SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ ] સોલંકી કાલ [ પ્રશિખર ગર્ભગૃહના મંડોવરની ઉપર શિખરનું રચનાવિધાન વિશિષ્ટ પ્રકારનું હોય છે. શિખરના તલમાનમાં ઘણી વાર ગર્ભગૃહની દીવાલ પરના ભદ્રાદિ નિગમ સ્થાન પામેલા હોવાથી એ નિગમે શિખરના છેક તળિયા(પાયચા)થી માંડી શિખરની ટોચ (રકંધ) સુધી એકસરખી રીતે પ્રમાણિત કરેલા હોય છે. ગર્ભગૃહની મુખ્ય દીવાલ પર મુખ્ય શિખરની માંડણી થાય છે, પરંતુ એ દીવાલની. ચાર બાજુના નિર્ગમ પર ઉગો (અડધિયાં શિખરો), પ્રત્યંગ (ચોથિયાં શિખરો) અને ઈંગિકાઓ (નાના કદની શિખરિકાઓ અથવા શિખરીઓ) વગેરેની રચનાને કારણે સમગ્ર શિખરનો દેખાવ શુષ્ઠાકાર (પિરામીડઘાટન) લાગે. છે. શિખરે તેમજ એની સાથે જોડાયેલાં આ તમામ અંગેની ઉભડક રેખાઓ. (વેકેશ) એકસરખી રીતે ચારે બાજુએથી અંદરની બાજુએ વળાંક લેતી ટોચ (કંધ) પાસે કેંદ્રિત થાય છે. ગર્ભગૃહની ભિત્તિ પરના નિર્ગો પૈકી મધ્ય નિર્ગમ પર. ઉરશંગ, એની બાજુના પ્રતિરથાદિ નિગમો પર પ્રત્યંગો અને કોણ (કીવાલની મૂળ રેખા) પર નાની શંગિકાઓની રચના કરવામાં આવે છે. વળી આ ઉર:શંગાદિ ઉભડક રચનાઓની વચ્ચે સુશોભનાત્મક તિલ(ઘંટડા ની પણ રચના થાય છે. આ વિશિષ્ટ પ્રકારના રેખાવિત શિખરની (પદ ૮, આ. ૬૧) રચનાના કારણે. ગુજરાત(-રાજસ્થાન)નાં આ કાલનાં મંદિર ભારતના અન્ય પ્રદેશનાં મંદિર કરતા જુદાં પડે છે, એટલું જ નહિ, પણ ગુજરાતનાં આ કાલ અગાઉનાં મંદિરો કરતાં પણ જુદાં પડે છે. ૧૫૨ આ કાલનાં કેટલાંક મંદિરનાં શિખરોના તલમાનમાં જ્યારે નિર્ગમનું પ્રમાણ નહિવત હોય છે, ત્યારે શિખરના વેકેશની તમામ ઉભડક રેખાઓ કંધ પાસે એકત્રિત થાય છે અને એના પર આમલક તથા અંડક(ઈડક)થી વિભૂષિત કળશની રચના થાય છે. આ પ્રકારનાં શિખર સ્થાપત્યની પરિભાષામાં એકાંડી” કે “એકાંગી' કહેવાય છે. પરંતુ જે મંદિરનાં શિખરોના ભદ્રાદિ નિગમ ખૂબ વિકસિત સ્વરૂપના હોય છે તેવાં મંદિરોનાં શિખરોમાં મધ્ય શિખરના વેણુકોશના લગભગ અર્ધભાગે આમલક કલશાદિથી વિભૂષિત ઉર:શંગ, પ્રત્યંગો તથા ઇંગિકાઓની રચના થાય છે. આ સંજોગોમાં શિખરની સમગ્ર. રચના એકાંડી નહિ પણ પંચાંડી, નવાંડી વગેરે પ્રકારની બને છે. શિખર, ઉરઃશંગ, પ્રત્યંગ, શંગિકા વગેરે શિખરનાં ઉભડક અંગ આમલક અથવા આમલસારથી અને એના ઉપરના કળશથી વિભૂષિત હોય છે. કલાને. અંડક' નામે પણ ઓળખવામાં આવે છે.
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy