨ મંત્રી દામોદરે કૂવો પણ એ વાવ જેવો જ વિખ્યાત હતા.૧૧૨ આ મહારાજાધિરાજ ભીમદેવે અનેક ભૂમિદાન દીધેલાં. એને લગતાં છ તામ્રશાસન મળ્યાં છે, જે વિ. સં ૧૦૮૬ (ઈ.સ. ૧૦૨૯) થી વિ. સં ૧૧૨૦ (ઈ.સ. ૧૦૬૩) નાં છે. એમાંનાં ત્રણ દાન કચ્છમંડલમાંની ભૂમિનાં છે, જેમાંનું એક દાન એક શૈવ આચાર્યને આપેલું છે, ૧૧૩ જ્યારે બીજા બે દાન પ્રસન્નપુરથી આવેલા બ્રાહ્મણોને આપ્યાં છે. ૧૪ બે કે ત્રણ,) દાન સારસ્વતમંડલને લગતાં છે. એમાંનું એક દાન ૧૫ વદ્ધિ વિષયમાં એક ઉદીચ્ય બ્રાહ્મણને, બીજું દાન પ્રસન્નપુરથી આવેલા એક બ્રાહ્મણને, અને ત્રીજુ દાન૧ ૧૭ ધાણદા આહારમાં એક મોઢ બ્રાહ્મણને આપેલું છે. આ દાનશાસન કાયસ્થ વટેશ્વર અને એના પછી ના પુત્ર કેકકકે લખેલાં છે. દાનશાસનોનો દૂતક મહાસાંધિવિગ્રહિક ચંડશર્મા અને એના પછી એને પુત્ર ભોગાદિય હતો. ભીમદેવના સમયમાં સુરાચાર્યો માળવા સાથેની વિદ્યાકીય સ્પર્ધામાં ગુજરાતની પ્રતિષ્ઠા રાખી. જિનેશ્વર, બુદ્ધિસાગર, ધર્મ, શાંતિસૂરિ વગેરે વિદ્વાનોએ પણ વિદ્યામાં ગણનાપાત્ર પ્રગતિ સાધી.૧૧૭ કુટુંબપરિવાર ભીમદેવને ઉદયમતિ નામે રાણી હતી, જે સોરઠના ચૂડાસમા રાજા ખંગારની પુત્રી હતી. બકુલાદેવી નામે પણ્યાંગના વેશ્યાની રૂપસંપત્તિ તથા ગુણસંપત્તિથી પ્રભાવિત થઈ, એની શીલ-મર્યાદાની પ્રતીતિ થતાં ભીમદેવે એને પોતાના અંતઃપુરમાં સ્થાન આપ્યું હતું. ૧૧૮ ભીમદેવને મૂલરાજ નામે પુત્ર હતો. એણે દુકાળના વિષમ સંજોગોમાં રાજભાગ વસૂલ કરવા માટે અધિકારીઓ તરફથી ખેડૂતોને ચતી કનડગત દૂર કરાવી હતી, પરંતુ એ નજર લાગવાથી ત્રીજા દિવસે અકાળ અવસાન પામ્યો. બીજા વર્ષે સુકાળ થતાં ખેડૂતોએ આપેલા રાજભાગમાં કેશદ્રવ્ય ઉમેરી રાજાએ કુમારને શ્રેય અર્થે ત્રિપુરુષપ્રાસાદ કરાવ્યું. ૧૧૯ બલાદેવીને ક્ષેમરાજ કે હરિપાલ નામે પુત્ર ૨૦ હતો ને ઉદયમતિને કર્ણ નામે પુત્ર હતો. ભીમદેવે લગભગ ૪૩ વર્ષ રાજ્ય કર્યું, વિ. સં. ૧૧૨૦ (ઈ. સ. ૧૦૬૪) સુધી. ૬. કર્ણદેવ ૧ લે ભીમદેવના અંતિમ સમયે એના હયાત પુત્રોમાં ક્ષેમરાજ મે હોવાનું
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy